________________
--
*
- -
-
-
-
-
--
--
--
---
-
-
--
--
*
*
*
દેશના-૩૪ સુવાનું, અને ૧૬ સાગરોપમ બીજે પડખે સુવાનું. આયુષ્યને આ રીતે એ દેવને ભગવટે છે. ૩૩ સાગરોપમ સુધી એક જ ક્ષેત્રમાં સ્થિતિ માટે તે ઉપપાતની મહત્તા છે. આવા પુદગલના પરિણમનને યોગે ત્યાં છે તેવા દેવપણે ઉત્પન્ન થાય છે.
પ્રથમના ચાર અનુત્તરમાં તથા પાંચમા સર્વાર્થસિદ્ધ-અનુત્તરમાં જે મુખ્ય ભેદ છે, તે જરૂર જાણવા જેવું છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલે જીવ એકાવતારી જ હોય છે. ત્યાંથી એટલે તદભવ મે ફગામી, એટલે ત્યાંથી અવીને જ્યાં અવતરે ત્યાંથી મેક્ષે જ જાય. એ પૂરીને અનુત્તરમાં આવે એ નિયમ નહિ, કેમકે એ એટલે જ્યાં ભવ લીધે એ ભવમાંથી મોક્ષે જ જવાનું નક્કી ! પ્રથમના ચાર અનુત્તર વિમાનના દેના છ ચ્યવને પરિમિત સંખ્યાતા ભવ પછી પણ મે જાય, ફરીને અનુત્તરમાં આવે પણ ખરા, છતાં તેમને પણ મોક્ષ નક્કી! નવરૈવેયક સુધીના છ માટે મોક્ષ નકકી છે. એમ કહેવાય નહિ. અનુત્તર વિમાનથી આગળ સિદ્ધશિલા ૪૫ લાખ જનની છે, તે નાની નથી, એ દેવના સ્થાન તરીકે નથી; શ્રીસિધ્ધભગવો અને સ્પર્શીને કાગ્રે રહેલા છે.
જીવની સાથે રહેનારી ભ. પુદગલ-પરિણમનને અંગે જાતિભેદે કરીને આ રીતિએ ભેદ જણાવ્યા. એકેન્દ્રિયને પૃથ્વીકાયાદિ જાતિમાં શી સ્થિતિ છે તે વિચારીએ. આહાર, શરાર, ઇન્દ્રિય અને શ્વાસશ્વાસ આ ચાર વસ્તુ જીવ માત્રને અંગે આવશ્યક છે. ચાહે સૂક્ષ્મ હેય, ચાહે બાદર હોય, તાત્પર્ય કે દરેક સંસારી જીવને આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ વિના ચાલે તેમ નથી, આહાર લેવાનું સામર્થ્ય તે આહાર પર્યાતિને ઉદય. તેજસૂ-કાર્મશુકાયોગે આહાર ગ્રહણ કરી શરીરપણે પરિણમાવાય છે.
પાણીમાં લુગડું પલળે, ભીનું થાય, પણ ધાતુ નાંખે, અને માનો કે તેમાં વીંટી ના ગી રાખે, કલાક સુધી રાખે તે શું તે ભીની થ ય?, અગર શું તે વીંટીને નીચેવાય?, તેમાંથી પાણીનું ટીપું પણ પડે?, કહેવું પડશે કે ધાતુ પણીને પકડે નહિ. ધાતુને પાણી વળગી શકે નહિ. એક સ્થલે એજ પાણીમાં લુગડું તથા વટી નાંખે, છતાં લુગડું પલળશે, વીંટીમાં પાણીને પ્રવેશ થશે નહિ. તેવી જ રીતે શ્રીસિદ્ધ ભગવન્ત જે સ્થલે વિરાજમાન છે, ત્યાં જ સૂક્ષ્મ-અપકાય, સૂક્ષ્મતેઉકાય, સૂમ-વાઉકાય, સૂક્ષમ-વનસ્પતિકાય છે. સૂક્ષ્મ–પૃથ્વીકાયાદિને તૈજસ કામણનો ઉદય હેવાથી તેઓ પુદગલ-ગ્રહણ કરે છે. સિદ્ધના જીવને તે સ્વભાવ નથી, કે કર્મ ગ્રહણ કરે. સૂક્ષ્મ કે બાદર, કોઈપણ પ્રકારને સંસારી જીવ તૈજસ કાર્મણવાળો હેવાથી તે તેના વેગે પુદગલો ગ્રહણ કરે છે, અને પરિણાવે છે. નિરોગી પણ ખેરાક ખાય છે, અને સંગ્રહણીના વ્યાધિવાળે પણ ખરાક ખાય છે; પણ સંગ્રહણીવાળાની જઠરાગ્નિ ખોરાકને પચાવી શકતી નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com