________________
દેશના-૪૭.
[૧૯૧૫ એકેન્દ્રિયના છ પુદ્ગલે પરિણુમાવી શકે છે. આમ દરેક ભેદે જાતિય પર્યાપ્તિને અંગે જણાવ્યા છે, તે કઈ કઈ ઈન્દ્રિયપણે પરિણુમાવે છે તે અંગે અગ્રે વર્તમાન.
દેશના-૪૭.
આત્મપ્રદેશમાં કર્મ-પ્રવેશ શી રીતે થઈ શકે? સંસારીની જેમ સિદ્ધો પણ કર્મના કોઠારમાં હોવા છતાં નિર્લેપ શી રીતે?
શ્રી ગણધર મહારાજાએ શાસનની સ્થાપના સમયે, ભવ્ય જીવોના હિતાર્થે શાસન પ્રવૃત્યર્થે રચેલી શ્રી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના આઠમા શતકને પ્રથમ ઉદ્દેશ ચાલે છે, અને તેમાં પુરાલ-પરિણામ એ વિષયને અધિકાર આવે છે.
જીવસ્વરૂપે સિદ્ધના જીવમાં અને સંસારી જીવોમાં જરા પણ ફરક નથી. જેવું સ્વરૂપ શ્રી સિદ્ધ ભગવન્તનું છે, તેવું સ્વરૂપ સૂક્ષ્મ એકેન્દ્રિયનું છે. જે ભેદ છે તે પુદ્ગલને અને છે. એક પુદ્ગલથી મુક્ત છે તે સિદ્ધ, એક છે પુગલ-સંગી, પુદગલ-રંગી તે સંસારી. ખાણના સેનામાં તથા લગડીના સેનામાં સેનારૂપે કશે ફેર નથી, પણ ખાણનું સેનું મેલું છે, અને લગડીનું સોનું ચેકબું છે. સંસારી તમામ કર્મના મિશ્રણવાળા છે. આત્માની આ સ્થિતિ જણાવવા અપાયેલું સુવર્ણનું દૃષ્ટાંત એક દેશીય છે, પણ સર્વ દેશીય નથી. માટીને પરમાણુ સેનામાં મળી જતો નથી, માત્ર વળગેલે છે, સંગ સંબંધથી જોડાએલે છે, પ્રમાણને વધારનારે છે, પણ તન્મય નથી. જ્યારે આત્માને લાગેલું (વળગેલું) કર્મ આત્મ પ્રદેશથી જુદું નથી, પણ આત્માના પ્રદેશની અંદર, તેજ આકાશ પ્રદેશમાં છે. એક ક્ષેત્રાવગાહરૂપે જે આકાશ પ્રદેશમાં આત્માના પ્રદેશ રહેલા છે તેજ આકાશ પ્રદેશમાં કર્મો રહેલા છે. એ સમજાવવા બીજુ દષ્ટાંત એ છે કે લાલ રંગના અજવાળા સાથે પીળા રંગનું અજવાળું આવે તે તે પીળાં રજકણે લાલને વીંટાતા નથી, પણ પરસ્પર મળી જાય છે. જ્યાં લાલ ત્યાંજ પીળું, અને પીળું ત્યાંજ લાલ; એટલે બેને અવકાશ એકજ જગ્યાએ હોય છે. તેમ આત્મને તથા કર્મ પ્રદેશને અવકાશ એકજ છે. ક્ષીરનીરનું દૃષ્ટાંત પણ લઈ શકાય. દૂધ તથા પાછું એકમેકમાં ભળી જાય છે, એટલે દૂધના ભાગમાંજ પાણી ભળે છે. દૂધમાં પાણી ભેળવતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com