________________
[૧૬]
શ્રીઅમલ-દેશના–સંગ્રહ. સૂક્ષ્મ તથા બાદરની સમજણ. આખા જગતમાં જે જે જીવે વ્યાપેલા છે, તેમાં પૃથ્વીકાયના નામ કર્મના ઉદયવાળા હોય તે જે પુદગલે ગ્રહણ કરે તે જે તે પુગલોને પૃવીકાયપણે પરિણાવે આવું આવું પરિમન બધા પ્રકારના જેને અંગે છે, પણ અહિં વાત પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધીની છે. કેમકે સૂક્ષ્મ તથા બાદરને વિષય છે. એકેન્દ્રિય વિના સૂક્ષ્મ તથા બાદર એવા બે ભેદ બીજે નથી. પૃથ્વીકાયથી વનસ્પતિકાય પર્યંતના જીવોને સ્થાવર જ કહેવામાં આવે છે. બેઈદ્રિયથી પચેન્દ્રિય સુધીના તમામ જીવેને ત્રસ એટલે હાલતા ચાલતા જીવો કહેવામાં આવે છે.
આહાર, શરીર, ઈન્દ્રિય શ્વસેવાસ એમ ચાર પર્યાપ્તિ દરેક જીવને હેય. ચાર પર્યાપ્તિ જે જીવો પૂરી પામી ચૂકયા હોય તે પર્યાપ્તા કહેવાય, અને બાકીના અપર્યાપ્તા કહેવાય. પૃથ્વીકાયપણામાં ઉત્પન્ન થયા છતાં શરીર, ઇન્દ્રિયે શ્વાસોશ્વાસની તાકાત મેળવી નથી તે અપર્યાપ્તા. નવે જીવ ઉત્પન્ન થાય તે એકદમ બધી શક્તિ મેળવી શકે નહિ. પર્યાપ્તા તથા અપર્યાપ્તા એ બેય ભેદ, સૂક્ષ્મ તથા બાદર બન્નેના જાણવા. પૃથ્વીકાયથી વનસ્પતિકાય પર્યત સૂક્ષ્મ બાદર તેમાંય પર્યાપ્તા તથા અપર્યાપ્તા એ રીતે દરેકના ચાર ચાર ભેદ જાણવા. અનંતા કે અસંખ્યાત-જીવોના અસંખ્યાતા શરીર ભેગા થાય તે ચર્મ ચક્ષુથી દેખાય નહિ, તેવા જીવા સૂક્ષ્મ કહેવાય. ચર્મ ચક્ષુથી શરીરપણે દેખાય તે બાદર કહેવાય. પૃથ્વીકાયથી વનસ્પતિકાવ સુધી આ રીતે વીશ ભેદો થાય. વાયુકાય કે જેને સ્પર્શ જણાય છે, તે વાયુકાય બાદરમાં ગણાય.
પર્યાપ્તા તથા અપર્યાપ્તા કેને કહેવા? સ્થાવરને અંગે જેમ પર્યાપ્ત તથા અપર્યાપ્તા એવા ભેદ પડે છે, તેમ તે ભેદે ત્રસમાં પણ રહેલા છે. બેઈન્દ્રિય જીવોમાં પણ શક્તિ મેળવેલી હોય તેવા (પર્યાપ્તા), તથા શક્તિ મેળવતા હોય તે (અપર્યાપ્તા) એમ બે પ્રકાર છે. ભમરીઓ કીડાઓને લાવીને માટીમાં ઘાલે છે, પછી ડંખ દે છે, એટલે પેલા કીડાએ ભમરી બની જાય છે. ત્યાં “ભમરી થતી અને ભમરી થઈ એમ બે ભેદ સ્પષ્ટ છે ને! વિકલેન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય)માં પણ પર્યાપ્તા તથા અપર્યાપ્તા બે પ્રકાર સમજવા. જે જીવેએ શકિત મેળવેલી છે તે પર્યાપ્તા, અને મેળવી નથી, મેળવતા છે તે અપર્યાપ્યા. આહારાદિ પતિઓ વિગેરે શકિતઓ અનુક્રમે મેળવાય છે.
વૈક્રિય-શરીર એ અનંતગુણ સજાના ભગવટા માટેનું સાધન છે. પંચેન્દ્રિય માં નારકી જન્મે ત્યારથી જ વૈકિય પગલે લેવાની તાકાતવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com