________________
દેશના–૪૬
जे अप्पज्जता सुहुमपुढविकाइय एगिदियपयोगपरिणया ते फासिंदियपयोगपरिणया जे पज्जत्ता सुहुमपुढविकाइया एवं चेव, जे अपज्जत्ता बादरपुढविक्काइया एव चेव, एवं पजत्तगावि, एवं चउकएणं भेदेणं जाव वणस्सइकाइया, जे अपज्जत्ता बेइंदियपयोगपरिणया ते जिभिदियफासिंदियपयोगपरिणया जे पज्जता बेइंदिया एवं चेव, एवं जाव चउरिदिया, नवरं एक इंदियं वड्यव्वं जाव अपजता रयणप्पभापुढविनेरइया पंचिंदियपयोगपरिणया ते सो दियचक्विंदियघाणिदियजिभिदियफासिदियपयोगपरिणया एवं पज्जत्तगावि, एवं सत्वे भाणियब्वा, तिरिक्ख जोणियमणुस्सदेवा जाव जे पज्जत्ता सन्वट्ठसिद्धमणुत्तरोववाइय जाव परिणया ते सोइंदिय चक्विंदिय जाव परिणया ॥४॥
મરણ કરતાં અધિક ડર જન્મને હેવો જોઇએ. ઇન્દ્રિય-પરિણમન-વિચાર અને ઇન્દ્રિય-પર્યાપ્તિ.
શ્રીગણધરમહારાજા પંચમાંગ શ્રીભગવતીજીમાંના આઠમા શતકના પ્રથમ ઉદેશામાં પગલા પરિણામ અધિકારમાં શરીર પરિણમન અધિકાર જણાવીને, હવે ઈન્દ્રિયને અંગે પરિણમનને અધિકાર જણાવે છે. દરેક ઈન્દ્રિયમાં ચાર ચાર ભેદ સમજી લેવા. દરેક ઈન્દ્રિયમાં બહારની શક્તિ તથા રચના, તેમજ અંદરની શક્તિ તથા રચના એમ ચાર ચાર ભેદ સમજવા પ્રશ્ન થશે કે શક્તિ તથા રચનામાં ફરક છે?, લેઢાને તપાવીને તરવારને ઘાટ તે કર્યો, પણ ધાર તે પાણી પાવાથી જ થાય. ધારમાં કાપવાની શક્તિ પણ પાઈને લેવાય. પુદગલની રચના અને શકિત એમ બે જૂદાં છે. કાનથી સંભળાયજ, સુગંધ લેવાનું કામ કાનનું નથી. નાકથી શબ સંભળાતું નથી, કારણકે તે સુંઘવાની તાકાત ધરાવે છે. રસના રસ જ ગ્રહણ કરે છે, મતલબ કે દ્રવ્ય ઈન્દ્રિય ત્યારે જ કામ કરે, છે કે જ્યારે ભાવ ઈન્દ્રિય હેય. દ્રવ્ય ઈન્દ્રિયમાં બહારની તથા અંદરની રચના તથા શક્તિના ભેદ પાડ્યા. હવે ભાવ ઈન્દ્રિય કોને કહેવી?, ભાવ ઇન્દ્રિયના બે ભેદ. આત્માને જે જે કર્મોને ક્ષયે પશમ, અને જે જે વિષયોને ઉપયોગ ઇન્દ્રિયની બાહ્ય રચના પુદગલની છે. અત્યંતર પુદગલમાં શકિત સમજવી, ક્ષયે પશમ હે જોઈએ, છતાં ઉપગ પણ જોઈએ. ઉપયોગ ન હોય તે, દશ શબ્દ થતા હોય તેમાં એક શબ્દને ઉપયોગ હોય તેજ જાણી શકાય. ભાવ ઈન્દ્રિયમાં ક્ષયે પશમ અને આત્માને ઉપગ થ જોઈએ. દરેક ઇન્દ્રિયને અગે છ વસ્તુ જોઈએ, બાહ્યરચના, બાહ્યશક્તિ, અત્યંતર રચના,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com