________________
નાના-.
તેથી તે તેમને ચાદ સ્થાનકીઆ જીવ કહેવામાં આવે છે. મૂર્છાિમની ઉત્પત્તિ માટે જલચર, ખેચર ગર્ભ જ, બેચરાદિ વગેરેની અશુચિમાં એ નિયમ નહિ, પણ મનુષ્ય ગતિમાં તે એ નિયમજ છે કે ગર્ભજ મનુષ્યના ચૌદ અશુચિ સ્થાને માં, એ ચૌદ અપવિત્ર પદાર્થોમાં જ સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થાય, અને પર્યાપ્ત ન જ થાય. તિર્યંચ ગતિના સંમૂર્ણિમ
છો તે પોતાને લાયકની પર્યાપ્તિ પૂરી કરી પણ શકે છે, પરંતુ સંમૂર્ણિમ મનુષ્યો કદી પણ પર્યાપ્ત થઈ શકતા નથી. પર્યાપ્તિ પૂરી કરી શકે તેટલો વખત તે બીચારાએ જવીજ શકતા નથી, તેથી તેને એકજ ભેદ અને તે અપર્યાપ્તા પણાને. ગર્ભજ મનુષ્યમાં ઉત્કૃષ્ટમાં ઉતકૃષ્ટ સંખ્યા લઈએ તે બત્રીશ આંકથી વધારે ન જાય. આંક એટલે શું?, એકમ, દશક સે એમ ગણતાં લાખના છ આંક, તે રીતે બત્રીશ આંકની સંખ્યા સમજવી. એકના બે બેના ચાર, ચારના આઠ એમ છ— વખત બમણાં બમણું કરતાં જાય અને જે સંખ્યા આવે તેટલી સંખ્યા ગર્ભજ મનુષ્યની આખા અઢીદ્વીપમાં સમજવી. સંમૂચ્છિમની ઓછામાં ઓછી સંખ્યા અસંખ્યાતાની સમજવી. અસંખ્યાતા ઉપજે છતાં તેમાં એક પણ જીવ પર્યાપ્યો થઈ શકે નહિ, પૂરી પર્યાપ્તિની પ્રાપ્તિ પર્યત જીવી શકે નહિ, એવી એમની કમનશીબી છે. ભાષા-વર્ગણાના પગલે ગ્રહણ કરવા સમયે સામર્થ્ય ટકતું નથી. સમૂર્ણિમ-મનુષ્ય અપર્યાપ્ત જ હોય. મનુષ્યના ૩૭ ત્રણસેં ત્રણ ભેદ કહ્યા છે. પન્નર કર્મભૂમિના, ત્રીશ–અકર્મભૂમિના, તથા છપ્પન–અંતરદ્વીપના એમ એકસે અને એક ભેદ. તેમાં ગર્ભજમાં પર્યાપ્ત તથા અપÍતા એટલે ૧૦૧૪૨=૨૦૨ થયા, તથા સંમૂર્ણિમ મનુષ્ય માત્ર અપર્યાપ્તા હેવાથી ૨૦૨+૧૦૧ =૩૦૩ ભેદ થયા, સંમૂર્છાિમ મનુષ્યની ઉત્પત્તિ અઢીદ્વિીપની બહાર નથી. કારણકે ગર્ભજ મનુષ્યનાં દુર્ગધિ અવયવો બીજે હેય નહિ માટે સંમૂર્ણિમની ઉત્પત્તિ બીજે કયાંથી હોય? ગર્ભજ મનુષ્ય માટે પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા બને ભેદ છે.
યુગલિકમાં પણ બે ભેદ પર્યાપ્તા. અપર્યાપ્તા. આકર્મભૂમિરૂપ-યુગલિક-ક્ષેત્રમાં જવા છતાં અભાગીઆઓના ભાગ્યમાં યુગલિકપણું હતું નથી. ગર્ભમાં નવ લાખ જીવ ઉત્પન્ન થાય, તેમાંથી તૈયાર માત્ર બે થાય, બે જન્મવા પામે બાકી ૮૯૯૯૮ બધા મરી જાય. પર્યાપ્તા થવાને વખત માત્ર બે જીવનેજ આવે; બાકીના તમામ અપર્યાપ્ત અવસ્થામાં જ મરી જાય. અકર્મભૂમિનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું છે. આવા આયુષ્યવાલા સ્થાને જવા છતાં સરવાળે ૦ શૂન્ય', કાણું હાંદલી કયારે ભરાય, અર્થાત્ ભરાતી નથી જ. દરેક દેવતાના ભેદમાં પર્યાપ્તા, તથા અપપ્તા એવા બે ભેદ છે.
અત્યંત પુણ્યને વિપાક ભોગવવાનું સ્થાન સ્વર્ગ છે. દેવલોકમાં પણ શકિત મેળવનારા અને મેળવેલી હોય તેવા એટલે કે પર્યાપ્તા તથા અપર્યાપ્તા બે ભેદ તે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com