________________
--
---- ----------
દેશના-૪૩.
--- ---
--- - -
પુદગલે ગ્રહણ કરે છે. તે જ રીતે ગર્ભજ-પર્યાપ્ત તથા અપર્યાપ્ત જલચરો પણ દારિક તૈજસ્ અને કામણ પગલે ગ્રહણ કરે છે. પર્યાપ્તા-ગર્ભજ જલચરોમાં પણ વૈશ્ચિયની લબ્ધિ હોય છે, એટલું વધારે સમજવું વાયુકાયને જેમ ઔદારિક, વૈક્રિય, તેજસ, કામણ માન્યાં, તેમ પર્યાપ્તા-ગર્ભજ-જલચરને પણ ચાર પ્રકારનાં શરીર માનવાં. ચતુષ્પદ તિર્યમાં ઉરપરિસર્ષમાં યાવતુ ખેચરમાં ચારે આલાવા કહેવા. દરેક ગર્ભજ પર્યાપ્તા સ્થાનમાં ચાર શરીર લેવાં. અહિં પ્રશ્ન થઈ શકે છે કે દેવતા તથા નારકીમાં તે વૈક્રિય શરીર માનવાને તેવું કારણ હતું, પણ જનાવરમાં વૈક્રિય શરીર માનવાને પ્રસંગ શા માટે છે?, સીંચાણાની હકીકત સાંભળી છે? જુઓ-સીંચાણે (સેચનક) હાથી હલવિહલે કેણિકને ન આપે, આથી તે મોટો સંગ્રામ થયે. તે સંગ્રામમાં બાર વર્ષ ઘેર રહ્યો. ચેડામહારાજા વૈશાલીમાં ભરાઈ ગયા. કેણિકે ઘેરો ઘાલે, અને તે બાર વર્ષ રહ્યો. હલવિહલ્લ રેજ રાત્રે સેચનક હાથીને લઈને નીકળતા અને એ હાથી પણ કેણુકના (હલ્લવિહલ્લને) સિપાઈએ જ્યાં સૂતેલા હેય ત્યાં લઈ જતું. ત્યાં સિપાઈઓને સંહાર કરીને હલવિહલ પાછા વૈશાલીમાં પેસી જતા હતા. આવું તે કંઈ કાલ સુધી ચાલ્યું. કેણિકે શું કર્યું ?, શહેરની ચારે તરફ ખાઈ ખેદાવી, અંદર ધગધગતા અંગારા રખાવ્યા, ઉપર થોડી માટી રખાવી. સેચનક હાથી બહારજ નીકળતું નથી, આથી હલ્લવિત્રુ તેને તિરસ્કાર કરે છે – “જેવી રીતે કેણિક કુલદ્રોહી થયે, તેમ તું પણ નિમકહરામ થયે?, તારા માટે તે રાજગૃહી તજી; દાદાને દુઃખ પણ તારા લીધે જને!” આ સાંભળીને તે હાથી ચાલે તે ખરે. ખાઈ પાસે આવ્યા પછી એક ડગલું પણ ભરતે નથી. ફરી હલવિહલે અતિ તિરસ્કાર કર્યો. હવે શું થાય?, હાથીને પણ લાગ્યું કે “આવું અપમાનિત જીવન શા માટે જીવવું?' એટલે સુંઢથી હલવિહલને નીચે ઉતારી પિતે પૃપાપાત કર્યો, અને હાથી પિતે બળી મુએ. આને અંગે એમ કહેવાય છે કે તે હાથીને વિભગ જ્ઞાન હોવાથી તે આગળથી બધું જાણતો હતે. જનાવરોમાં પણ વિલંગજ્ઞાન તથા અવધિજ્ઞાન માનવું પડે છે. વિલંગણાનથી અને અવધિજ્ઞાનથી વૈક્રિય વર્ગણ જાણવા અધિકાર થાય, અને તેથી વેકિય વર્ગણ જાણવાનો અધિકાર મળે છે. આથી વૈકિય પુદગલેને ગ્રહણ કરવાનું સાધન તેમની પાસે રહે છે, તેથી પર્યાતા ગર્ભજ-પંચેન્દ્રિય તિર્યંચને પણ વૈક્રિય શરીર માનવું પડે. પર્યાપ્તામાં જ અવધિજ્ઞાન તથા વિભગજ્ઞાન માનેલાં છે. વૈક્રિયની તાકાત તેમાં માનવામાં આવી છે. તેથી તેમને ચોર શરીર જણાવ્યાં છે. હવે મનુષ્ય તથા દેવતાના અંગેના અધિકાર માટે અગ્રે વર્તમાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com