________________
- ----
-
----
-
-----
-
દેશના-૪૭.
[૧૩] માટે તેની પરંપરા અનાદિની મનાય. તેજ રીતે જીવને અંગે જીવ તથા કર્મમાં પ્રથમ કેણ એ પ્રશ્ન જ નથી, કારણ કે ત્યાં પણ પરસ્પર તેમજ સ્વતંત્ર કાર્ય કારણ ભાવ વિદ્યમાન હોવાથી અનાદિની પરંપરા રૂપ બને છે. જે જીવની ઉત્પત્તિ પંચભૂતથી માનીએ, તે જેટલી વખત અસંયમ (પુરૂષ સ્ત્રી સમાગમ) તેટલી વખત ગર્ભાતત્તિ હેવી જોઈએ. બધી વખત કેમ નહિ?
જ્યારે જીવ ઉન્ન થાય ત્યારે શરીરપણે પુદ્ગલેને ગ્રહણ કરે છે અને પરિણાવે છે. પરસ્પર તથા સ્વતંત્ર કાર્યકારણ રૂપની પરંપરા અનાદિની માનવી પડે.
પાપના પચ્ચખાણ કરે તે જ પાપથી બચે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, તથા યુગ એ ચાર પરિણતિ કાર્યરૂપ તથા કારણરૂપ છે. પહેલાંના કર્મોના કાર્યરૂપ. અને ભવિષ્યનાં કર્મોને અંગે કારણરૂપ છે. અન્ય-મતાનુયાયિઓમાં તથા જૈનમતાનુયાયીઓમાં અહિં જ મન્તવ્ય ભેદ છે. જેનેતો એમ માને છે કે “કરે તે ભગવે.” એટલું જ માનવા જેને તૈયાર નથી, પણ જેને એને અધુરી માન્યતા કહે છે, અને આગળ વધીને કહે છે, કે કરે તે તે ભગવે, પણ ન કરે છતાં જેને પાપનાં પચ્ચખાણ ન હોય તે પણ ભગવે, એટલે કે તેને પણ કમ લાગે જ છે. દુનિયાનું દષ્ટાંત ભે. એક જગાએ એક હજાર રૂપીઆ સાચવી મૂકે પછી લઈ જઈશ” એમ કહીને રાખે તો વ્યાજ મળે? અનામત રકમનું વ્યાજ મળતું નથી. વ્યાજે રાખ્યા હોય તે વ્યાજ મળે છે. અનામત રકમ તથા વ્યાજુ રકમમાં ફરક છે. દુનિયાદારીમાં જે આ નિયમ માન્ય હોય તે આત્માને અંગે પણ માન્ય હજ જોઈએ. શાસ્ત્રની વાત કબુલવામાં વાંધો છે?, પાપના પચ્ચખાણ વિના, વિરતિને લાભ ન મળે. અવિરતિ ટાળ્યા વિના, અને અવિરતિથી દૂર રહેવાની કબુલાત કર્યા વિના, વિરતિને સ્વીકાર કર્યા વિના પૂળ મળે શી રીતે ?
ચાર તે ચોર! તેમ પચ્ચખાણ વગરનો તે પાપી જ ગણાય જે પાપ નથી કરવું, તેવા પાપનાં પણ પચ્ચખાણ કેમ નથી કરવામાં આવતાં? ચોર કોઈ ચોરી કરવા આખો દિવસ ભટકતે હેતું નથી. એ પણ ચેરી કરવાને અનુકુલ વખત જુએ છે. ત્યારે બાકીના વખતે એને શાહુકાર કહે? લાગ મળ્યા વિના કેઈ ચોર ખાતર પાડતે નથી, પણ તેથી ખાતર ન પાડવાના સમયમાં તે શાહુકાર તો ગણાતે જ નથી. ચોર તે ચેર! ભલે તે ચેરી નથી કરતે પણ ચેરી કરવાને લાગ તે તકસે છે ને? પચ્ચખાણ ન કરનારાની પણ એજ હાલત છે. પાપ ન કરે એ ઠીક પણ પ્રસંગે પ્રાપ્ત થાય તે કરે કે નહિ? તરત કહીદે કે, “મારે કયાં પચ્ચખાણ છે? ' આથી જૈન-દર્શનનું માનવું સમુચિત છે કે પાપનાં પચ્ચખાણ ન કરે તેને કર્મ તે વળગ્યા જ કરે છે. પચ્ચખાણ નહિ કરવાની પિલ રાખવી અને ફળ મળે એ શી રીતે બને? જૈન દર્શનની અને ઈતર દર્શનની માન્યતામાં આજ ભેદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com