________________
[૧૦].
શ્રી અમોધ-દેશના-સંગ્રહ. જાય છે! વાત વાતમાં મારું મન તે માસો તેલે થઈ જાય છે, તે આ સ્ત્રી જાતિનું મન ' કેવું સુદઢ હશે!”
- બ્રહ્મા ! અબડ પરિવ્રાજકે તે રાજગ્રહી જઈને માયા પ્રયોગની શરૂઆત કરી. પહેલે દિવસે " બ્રહ્માનું રૂપ કરીને સુંદર ઠાઠ જમાવ્યું. ચારમુખ, સાવિત્રિ સાથે, વેદનું પઠન ચાલુ, આ દેખાવ ર. ગામમાં વાત ફેલાઈ કે, રાજગૃહીમાં હંસવાહનધારી સાક્ષાત્ બ્રહ્માજી પધાર્યા છે. નગરમાંથી ટેળાં બંધ મનુષે આવે છે. પરિવ્રાજક, વેદ પાઠ ભેજ જાય છે, પણ તેની નજર તે એ જોવામાં રોકાઈ છે કે, “મુલાસા આવી છે કે નહિ?, સુલસા સુદઢ સમ્યકત્વધારી શ્રાવિકા શાની જાય, અંબડ પરિવ્રાજકે તે એમ વિચાર્યું કે “સ્ત્રી જાતિને વેદ સાંભળવાને અધિકાર નથી, એમ સમજીને તે ન આવી હોય તે સ્વાભાવિક છે.” માટે બીજાં નવું રૂપ કરું.
વિઘણું! બીજે દિવસે દક્ષિણ દિશામાં અબડે વિષ્ણુનું રૂપ રચ્યું મથુરા, વૃન્દાવન, સેળ હજાર ગોપીઓ, બલભદ્રાદિ યાદવના દેખાવે વિકૃર્થી, અને રાસલીલા માંડી. નગરમાં વાત ફેલાઈ “અહે! ધન્ય ભાગ્ય આ નગરનાં છે કે સાક્ષાત શ્રી વિષ્ણુ પરમાત્મા પધાર્યા છે !” રાસ લીલા જોવા આવનારાઓની સંખ્યામાં પૂછવું શું! આખે દિવસ રાસલીલા નાટકનો પ્રાગ ચા, પણ પરિવ્રાજકના નેત્રોએ સુલસાને ન જ જોઈ સુદઢ સમ્યકત્વધારી પરમશ્રાવિકા સુલસા જેવીને ખ્યાલમાં પણ આ હેય?, પરિવ્રાજકે તે એમ વિચાર્યું કે, “કુલવતી સ્ત્રી રાસલીલા જોવા ન આવે એ બનવા જોગ છે,” પ્રયોગ પણ પિતે રચે છે, અને આવું સમાધાન પણ પિતે મનમાનતું ઉભું કરી મનને મનાવી લે છે.
શંકર ! ત્રીજે દિવસે મહાદેવનું રૂપ વિકૃધ્યું. જટાધારી મડાદેવની પાસે પાર્વતીજી તે હોય જેને !, મસ્તકમાં ગંગા વહી રહી છે. મહાદેવને નૃત્ય પ્રિય છે, એટલે તે ખંજરી બને છે, અને પાર્વતીનું નૃત્ય ચાલુ છે. આ દેખાવ વિશેં. શ્રી શંકર સ્વયમ પૃથ્વી ઉપર પધાર્યા છે ! આવી વાત નગરમાં ચાલી, અને નાટકને, નૃત્યને જોવાની પડાપડી થઈ, આખો દિવસ ચાલી, અને નાટારંભ આખો દિવસ ચાલે. પરિવ્રાજક સંબડ તે દિવસે પણ મુલાસાને જોવાની આશામાં નિરાશ જ થયે. સુદઢ સમ્યકત્વધારી સુલસાના એક રૂંવાડે પણ આ પ્રયોગ અસર કરી શકે ?, નહિ જ. કેઈ એમ ન માને કે એને ખબર ન પડી હોય. અરે! ખબર પડવાની વાત કયાં છે?, આડોશી-પાડોશીઓએ તે ખૂબ ખૂબ પ્રેરણા કરી છે, અને ન આવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com