________________
–
–....
. -
—
—
—
[૧૯૨]
શ્રીઅમોલ-દેશના–સંગ્રહ. પ્રમાણ વધે છે, તેલ વધે છે. લેઢાને ગેળે એ કઠણ છે કે તેમાં સોય પણ બેસી શકાતી નથી, છતાં તેને તપાસીએ ત્યારે તેમાં અગ્નિના પુદ્ગલે કયાં કયાં પ્રવેશે છે તે વિચારી ભે. આ રીતે આત્મ પ્રદેશોમાં કર્મપ્રવેશ માની શકાય.
કર્મને દરિયામાં સંસારી હૂખ્યા છે, તેવી રીતે સિદ્ધ પણ ડૂબેલા છે. ચમકતા નહિ, ઉતાવળા થતા નહિ, ભાવ સમજજે. ચૌદ રાજલકમાં ડાભડીમાં અંજન માફક કર્મ વર્ગણ ભરેલી છે, તેમાં તમામ છ સંસારી, તથા સિદ્ધોના જીવ રહેલા છે. જ્યાં સિદ્ધ- કહોકે મુકતાત્માએ કહે રહેલા છે, ત્યાં પણ પાંચેય સૂક્ષ્મકાય રહેલા છે. ત્યાં જ તેજ આકાશમાં કર્મ વર્ગણાઓ પણ પુષ્કળ રહેલી છે. ત્યારે ફરક છે? એજ સમજવાનું છે. પાણીના વાસણમાં લુગડું નાખીએ, અને પૈસા કે ધાતુ નાખીએ, તે પાણીને ખેંચશે કોણ? ગ્રહણ કરશે કેણુ? લુગડું પાણીથી ભીંજશે, પણ પૈસો કાંસાની ગળી કે કઈ પણ ધાતુને પાણીને લેપ સરખે લાગશે નહિ. લુગડાને દડે ભીંજાશે પણ ધાતુની તે એ હાલત હશે કે તેને પાણીમાંથી બહાર કાઢી લુગડાંથી લૂછે તે ભીંજાય નહિ. સિધ્ધ ભગવન્તના આત્મામાં આઠે કર્મમાંથી એક પણ કર્મ, કર્મને અંશ પણ નથી, જેથી તેઓ એક પણ કર્મવર્ગને ગ્રહણ કરતા નથી. કાંસાની લખોટી પાણીમાં જેમ કેરી રહે છે, તેમ સિધ્ધના છે કર્મના દરિયામાં છતાં કેરા રહે છે. સંસારી કર્મના ગવાળા હોવાથી કર્મવર્ગનું ગ્રહણ કરે છે.
જીવ કર્માધીન થયે શા માટે? તર્કને છેડે ન હોય તક (પ્રશ્ન) થશે કે ત્યારે જીવે કર્મ બાંધ્યાં શું કરવા? અનંત સામર્થ્ય ધરાવનાર જીવ કર્માધીન થયે શા માટે? મહાનુભાવ! અનંત સામર્થ્ય પ્રગટ થયું નથી એજ વાંધે છે. એ જે પ્રગટયું હેત તે કર્મ બંધાત જ નહિ. જીવ જે મિથ્યાત્વ વગરને હેત, અનંત જ્ઞાન દર્શનમય હોત તે, તેને કર્મ વળગત જ નહિ. સ્વરૂપે તે તે છે પણ સવરૂપે પ્રગટ થયું નથી. મિથ્યાત્વાદિને વેગ હોવાથી કર્મને વળગાડ ચાલુ છે, અને આ રીતે પરંપરા ચાલે છે.
પરસ્પર કાર્ય-કારણ ભાવ. તર્ક થશે કે પહેલાં જીવ કે કર્મ? તર્કની સામે તર્ક યાને પ્રશ્ન સામે પ્રશ્ન થઈ શકે કે પ્રથમ બીજ કે અંકુર? બીજ અને અંકુરાની પરંપરા અનાદિની છે. જેમાં પરસ્પર કાર્ય કારણ ભાવ હોય તેને અનાદિ માન્યા વિના છુટકે નહિ. રાત્રિ પ્રથમ કે દિવસ પ્રથમ કુકડી કે ઇંડું? જે સ્વતંત્ર નહિં પણ પરસ્પર કાર્ય કારણ રૂપ હેય તેની પરંપરા અનાદિની માનવી જ પડે. બીજ તથા અંકુર સ્વતંત્ર તથા પરસ્પર કાર્ય રૂપ પણ છે, કારણરૂપ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com