________________
[૧૭]
--
-----
-----
-
- -
-
-
-
અમેધ-દેશના-સંગ્રહ. ભવનપતિમાં પહેલા અસુરકુમાર ભવનપતિ તે બે પ્રકારે પુદ્ગલે પરિણુમાવે છે. એક તે પર્યાપ્તા તથા બીજા અપર્યાપ્તા, ભાષા અને મન દેવતામાં ભેળાં છે. મનુષ્યમાં તથા તિર્યંચમાં ભાષા પર્યાતિ તથા મન:પર્યાપ્તિ જુદી ગયું છે સ્વતંત્ર ગણે છે, એ પર્યાતિનું નામ ભાષા-મનઃ પર્યાપ્તિ છે. સૂર્યાભદેવાદિ પાંચ પ્રકારે પર્યાપ્તભાવને પામે છે. મનુષ્યથી દેવતામાં એ શક્તિ, અધિક. જે શક્તિ ભાષામાં કામ લાગે છે, તેજ શક્તિ મનના પગલે લેવાના કામમાં લાગે છે. મનુષ્ય, હાથી, ઘેડાને શ્રવણેન્દ્રિય જૂદી છે. સાપને કાન એજ આંખ, આંખ એજ કાન છે. સાપ માટે ચક્ષુનું નિર્માણ છે, તે જ શ્રોત્રનું નિર્માણ છે. જુઓ કેષ કાવ્યમાં એને ચક્ષુવા કહેલા છે. દેવતામાં પણ જે શક્તિ ભાષામાં તેજ શક્તિ મનના પગલે લેવામાં કામ કરે છે. શકિતઓ બે છતાં ભેળી ગણીને તેને ભાષા મન પર્યાપ્તિ કહી છે. એકજ સ્થાને બે કાર્ય કરે છે. દેવતા પાંચ પર્યાપ્તિએ પર્યાપ્ત. અસુરકુમારમાં કેટલાક પર્યાપ્તા કેટલાક અપર્યાપ્ત છે. આ ભેદ અસુરકુમાર એકલાને? તકૌડીન્ય ન્યાયે બીજાના બે ભેદે કહ્યા નથી એમ નહિ. કૌડિન્ય નામને બ્રાહ્મણ હતે. ‘તકકૌડિન્ય ન્યાયે આપજે, કહેવાથી બધા બ્રાહ્મણને આપવાની સુચનાનુસાર કેને દહિં આપવું અને કેને છાશ આપવી તે નક્કી છે. ભવનપતિના દશ ભેમાં, યાવત્ સ્વનિતકુમાર એ દશમે ભેદ છે, ત્યાં સુધી દરેકમાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત એવા બે ભેદ લઈ લેવા. વ્યંતરમાં, પિશાચમાં યાવત્ ગંધર્વમાં એ બે ભેદે સમજી લેવા. તિષીઓનાં ચંદ્ર વિમાનમાં યાવત તારાના વિમાનમાં એ બે ભેદ સમજી લેવા. બારેય દેવલોકમાં પણ છે બે ભેદ છે. નવરૈવેયકમાં પણ બે ભેદ છે. અનુત્તરમાં યાવત્ અપરાજીત સુધી બે ભેદ સમજી લેવા. પાંચમું સર્વાર્થસિદ્ધ વિમાન એટલે તે નાની મુક્તિ ! જયાં સર્વે પદાર્થોનાં સુખની સિદ્ધિ છે. ત્યાં પણ બે ભેદો છે, હવે પુદ્ગલેનાં વિભાગ પરિણામને અંગે અગ્રે વર્તમાન.
? દેશના–જર
जे अपनत्ता सुहुमपुढवीकाइय एगिदियपयोगपरिणया ते ओरालियतेयाकम्मगसरीरप्पयोगपरिणया, जे पज्जत्ता सुहुम० जाव परिणया ते ओरालियतेया०, एवं जाव चउरिंदिय पज्जता, नवरं जे पज्जत्तबादरवाउकाहय एगिदिय पयोगपरिणया ते ओरालियवेउवियतेयाकम्मसरीर जाव परिणता, सेसं तं चेब,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com