________________
[૧૮૮] .
શ્રીઅમેધ–દેશના-સંગ્રહ. અભ્યત્ર શક્તિ, ઉપશમ તથા ઉપયોગ આ છ વસ્તુ હોય ત્યારે ઇન્દ્રિઓ કામ કરે છે. શરીર બનાવ્યા પછી પણ પ્રથમ પર્યાપ્તિનું કામ, ખેરાક ને સાત ધાતુ પણે પરિણાવવાનું કામ શરીર પર્યાપ્તિનું છે. ઇન્દ્રિઓની રચનાને અંગે બાહ્ય અત્યંતર ઉપકરણ ઈન્દ્રિયનું આખું પ્રકરણ શરીર કરતાં નિરાળું હવાથી શરીર સાથે તરત ઇન્દ્રિઓ થઈ જતી નથી. ખોરાકમાંથી સાત ધાતુના પરિણમન માત્રથી ઈન્દ્રિય રચના થઈ જતી નથી. આથી જેમ આહાર પર્યાપ્તિ માની, શરીર પર્યાપ્તિ માની છે, તેવી જ રીતે ઈન્દ્રિય પર્યાપ્તિ પણ માની છે.
. સત્તાની સેટી કેવી જબરી છે? કણેન્દ્રિય કરતાં ચક્ષુરિન્દ્રિયને ક્ષપશમ એ છે, એનાથી એ ક્ષયોપશમ ઘાણેન્દ્રિયને, એનાથી એ ક્ષયે પશમ રસનેન્દ્રિયને, એનાથી એ છે ઉપશમ સ્પર્શેન્દ્રિયનો. સે શીખતાં પહેલાં ૧ થી ૧૦ તે શીખવાજ પડે છે. જેને ૧૦૦ સુધી આવડતું હોય તેને દશ સુધી ન આવડે તેમ ન બને. અહિં જરા વિચારવાનું છે. સ્પર્શ તથા રસનાને ક્ષાશમ ન હોય તે પ્રાણ (નાસિકા) ને પશમ ન હોય તેમ ન બને. જે એમ બને તે સાંભળનારે, અંધ કે બેબડે ન હોઈ શકે. સો સુધી શીખેલાને દશ શીખવવાને ન હોય, તેમ શ્રેત્રવાળાને તીવ્ર ક્ષયે પશમ થયેલે હેવાથી ચક્ષુવાલાને ક્ષયે પશમ થાય એવું કંઈ નથી. ઉપકરણની ઈન્દ્રિયમાં ખામી હોવાથી તે કાર્ય ન કરી શકે.
જે ઘણ મારવાથી પત્થરના કટકા થાય, તે ઘણ મારવાથી ઇંટના કટકા થાય જ છે. તેમ જે આત્મા શ્રોત્રેન્દ્રિયના ઉપશમવાળો થયે, તે ચક્ષુના શપથમવાળે જરૂર હોય છે, એટલે ક્ષપશમના પરિણામ તે થાય જ છે; પણ બહેરાપણું, અંધપણું તે અશુભ નામ કર્મના ઉદયે પુગલેની ગોઠવણ યથાસ્થિતિ ન થવાથી છે.
પહેલાં નિવૃત્તિ ઈન્દ્રિય બની હોય તેજ ઉપકરણેન્દ્રિયન ક્ષપશમ અને ઉપયોગ કામ કરનારાં થાય. ગમે તેવે શ્રીમંત કે રાજા હેય, પણ મિલકત કે રાજ્ય ઉપર રીસીવર બેઠે, કે મેનેજમેન્ટ થયું, તે તેને તે મિલ્કત કે રાજ્યની વ્યવસ્થા કરવાને સ્વતંત્ર હક નથી, રીસીવર કે મેનેજમેન્ટ અધિકારીના હુકમથી મળે એટલું ખરૂં. તેજ રીતિએ આ આત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સુખ,. અનંત વીર્યને સ્વામી છે, પણ મિથ્યાત્વ, અવિરતિ કષયાદિના ફંદામાં પડી, કર્મને એ કરજદાર બની ગયેલ છે કે તેની તમામ અધિ સમૃદ્ધિ રીસીવરને આધીન છે. આત્મા તે કેવલજ્ઞાનને માલીક, અને કેવલજ્ઞાન એટલે ત્રણે કાલના સર્વ લેકના સ્વભાવે પર્યાયાદિ જેનાથી જણાય તે કેવલજ્ઞાન. હવે એ આત્માની આજે શી દશા?, શીત કે ઉષ્ણ સ્પર્શ જાણવો હોય તે સ્પર્શેન્દ્રિયની મદદ લેવી પડે. એની મદદ વિના તેનું જ્ઞાન ન થાય. દરેક ઈન્દ્રિયની મદદથી જ તે તે વિષયનું જ્ઞાન થાય. સત્તાની સેટી કેવી જબરી! છે, તે આથી સમજાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com