________________
-
-
-
-
-
-
-
-
-
-
- - ----
-
-
-
- • •
[૧૮]
શ્રીઅમેધ-દેશના - સંગ્રહ આ ભગવાનના ચરણકમલમાં કે જેઓશ્રીએ મને સુલતાના બાનાથી સુદઢ કર્યો !, આથી તે સમ્યકત્વમાં દઢ થયે, આ વાત સુપ્રસિદ્ધ છે. ત્યાર પછી તે અબડ શ્રાવક તરીકે સુલતાને ત્યાં ગયા છે, પછીનું સુલતાનું વર્તન વળી બીજુ જ છે, ઈત્યાદિ વૃત્તાંત જાણીતા છે. આ પણ મુદો બીજે છે અને તે હવે આવે છે. જે મુદ્દે સમજાવવા દૃષ્ટાંત રજુ કરવામાં આવ્યું છે, તે હવે જોઈએ. સમ્યકત્વમાં તો એ દઢ થયે પણ કુતુહલ વૃત્તિ કયાં જાય? જમવાના વખતે હૈં સે ઘેર ભાણું મંડાવતું હતું, અને એક વખતે દરેક ઘેર વૈક્રિયરૂપ ધારણ કરી તે જમતે હરે, એ રીતે ચમત્કાર દેખાડતો હતો.
ચૌદ પૂર્વનો ખ્યાલ પર્વાધિરાજ પર્યુષણમાં શ્રીકલ્પસૂત્ર શ્રવણ કરે છે, તેમાં ચૌદ પૂર્વને ખ્યાલ આપવા શાહીનું પ્રમાણ બતાવ્યું છે, તે યાદ કરે. મડાવિદેહને એક હાથીના દેહ જેટલી શાહીથી પહેલું પૂર્વ લખાયું છે. બે હાથીના દેહ જેટલી શાહીથી બીજું પૂર્વ લખાયું, ચાર હાથીના દેહ જેટલી શાહીથી ત્રીજું પૂર્વ લખાયું, આઠ હાથીના દેહ જેટલી શાહીથી ચોથે પૂર્વ લખાયું, સેલ હાથીના દેડ જેટલી શાહીથી પાંચમું પૂર્વ લખાયું, બત્રીશ હાથીના દેડ જેટલી શાહીથી છ પૂર્વ લખાયું, ચેસઠ હાથીના દેહ જેટલી શાહીથી સાતમું પૂર્વ લખાયું એકસો અઠાવીસ હાથીના દેહ જેટલી શાહીથી આઠમું પૂર્વ લખાયું, બસે છપન હાથીના દેહ જેટલી શાહીથી નવમું પૂર્વ લખાયું, પાંચસે બાર હાથીના દેહ જેટલી શાહીથી દશમું પૂર્વ લખાયું, એક હજાર ચોવીશ હાથીના દેહ જેટલી શાહીથી અગીઆરમું પૂર્વ લખાયું, બે હજાર અડતાલીશ હાથીના દેહ જેટલી શાહીથી બારમું પૂર્વ લખાયું, ચાર હજાર નું હાથીના દેહ જેટલી શાહીથી તેરમું પૂર્વ લખાયું; અને આઠ હજાર એક બાણું હાથીના દેડ જેટલી શાહીથી ચૌદમું પૂર્વ લખાયું. દરેક પૂર્વ હાથીની સંખ્યાનું પ્રમાણ બમણું છે. એ રીતે સેળ હજાર ત્રણસેં વ્યાશી હાથીના દેહ જેટલી શાહીથી ચૌદ જ પૂર્વો લખાયાં છે, આ હાથી તે અહીં દેખાય છે તે દેડવાળે નહિ, ત્યારે ?, શ્રી ઋષભદેવજી ભગવાનના સમયને હાથી લે, અગર તે શ્રીમહાવિદેહને હાથી સમજ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વકાલે આયુષ્ય તથા શરીર પ્રમાણ એક સરખું છે; અહીં તેમ નથી. અહીં તે ઉત્સર્પિણીમાં શરીર-પ્રમાણ વધે છે, અને અવસર્પિણીમાં ઉતરે છે.
આહારક શરીર રચવાને હેતુ. આહારક લબ્ધિને અગે આ વિષય જણાવવું પડે છે. આવા મહાન પ્રમાણવાળા ચૌદ પૂર્વેનું જેને જ્ઞાન હોય, તેમને જ આહારક લબ્ધિ ઉપન્ન થાય છે. જ્ઞાનાવરણીય કર્મોને આટલી હદે ક્ષય કર્યો હોય, અને જેને તેવી લબ્ધિ ઉત્પન્ન થઈ હોય, તેને આહારક શરીર રચવાની શકિત સાંપડે છે. બધા ચૌદ પૂર્વે તેવી લબ્ધિવાળા હોય નહિ. જેને તેવી લબ્ધિ હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com