________________
-
-
[૧૩૬]
શ્રીઅમોધ-દેશના–સંગ્રહ.
ઉત્કાન્તિ ક્રમ કરવામાં આવેલાં કર્મોને ભેગવટો બે પ્રકારે થાય છે. તેમાં સમજણ પૂર્વક નિર્જરા કરીને, દુઃખ ભોગવીને પણ પ્રથમનાં બાંધેલાં કર્મો ગવાય જ છે. જેલની સજા જેટલી ભોગવાય, તે થયેલી સજામાંથી તો કપાય જ છે, તેમજ બંધાયેલું પાપ, ફલ રૂપે જે ભોગવાય તે તે તૂટેજ. આ રીતે જૂનાં કર્મો તૂટે, નવાં કર્મને એ બંધ થાય તેથી આગલ વધવાનું થાય, એટલે કે ઉત્ક્રાંતિ થાય. એકેન્દ્રિયમાંથી આ રીતે જીવને બેઈન્દ્રિય જાતિમાં જવાનું થાય. એકેન્દ્રિય જીવને માત્ર સ્પર્શનું જ જ્ઞાન હતું, તે હવે રસના (જીભ-વિષયક) જ્ઞાન પુરતો ક્ષયે પશમ વધ્યો. રસના (જીભ) વગરનું શરીર હોય, પણ શરીર વગર જીભ હેય નહિ. બેઈન્દ્રિયમાંથી ઉપર જણાવ્યા મુજબની અકામ નિર્જરાના યોગે જીવનું તેઈન્દ્રિયમાં ઉપજવું થાય. ત્યાં ગંધના જ્ઞાનને ક્ષયોપશમ વળે. એકેન્દ્રિયથી બેઈન્દ્રિયમાં અનંતગુણ ક્ષપશમ તથા બેઈન્દ્રિયથી તેઈન્દ્રિયમાં અનન્તગુણે ક્ષયે પશમ સમજ. શરીર તથા જીભ હોય પણ નાસિકા ન હોય તે બને, પણ માત્ર નાસિકા હોય અને શરીર તથા જીભ ન હોય એ જીવ ન મળે; આ રીતે પચેન્દ્રિય પર્યત સમજી લેવું.
“પંચેન્દ્રિયોના વધથી નરકમાં જવાય એમ શાથી? શાસ્ત્રકારે પંચેન્દ્રિય જીવના વધના વિપાક ફલમાં નરકગતિ જણાવી. પ્રાણને નાશ તે એકેન્દ્રિયમાં, વિકલેન્દ્રિયમાં તથા પંચેન્દ્રિયમાં સરખો જ છતાં, પંચેન્દ્રિયના વધથી નરકગતિ શાથી?, એક જ હેતુ કે પચેન્દ્રિયને વધ એટલે કેટલા સામર્થ્યનો નાશ?, સાધુની હત્યાથી દુર્લભધિ થવાય છે. દશ પ્રાણુ તે બીજા પંચેન્દ્રિયને પણ છે, સાધુની હત્યાથી પાપના પ્રમણમાં, ફલના વિપાકમાં આટલી હદે વધારે કેમ?, કારણ કે સાધુએ આત્મશક્તિ વધારે કેળવી છે. છ કાય જેની હિંસાને સાધુએ કાયમ માટે ત્યાગ કર્યો છે. દુનિઆ છેડી, કુટુંબ કબીલે છોડ્યાં, સુખ સાહ્યબીને ત્યાગ કર્યો, શરીરની સ્પૃહા નથી રાખી, આ બધું શા માટે ?, છ કાયની રક્ષા માટે. પાંચ મહાવ્રતની પ્રતિજ્ઞાઓ જીવનભરને માટે સ્વીકારવાનો હેતુ એજ છે. સાધુની દયા વીસ વસાની ગણાય છે. એની દયામાં સ્થાવર, બસ, અપરાધી,નિરપરાધી, તમામ આવી ગયા. એવીરીતે ભક્તિને અંગે પણ ઉચ્ચ ઉચ્ચ શક્તિ પાત્રને હિસાબે વધારે લાભદાયક છે.
શ્રાવકની પ્રતિજ્ઞા કેટલી? શ્રાવકની દયા સવા વસાની છે. એની પ્રતિજ્ઞા કેટલી?, “ત્રસ જીવને, નિરપરાધીને, નિરપેક્ષપણે ન મારૂં.”
સાપ પણ મનુષ્ય કે જનાવરને શોધી શોધીને મારવાનું કામ કરતું નથી. કેઈ અથડામણમાં આવે તે તેને તે ડંખે છે. શ્રાવકની પ્રતિજ્ઞામાં પણ એજ નિયમ કે પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com