________________
દેશના ૩૩.
મન, વચન, શ્વાસે શ્વાસ પુલો ગ્રહણ કરે, વિસર્જન કરે પણ ધારણ કરે નહિ.
શ્રી ગણધર મહારાજાએ, શાસનની સ્થાપના માટે ભવ્યત્માઓના ઉપકાર માટે રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ-શ્રીભગવતીજી-સૂત્રના આઠમા શતકના પહેલા ઉદ્દેશાને પુદગલપરિણામને અધિકાર ચાલી રહ્યો છે. હવે સંસારી જીવનમાં પણ એકેન્દ્રિયાદિ પંચેન્દ્રિય સુધીના પાંચ ભેદ છે, તેમાં ખરું કારણ પુદગલેના પરિણમનનું છે. કલમ સારી હોય કે નરસી હેય, પણ નાનું બાળક શાહીને તથા કલમને ઉપગ લીટાં કરવામાં જ કરે, તેમ જ જીવેને એકેન્દ્રિયનામ કર્મને ઉદય હોય, તે છે જે પુદગલે ગ્રહણ કરે, તેને એકેન્દ્રિય શરીરપણે પરિણુમાવે છે. જે જલ આપણે પીએ છીએ, તેજ પશુ પક્ષી પણ પીએ છે, તેજ જલથી વૃક્ષે, અને વેલડીએ સિંચાય છે, જલ એક જ પણ પરિણમન ભિન્ન ભિન્ન થાય છે. ધાન્યને અંગે, ખોરાકને અંગે મનુષ્ય, તિર્યંચ કે કીડી તમામ એજ ખેરાક લે છે, છતાં પરિણમન પિત પિતાની જાતિ, ગતિ અનુસાર થાય છે. પુદગલનું પરિણમન જેમ પાંચ ઈન્દ્રિય ને અંગે જણાવ્યું છે, તેમ મન, વચન, શ્વાસે શ્વાસને અંગે પુગલ પરિણમન છતાં છ, સાત આઠ ઈન્દ્રિય એવા ભેદ કેમ નહિ?, ભાષા વર્ગણાનાં પણ પુદ્ગલે તે છે, અને જનાવર, આર્યો, અને અનાર્યો તમામ એજ પુદગલે લઈને ભાષાપણે પરિણાવે છે. તે જ રીતે જઘન્ય, મધ્યમ, ઉત્તમપરિણામવાળા પુદગલે લઈને, મન રૂપે પણ પરિણામાવાય છે. તર્ક કરનાર તર્ક કરે છે કે મન, ભાષા તથા શ્વાસ-શ્વાસમાં પણ પગલ–પરિણમન છતાં, તેને ઇન્દ્રિયેના ભેદની સંખ્યામાં કેમ ન ગણ્યાં, ઈન્દ્રિયના પુદ્ગલે પરિણાવ્યા પછી ઈન્દ્રિયેથી ધારણ કરાય છે, પણ તેને વિસર્જન નથી કરતા,
જ્યારે મનમાં, ભાષામાં તથા શ્વાસોશ્વાસમાં પુદ્ગલે ગ્રહણ થાય છે, પરિણમવાય છે, પણ ધારણ કરવામાં આવતા નથી; અર્થાત વિસર્જન કરાય છે. ત્યાં પુલનું સ્થાયીપણું ન હોવાથી, એને ઈન્દ્રિયના પુદ્ગલ પરિણમનના ભેદની જેમ ભેદમાં ગણ્યાં નથી. પુદગલનું ગ્રહણ કરી ધારણ કરનારા એકેંદ્રિયાદિ પાંચ જાતિની અપેક્ષાએ પ્રગ–પરિણત પુદ્ગલેના પાંચ પ્રકાર છે.
ગ્રહણ સૂર્ય-ચંદ્રનું થાય છે, તારા નક્ષત્રાદિનું થતું જ નહિ.
જગને સ્વભાવ જુઓ! તારા કે નક્ષત્રનું ગ્રહણ સાંભળ્યું છે?, કહેવું પડશે કે ના. સૂર્ય તથા ચંદ્રનું જ ગ્રહણ હોય છે. મંગલનું, અને બુધનું ગ્રહણ જોયું, ના. તારા, નક્ષત્રાદિની ગણના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com