________________
-
- -
દેશના-૪૬.
[૧૮]. મેક્ષમાં કરવું શું? કેટલાક કહે છે કે “મોક્ષમાં જઈને કરવું શું?, ત્યાં નહિ ખાનપાન, કે જેવું, સાંભળવું. ત્યાં કરવાનું શું?” નાનું બાળક બાપને કહે છે કે, “બાપજી! આબરૂ આબરૂ શું બોલ્યા કરે છે ! આબરૂ નથી ખવાતી, નથી પીવાતી, નથી પહેરતી, નથી ઓઢાતી એ આબરૂ શા કામની?” બાલક માત્ર ખાવા પીવામાં, કુદવા નાચવામાં, ધુળમાં ગળાવામાં જ સમજે છે, તેને બિચારાને આબરૂ એ વસ્તુને ખ્યાલ ક્યાંથી આવે ?, તેજ રીતે આ જીવ પણ પુદ્ગલમાં ગુંથાયે હેવાથી પુદ્ગલ દ્વારા સુખની કિંમત આંકે છે, અને તેથી તે ખાવા પીવા પહેરવા ઓઢવા દ્વારા એ મોક્ષની કિંમત આંકે છે! પુદ્ગલથી નિરપેક્ષ થયા વિના કર્મની મેનેજમેન્ટ ઉઠવાની નથી અને મોક્ષ મળવાનું નથી.
પીંજરાથી ટેવાયલું પક્ષી! પીંજરું એ છે તે કેદખાનું, પણ પીંજરામાંજ ઉછરેલા પંખીઓ પોપટ વગેરેને પીંજરા બહાર કાઢો તે તરફડે છે. એને પીંજરામાં જ નિર્ભયતા દેખાય છે. ત્યાં જ એને શાંતિ, આનંદ, કલેલ લાગે છે, કેમકે એ ટેવાઈ ગયેલ છે. આ જીવની પણ એ દશા છે કે એને કાયારૂપી પાંજરા વિનાની દશાને ખ્યાલ પણ આવતું નથી, તેથી મોક્ષમાં શું છે?; એમ બોલાય છે. આત્માની સમૃદ્ધિનો વાસ્તવિક ઉપગ મોક્ષમાં જ છે. અહિં તો જ્ઞાનાદિને ઉપયોગ ઈદ્રિય તથા મનને આધીન છે, એટલે કે મિલ્કત ઘરેણે મૂકાઈ છે. કેવળજ્ઞાનાદિ આત્માની મિત છતાં આપણે ઇન્દ્રિયે રૂપી રીસીવરને તાબે રહેવું પડે છે.
જયાં ભૂખ તરસ નથી, ત્યાં ખાનપાનને પ્રશ્ન જ ક્યાં છે?
પરાધીન દશા દૂર થાય તેથી એનું જ નામ સિદ્ધ દશા રાખી છે. પોતાની મિલ્કતની વ્યવસ્થા જાતે કરવાને હક મેળવવો તેજ મોક્ષ. જે ખાવામાં સુખ હોય તે દશ વીશ ચાલીશ લાડવા લઈને બેસે ખાધેજ જાઓ, અને હાથ આડો ન કરશે! જે તેમાં સુખ હોય તો હાથ આડે કેમ કરે પડે છે?, તૃષ્ણને અંગે શું સુખ છે?, કેઈકને ખાટાને શેખ, કોઈકને ખાન શેખ, કેઈકને ગન્યાને શોખ, પરંતુ સુખ ખાટામાં, ખારામાં કે ગન્યામાં નથી. મોક્ષમાં જ્યાં તૃષ્ણાની ઉત્પત્તિજ નથી, ત્યાં ખાવા પીવાને પ્રશ્ન જ કયાં છે, જ્યાં ક્ષુધા નથી, જ્યાં તૃષા નથી ત્યાં ખાનપાનને પ્રશ્ન જ કયાં છે?,
દુનિયા મરણથી ડરે છે, ત્યારે સમકિતી-છવ જન્મથી ડરે છે.
દુનિયા મરણથી ડરે છે, ત્યારે સમજુ મનુષ્ય જન્મથી ડરે છે. કીડી મંડી જનાવર વગેરે તમામ મરણથી તે ડરે છે, પણ એ ડર છેટે છે. ડરે ભલે પણ ડરવાથી મતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com