________________
[૧૬૪] _
શ્રી અમલ-દેશના-સંગ્રહ. આલંબન વિના ચાલે? શબ્દો વાંચ્યા કે સાંભળ્યા વિના પ્રાપ્ત થતા સમ્યકત્વને નિસર્ગ સમકિત કહે છે. હવે જ્યારે એને ખ્યાલ થાય કે, આલંબનની આવશ્યકતા છે, એટલે આલંબનને આદર કરે છે જ. સૂક્ષ્મ નિગોદમાંથી અહિ સુધી તે અવાયુ, પણ હવે આલબન વિના એક ડગલું પણ ચાલે તેમ નથી, એમ થાય એ આત્મા આલંબન રૂપ દેવગુરૂની પૂજા, સેવા, ભક્તિ બહુમાન કરે, કરે અને કરે જ. જેને ક્ષાત્રવટનું મૂલ્ય છે, જેનામાં ક્ષાત્ર ખમીર છે. તે તલવારની પૂજા કર્યા વિના રહે? તલવાર સાધન છે. છતાં તેને પૂજેજ. ચકરત્ન સાધન છતાં ચક્રવર્તી જે તેને સ્વામી છે, તે તેનો મહત્સવ કરે છે ને! છ ખંડ કાંઈ ચક સાધતું નથી, સાધક તો ચક્રવર્તી છે. શ્રી જિનેશ્વરદેવની ભક્તિથી પૂર્વ સંચિત કર્મોનો ક્ષય થાય છે. કેવલજ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોનો ક્ષય કરવામાં, કેવલજ્ઞાન મેળવવામાં શ્રી જિનેશ્વરદેવની ભક્તિ, એ સાધન છે. જેનદર્શન એમ માને છે કે સૂક્ષ્મ એકેન્દ્રિયને જીવ તથા શ્રી સિદ્ધ ભગવન્તને જીવ, સ્વરૂપે સમાન છે, પરંતુ આવરણને ફરક છે, તે આવરણ દૂર કરનાર સાધન શ્રી જિનેશ્વર દેવની ભક્તિ છે. જે વિદ્યાથીઓને કલમ કેમ પકડવી તે પણ ન આવડે, તેમને માટે ધેરગમાં દાખલ થવું મુશ્કેલ છે. તેવી રીતિએ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચૌરિન્દ્રિય એ ચારેય જાતિના યદ્યપિ જીવે છે, સ્વરૂપે અનંતજ્ઞાનવાળા છે, પણ જ્ઞાનાવરણચાદિથી એવા અવરાયેલા છે, એવી સ્થિતિમાં મૂકાયેલા છે, કે તેઓ કેવલજ્ઞાન મેળવવાના માગ ઉપર આવી શકતા નથી. પંચેન્દ્રિયજ માત્ર તે માર્ગે ચઢી શકે છે. પંચેન્દ્રિયમાં પણ જે વ્યસનાદિની આધીનતાથી પરતંત્ર હોય, જે બીજી વ્યક્તિને આધીન હેઈ પરત હેય, તે પિતાનું કામ કરી શકતા નથી. દારૂડીઆથી કે કેદીથી દુનિયાનું દારિદ્ય ફીટે તેમ નથી. દેવતાઓ વિલાસમઝ છે, માટે પરાધીન છે, નારકીએ વેદનાની પરાકાષ્ઠા ભેગવવામાં જ સબડે છે, એટલે એમની વેદના, પરાધીનતાની પરાકાષ્ઠા તે ત્રાસદાયક છે. એ જીવને તે મેક્ષના માર્ગની કલ્પનાને પણ અવકાશ કયાં છે? તિર્યંચની પરાધીનતા તે પ્રત્યક્ષ છે. મોક્ષમાર્ગ માટે કેવલ મનુષ્યજ પ્રયત્ન કરી શકે છે.
કમનશીબીની પરાકાષ્ઠા ! મનુષ્યમાં પણ સમુચિઠ્ઠમ મનુષ્ય થાય તે? લેંપમાં સળગેલી દોરડી આકારે દોરડીજ દેખાય, પણ જરા ધક્કો વાગતાં રાખ ખરી પડે, તેમજ ગર્ભજ મનુષ્યનાં થુંક, લેહી, રૂધિર, વિષ્ટાદિ મલીન અશુચિ પદાર્થોમાં સંમુર્ણિમ મનુષ્ય ઉપજે છે. આકાર ગર્ભનેજ પણ જાતિએ સમુચ્છિમ! મનુષ્ય ગતિનું નામ કર્મ છે, પંચેન્દ્રિય જાતિને પણ નામ કર્મમાં ઉદય છે, પણ એવી વિચિત્ર કમનશીબી છે, કે એવી વિચિત્રતા બીજા કઈમાં નથી. સૂક્ષ્મમાં બાદરમાં વિકસેન્દ્રિયમાં સમુચ્છિમ ખેચરાદિકમાં જે કમનશીબી નથી, તેવી કમનશીબી અહિં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com