________________
દેશના-૩૬.
[૫૩]
દેવલોકમાં વિમાનની ભૂમિઓ આધારભૂત, છતાં ત્યાં વિકસેન્દ્રિય છે ઉત્પન્ન થતા નથી. દેવલોકમાં દુર્ગધ ન હોય, પણ દશે દિશા સુગંધિ કરી દે તેવી ઉત્કૃષ્ટ સુગંધ ત્યાં હોય છે. પુણ્યવિપાક ભેગવવાનું સ્થાન હોવાથી, ત્યાં સુગંધજ હોય. કેઈને તર્ક થાય છે ત્યારે શું તે જ ચૌદ રાજલકમાં વ્યાપક ન હોય તેમાં આશ્ચર્ય નથી? વિકલેન્દ્રિયોથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવ આધારે રહેનારા હેવાથી, તેઓ સર્વ જગ્યાએ ન માનીએ, તેમાં અડચણ નથી.
સૂક્ષ્મ એટલે ?
બાદરપૃથ્વીકાયાદિ વ્યાઘાત કરનારી ચીજને વ્યાપક તરીકે ન માની શકાય. પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાઉ, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિકાય વ્યાઘાત કરનારા છે. મધ્યમ ગંધની જેમને જરૂર નથી એવા આધાર વગર રહી શકનારા પાંચે સૂક્ષ્મ પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ચૌદરાજકમાં વ્યાપેલા છે. આધારની દરકાર સ્કૂલને હેય, અને પતનને ભય પણ સ્કૂલનેજ હોય છે. સૂક્ષ્મને તેવી પતનાદિની દરકાર કે તેવો ભય હેતો નથી. સૂર્યોદય વખતે જાળીયામાં ઝીણા ઝીણા કણીઆ તડકામાં (સૂર્યના પ્રકાશમાં) ઉડતા દેખાય છે. કહે કે એ કણીઓને પડવાનો ભય છે, એ કણીઆમાં કેટલાક આમ જાય છે, અને કેટલાક તેમ જાય છે. વાયરે હોય તે જુદી વાત, નહીં તો એક પ્રકારની તેમની ગતિ નથી; પણ બારીક હોવાથી તેઓની ગતિ અનિયમિત છે.
આ તે સ્કૂલના નિર્ણયમાં અન્ય મતવાલા થાકયા, એટલે તેઓએ જાળીઆના તેજમાં દેખાતા અણુના ત્રીશમા ભાગે પરમાણુ કહ્ય. વર્તમાન વિજ્ઞાનની શોધે તે કણીઆના બે. કોડ ઉપર કટકા, યંત્રથી હાલમાં નક્કી કર્યા છે. પેલા બીચારા અષીઓ, યોગીઓ, સ્થાની કહેવરાવનારાઓની દષ્ટિ માત્ર ત્રીશમા ભાગ સુધી જ પહેાંચી! એમણે તે કહ્યું છે કે
जालान्तरगतेभानौ, यत्सूक्ष्म दृश्यते रजः तस्य त्रिशत्तमो भागः, परमाणुः प्रकीर्तितः । १॥
જેમાં વપરાતે “અસંખ્યાત” કે “અનંત” શબ્દ સાંભળી ઈતરે ઉપહાસ્ય કરે છે, પરંતુ પરમાણુને સમજવા માટે લક્ષણ જ એ છે કે, અનંતા સૂક્ષ્મ પરમાણું એકઠા થાય, ત્યારે વ્યવહારિક પરમાણુ થાય, ત્યાર પછી અનંતાનંત વ્યવહારિક પરમાણુથી રજ, ત્રસ, રેણુ બને છે. જેમાં રૂપમાં સાચા નથી કરતા, તેઓ અરૂપીમાં કયાંથી સાચા કરવાના છે?
દરેક જીવને ચાર પર્યાપ્તિ હોય
સૂક્ષ્મને કશાની અસર થતી નથી. કાચ અજવાળાને વ્યાઘાત પ્રત્યાઘાત ન કરે, તેમ અજવાળું કાચને વ્યાઘાત પ્રત્યાઘાત કરી શકતું નથી. સૂક્ષ્મને જેમ બીજાની અસર નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com