________________
[૧૩]
શ્રીઅમેધ-દેશના સંગ્રહ. છે. એજ પાણી વૃક્ષમાં, જનાવરના તથા મનુષ્યના દેહમાં ભિન્ન પ્રકારે પરિણમે છે ને ! અનાજનું જનાવરને તથા મનુષ્યને ભિન્ન ભિન્ન રૂપે પરિણમન થાય છે. પુદ્ગલ-પરિણમનને આધાર નામ-કર્મના ઉદયને આધીન છે. કીડી જે ખેરાક લે છે તે તેને તેના દેહ રૂપે પરિણમે છે, બીજા જનાવરને તે રૂપે પરિણમે છે. પુદ્ગલના મુખ્ય ત્રણ પ્રકાર. ૧ સ્વભાવ-પરિણત. ૨ પ્રગ-પરિણત; ૩ મિશ્ર–પરિણત. તેમાં પ્રગ-પરિણત પુદ્ગલના એકેંદ્રિયાદિ પ્રકારે પાંચ પ્રકાર છે. તેમાં પંચેન્દ્રિયમાં ચાર ભેદ છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. છેવે કરેલાં પુણ્ય તથા પાપ પ્રમાણે ફલ ભેગવવાનાં સ્થાને માનવા જ જોઈએ. દરેક સ્થાનમાં પૂલ પણ તારતમ્યાનુસાર હોય. મધ્યમ કોટિના પુણ્ય પાપનાં પૂલ ભેગવવાનું સ્થાન તિર્યંચ ગતિ, તથા મનુષ્યગતિ છે. પાપ અધિક હોય અને પુણ્ય ઓછું હોય તે તેથી તિર્યંચગતિ મળે, છે, અને પુણ્ય વધારે હોય, તથા પાપ ઓછુ હોય તે તેથી મનુષ્યગતિ મળે છે. તિર્યંચગતિમાં તથા મનુષ્યગતિમાં પણ પૂર્વનું પુણ્ય-પાપના રસાદિના પ્રમાણમાં જે ફરક હય, તે જ પ્રમાણે તિર્યંચ તિર્યંચ વચ્ચે, મનુષ્ય મનુષ્ય વચ્ચે ફલમાં પણ ફરક સમજી લેવા. અધિક પાપનું પરિણામ ભોગવવાનું સ્થાન નરક છે. અધિક પુણ્યનું પરિણામ ભોગવવાનું સ્થાન સ્વર્ગ છે. હાલમાં દેવલોક સંબંધિ અધિકાર ચાલું છે. પુણ્યના તથાવિધ ભેદ મુજબ દેવલેકમાં પણ ભેદ પડે છે. પૂર્વે જેવું પુણ્ય બાંધ્યું હોય, પુણ્યને જે બંધ કર્યો હોય, તેવું સ્થાન દેવલેકમાં પણ પ્રાપ્ત થાય છે. દેવતાઓ કાંઈ પૂર્વના સરખા પુણ્યવાળા હોય એમ માનવાનું નથી. સ્થાન, સ્થિતિ વગેરેમાં ફરક જ પુણ્યના ફરકને પ્રત્યક્ષ પૂરાવો છે.
અજ્ઞાન તપશ્ચર્યા કરનારા, પંચાગ્નિ તપ કરનારા, ડાભની અણી ઉપર રહે એટલે જ આહાર માત્ર લેનારા, માસખમણ વિગેરે તપસ્યા પિતાની માન્યતાનુસાર કરનારા; આ બધા જીવે તે અનુષ્ઠાનેમાં સમ્યગદર્શન વિવેકાદિ ભલે ન હોય છતાં અકામ-નિર્જરાના ગે પુણ્ય બંધ તે કરે છે. તેમને પણ દેવલેકમાં યોગ્ય સ્થાન માનવું જ જોઈએ. એવા તપ કરનારાઓને સચિત્તાદિને પણ ખ્યાલ યદ્યપિ નથી, તથાપિ જે કાંઈ તેઓ કરે છે, તેથી જે જાતનું પુણ્ય બંધાય છે, તે મુજબ સ્વર્ગમાં તેમને સ્થાન મળે છે. જે નિર્મલ-સમ્યકત્વ વખતે જ આયુષ્યનો બંધ થયું હોય, તે આ ઉપર જણાવેલા બધા જ વૈમાનિક જ થાય છે, માટે આયુષ્યના બંધ સમયે આનિયમ છે. સમ્યગદષ્ટિ છ શ્રીવીતરાગ પરમાત્માને પિતાને આદર્શ તરીકે દેવ માને છે. એક નકશા ઉપરથી વિદ્યાથી બીજે નકશે ચિતરે છે. એ જ રીતે સમકિતીએ શ્રીવીતરાગદેવને આત્માના આદર્શ તરીકે માને છે. શ્રીવીતરાગ પરમાત્માની
સ્તુતિ શી રીતે થાય છે?, પરામાનિ નં. ગુરૂ મહારાજ પણ આદર્શ રૂપ છે, અને સર્વજ્ઞકથિત ધર્મ પણ આદર્શરૂપ, એવી સમ્યગદ્દષ્ટિની માન્યતા હોય છે. આવી સુંદર વેશ્યાવાળાઓ વૈમાનિક થઈ શકે છે, અને આ લેગ્યામાં વૈમાનિકનું જ આયુષ્ય બંધાય છે. સમતિવાળો વૈમાનિક વિના બીજું આયુષ્ય ન જ બાંધે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com