________________
[૧૬]
શ્રી અમોધ-દેશના-સંગ્રહ. નથી. એજ નિયમ આગળ પચેન્દ્રિય પર્યત સમજી શકાય તેમ છે. બેઈન્દ્રિયાદિ નું આથી આખા જગતમાં વ્યાપકપણું રહેતું નથી. માત્ર પાંચ સ્થાવર જ જગતમાં વ્યાપક છે.
કુંભીથી શરીર મોટું! પંચેન્દ્રિય જીવેના ચાર ભેદોમાં પ્રથમ નારકીને છે. ઉત્કૃષ્ટ પાપનાં વિપાકને ભોગવવાનું સ્થાન નરક છે. નરકમાંના જીવે તે નારકી. કદાચ તમે પૂછશે કેઃ “જીવને તમે નારકી કયારથી કહે છે? મનુષ્યગતિ કે તિર્યંચ ગતિમાંથી નીકળે ત્યારથી કે નરકમાં ઉપજે ત્યારથી? અહિંથી કઈ વસ્તુના ઉદયે એ જીવ ત્યાં ગયે? અહિંના આયુષ્યના છેલલા સમયથી જ નારકી. મનુષ્ય કે તિર્યંચનું પંચેન્દ્રિ આયુષ સમાપ્ત થયું કે બીજા જ સમયથી નારકી. નારકી મારીને ફરી નરકમાં ન ઉપજે. મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિયનું આયુષ્ય પૂરું કર્યું એટલે નરક તરફ પ્રયાણ કરનારો જીવ રસ્તામાં નરકાયુ ભોગવે છે. રસ્તાને સમય, બે કે ત્રણ સમય જેટલું છે. નરકાયુ અહિંથી ઉદયમાં આવે છે, એટલે પાપકર્મ અહિંથી જ ઉદયમાં આવે છે, પણ કાર્માણ શરીર સુખદુઃખના ભોગ વગરનું છે. વેદનીય કર્મનો ઉદય શરીરના સાધન વિના હેતું નથી. જીવ જે પર્યાપ્તિએ ભવિષ્યમાં પૂરી કરવાનું હોય તે તેને એક અપેક્ષાએ લબ્ધિ પર્યાપ્યો કહેવાય, અને જે ન કરવાનો હોય તે લબ્ધિ અપર્યાપ્યો કહેવાય.
ફરીને વિચાર, નારકના જી, નરકમાં જતાં, વચમાં નરકાયુ ભોગવે છે, છતાં સ્થલ શરીર ન હોવાથી વેદનાને અનુભવ હોતો નથી. દેવતાઓ ઉપજે ત્યાં અંતર્મહતમાં તે વધીને જોવા જેવા થઈ જાય છે. તેમ નારકી જીવ કુભીમાં ઉત્પન્ન થાય કે શરીર કુંભી કરતાં વધે. બાઈને પેટ કરતાં ગર્ભ માટે રહે તે શી દશા? ત્યાં તો ઔદારિક શરીર એટલે બાઈના શરીરને નુકસાન થાય, બાઈનું મે'ત થાય પણ નારકીની કભી વજની એટલે તેને કાંઈ અસર થાય જ નહિ. માટીનું પાત્ર, તેમાં દૂધ ગરમ મૂકયું હોય, અને ઢાંકણું સજજડ હોય તો ત્રુટી જાય, પણ તાંબાની હાંલ્લીમાં તેમ બને નડિ. નારકીઓ કુંભમાં ઉત્પન્ન થાય, કુંભી કરતાં શરીર માટે હેય, તેથી તે ડેરાડ પાડે, એટલે પરમધામીએ તેના શરીરના કટકા કરીને તેને બહાર કાઢે છે. એ કટકા પાછા પારાના કણીઆની જેમ ભેળા થઈ જાય છે. નારકી જીવની આ દશા છે. આ નારકીમાં પણ પર્યાપ્ત તથા અપર્યાપ્તા એવા બે વિભાગ છે.
તિર્યંચને અગે. તિર્યંચને પંચેન્દ્રિયના ત્રણ ભેદે. જલચર, સ્થલચર, બેચર જળચર પુદ્ગલેને જળચરરૂપે પરિણુમાવે છે. જલચર પણ પર્યાપ્ત અપર્યાપ્તા બે ભેટે છે. સમૂર્ણિમ જલચર પણ પર્યાપ્તા તથા અપર્યાપ્ત એમ બે ભેદે છે. નર-માદાના સંયોગથી ઉત્પન્ન થનારા જલચરે ગર્ભ જ કહેવાય છે. મનુષ્ય સ્ત્રીને ગર્ભાશયમાં મનુષ્યની તેમજ કીડાઓની પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com