________________
દેશના-૩૮.
ઉત્પત્તિ છે ને! ગર્ભાશયમાં વ્યાધિ થાય. તે સડે ત્યારે કીડ ઉત્પન્ન થાય છે, અને એ જ ગર્ભાશયમાં પુત્ર કે પુત્રીની ઉત્પત્તિ થાય છે. છ પુદગલ લઈ પરિમાવે તેવું પરિણમન થાય છે, માટે ત્યાં સ્વભાવ કામ ન લાગે, નહીંતર ગાંડી માના ગાંડા, અને ડાહી માના ડાહ્યા થવા જોઈએ. ગર્ભાશયમાં નામાકર્મના ઉદયે જે જીવ ઉત્પન્ન થાય તે નામકર્મને ઉદયાનુસાર તેવાં પુદ્ગલે ગ્રહણ કરે, તથા તે રૂપે પરિણમાવે છે. ગર્ભવ્યુત્ક્રાંતિમાં પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા બે ભે પડે છે. સ્થલચરમાં ચતુષ્પદ, ભુજપરિસર્પ તથા ઉરપરિસર્પ એવા ત્રણ ભેદ છે. ચતુષ્પદમાં પણ સંમૂર્ણિમ તથા ગર્ભ જ એવા બે પ્રકાર છે અને તે દરેકમાં પર્યાપ્ત તથા અપર્યાપ્તા એવા બે ભેદ છે. એજ મુજબ ભુજ પરિસર્પ તથા ઉરપરિસર્ષ માટે સમજી લેવું. ખેચર માટે પણ એ જ રીતે સમજી લેવું. હવે મનુષ્યના ભેદને અંગેનું કથન અગ્રે વર્તમાન.
છે દેશના-૩૯ ? Hammaamaan!
समुच्छिममणुस्सपंचिदियपुच्छा, गोयमा ! एगविहा पन्नता अपज्जत्तागा चैत्र
જેનેને મોક્ષ સાંકડે નથી
શ્રી ગણધર મહારાજાએ, શાસનની સ્થાપના માટે રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદેશામાંને પુદગલ–પરિણામ નામે અધિકાર ચાલુ કરતાં જણાવે છે કે સ્વરૂપે તમામ છ સરખા છે. સ્વરૂપ દષ્ટિએ જેવો સૂક્ષ્મ એકેન્દ્રિયને જીવ તેજ સિધ્ધ મહારાજનો જીવ છે. જીવ માત્ર સ્વરૂપે સમાન છે. સમ્યકત્વની શરૂઆત અહિંથી જ થાય છે, અને તે એ છે કે “તમામ જીવ સ્વરૂપે સમાન છે' એ માન્યતામાં સમ્યકત્વની જડ છે. ઈતરે પિતા પોતાના નિયત દેવ, ગુરૂ, ધર્મને માને છે, પણ તેમાં હેત સ્વર્ગ પ્રાપ્તિ અને સંસારિક સુખ મેળવવાને છે.
આ જીવ જ્ઞાનાવરણયાદિ આઠ કર્મોથી ઘેરાયેલું છે. એ કર્મોને નાશ કરવાને તથા આત્માને જોતિ સ્વરૂપ બનાવવાનો હેતુ જૈનદર્શનમાં છે, તેથી જેઓએ કર્મોને નાશ કર્યો છે, જેઓએ પિતાના આત્માને તિ સ્વરૂપ બનાવ્યું છે, તેઓએ કર્મ નાશને, આત્મ સ્વરૂપ પ્રાપ્તિનો માર્ગ બતાવ્યું છે, તેમને જેને દેવ માને છે. તેથી જ સુદેવ, સુગુરૂ, સુધર્મ માનવામાં સમક્તિ છે. જેનરન તે ઈરછે છે કે તમામ છ સમકિતી થાય, કારણ કે જૈનદર્શને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com