________________
[૧૯]
--
--
-
- -
દેશના-૪૮.
એક દિવસ હર્ષથી વંદન કરતાં કરતાં જતનીએ તે આચાર્યના પગને સ્પર્શ કરી દીધે. આચાર્યશ્રીએ જ્યારે પ્રરૂપણમાં એમ કહ્યું કે, તીર્થ કરે પણ સ્ત્રી સંઘટ્ટ કરે તે તીર્થંકરપણું ચાલ્યું જાય, ત્યારે એકે પ્રશ્ન કર્યો, કે પેલી જતની અડકી ગઈ તે શું?” ત્યાં જે સરલતાથી આચાર્યશ્રી પિતાને અનુપગ જણાવે તે કાંઈ પણ વાંધો ન હતો, પણ એમ ન કહેતાં જૈન શાસન તે સ્યાદ્વાદ છે,” એમ કહ્યું, આથી બંધાયેલું તીર્થકર નામકર્મ વિખરાઈ ગયું.
સ્યાદ્વાદ એટલે કે કુદડી? આજકાલ લેકે સ્યોદ્વાદનો અર્થ ફાવતી ફેરફૂદડી” એ કરે છે, પણ એમ નથી. એક મનુષ્ય બાપની અપેક્ષાએ પુત્ર છે, પુત્રની અપેક્ષાએ પિતા છે; આનું નામ સ્યાદ્વાદ છે. જેની અપેક્ષાએ વસ્તુ જેવી હોય તેવી તે અપેક્ષાપૂર્વક બતાવવી તે સ્યાદ્વાદ. આ ત્રણ આંગળીમાં વચલી, તે મોટીથી નાની અને નાનીથી મટી છે. એક આંગળી મટી જ છે એમ પણ નથી, નાની જ છે એમ પણ નથી. સ્યાદ્વાદ એટલે સ્વાસ્વાદ એટલે અપેક્ષાએ વાદ. પાપ બાંધેલું હોય અને પાછળથી પુણ્યની પરિણતિ થાય તે તે બધું-પાપ પુણ્યરૂપે પરિણમે અર્થાત્ પલટાઈ જાય. પુષ્ય બાંધેલું હોય અને પાછળથી પાપ પરિણતિ થાય તે તે બધું પુણ્ય પાપમાં પલટાય. આયુષ્યના બંધમાં એ નિયમ નથી. નારકીનું આયુષ્ય બાંધ્યું હોય તે નરકે ગયેજ છૂટકે. દેવતાનું આયુષ્ય બાંધ્યું હોય તે સ્વર્ગે જવું જ પડે. ઉત્તર પ્રકૃતિમાં પણ માહમાંહે સંક્રમ નહિ. દેવતાના આયુષ્યમાંથી મનુષ્યનું આયુષ્ય ન થાય. બીજા કર્મોમાં અરસપરસ પલટ થાય, પણ આયુષ્યકર્મમાં પલટ થતું નથી. આખા ભવમાં આયુષ્ય એકજ વખત બંધાય, અને તે વખતે ગ્રહણ થયેલાં પુદ્ગલેના આઠ વિભાગ પડે છે. બાકીના વખતે સાત વિભાગ સમજવા. સમયે સમયે જીવ કર્મ પુદગલે ગ્રહણ કરે છે.
ઉકળતા પાણી માફક આત્મપ્રદેશ ફર્યા જ કરે. શરીરમાં લેહી કેટલા વેગથી ફરે છે! જે વેગ તેવી વીજળી–ગરમી ઉષ્ણતા પિતા થાય. હથેલીને ઘસવાથી ઉષ્ણતા આવી જાય છે. આયુષ્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી લેહીનું ફરવું થાય, અને લેહીનું પૂરવું થાય ત્યાં સુધી આત્મપ્રદેશનું ફરવું થાય છે. લેહી તથા આત્મપ્રદેશે મળેલા છે. લેહીની માફક આત્મપ્રદેશને પૂરતા માનવાજ પડે છે. લેહમાં સ્વાભાવિક રહેલી વીજળી શક્તિ છે, અને તેથી પુદગલેને પકડે એ સ્વાભાવિક છે. બહારના પ્રદેશ વીજળીથી ખેંચાય તે પછી એનાથી આકાશપ્રદેશમાં રહેલા પ્રદેશ ખેંચાય તેમાં નવાઈ નથી. કેવલ નાભિપ્રદેશના આઠ પ્રદેશ સ્થિર રહે છે, તે સિવાયના આત્મપ્રદેશ ઉકળતું પાણી ખદબદે તેમ ઉંચા નીચા પૂર્યા જ કરે છે.
આહાર, શરીર ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન એ છ શકિત જેણે મેળવી છે તે પર્યાપ્તા, અને એ છ શક્તિ મેળવતા હોય તે અપર્યાપ્ત. આ બંને ભેદે તેવા તેવા પુદગલે ગ્રહણ કરીને ઈનક્રિય રૂપે પરિણાવે છે.
જે ઔદારિક પુદગલે મનુષ્ય ગ્રહણ કર્યા તે મનુષ્ય મનુષ્યપણે પરિણાવે છે અને તેજ પુદ્ગલે જનાવર કે વૃક્ષ લે છે તે તે રૂપે પરિણાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com