________________
દેશના-૩૩
[૧૪૧]. ” , “બહુવેલ સંદિરાહુ' ઇત્યાદિનું રહસ્ય.
પૈષધ ઉચ્ચરતી વખતે બહુવેલ સંદિસાહુ,' તથા બવેલ કરશું” એવો આદેશ માંગે છે, તેનું રહસ્ય સમજશે ત્યારે તમને આત્મ-અણ સમર્પણ એ વસ્તુનું ખરૂં તત્ત્વ સમજાશે. ત્યાં પૌષધમાં પ્રવેશ કરનાર ગુરૂને એમ કહે છે, કે આ કાયા આપને અર્પણ કરું છું. તેથી તેના ઉપર હવે મારે કશે હકક નથી. આ કાયાથી થતી ક્રિયા પ્રત્યે તમારે હક છે. આપની આજ્ઞા વિના એક પણ ક્રિયા હું કરી શકું નહિ. તેમાં આંખનો પલકાર થવે, શ્વાસ લે, અને નાડીનું સંચાલન થવું વિગેરે ક્રિયાઓમાં પણ યદ્યપિ આપશ્રીને પૂછવું જ જોઈએ, પણ એ ક્રિયાઓ એટલી બધી સૂક્ષ્મ છે, કે દરેક વખતે આપશ્રીને પૂછવું અશક્ય હાઈ પ્રથમથી આપની રજા માંગી લઉં છું. “બહુવેલ સંદિસાહુ, અને બહુવેલ કરશું” એ બે આદેશમાં તે અશકય પ્રસંગો માટે રજા માંગેલી છે.
સમર્પણ-રહસ્ય. જે પહેલે આદેશ માંગે છે, એમાં “બહલ કરશું એવી જે પછી રજા માંગવાની છે, તેની પણ રજા માંગવાને “બહુવેલ સંદિસાહુ આદેશ માંગે છે. રજા માંગવી તેની પણ રજા માંગવાની છે. “રજા માંગું ?” એ માટે પણ મને રજા આપો.” કહે કે કેવલ સમર્પણ છે. જે મીલકતમાં રીસીવર હોય, તેમાંથી રોજને ખર્ચ ઉપાડવા માટે બંધારણ હોય, તે મુજબ ખર્ચની રકમ વગર પૂછયે મળે જાય; કેમકે રીસીવરે જ એ બંધારણ કાયમ માટે નકકી કર્યું છે. અહિ પણ બહલ કરશું” એ આદેશ માં એમાં એ મુજબ બંધારણ સમજી લેવું. કોર્ટમાં હુકમનામા માટે પણ રજા માંગવામાં આવે છે જેમકે ઉપલી કોર્ટમાં અપીલ કરવી હોય, તે પણ નીચલી કેટની રજાથી જ થઈ શકે છે. એ રીતે પૌષધમાં “બહુલ સંદિસાહ” નામના પ્રથમ રજા માંગવારૂપ આદેશની માંગણ, સૂક્ષ્મ-ક્રિયાદિ માટે બહુવેલ કરશું” નામના આદેશની માંગણી માટે છે.
રજા માંગવી, રજા માંગવાની રજા માંગવી એવું બંધારણ રજા માંગનાર માટે છે, પણ રજા માંગી માટે ગુરૂએ રજા આપવી જ એમ નથી. કેટમાં તો તમે કેસ કરો છે, એટલે કેસ ચલાવવાની રજા માંગે છે, પણ કેર્ટ તરફથી તેને ચૂકાદે અગર હુકમ ગમે તે પણ અપાય જ છે, કારણકે કેર્ટ પ્રજાને ચૂકાદ આપવા બંધાયેલી છે. અહિં તેમ નથી ઈચ્છાકારી” તથા “ઈચ્છાકારેણું શબ્દ પ્રયોગ એ સૂચવે છે, કે રજા માંગનાર એકરાર કરે છે, હું રજા માંગું છું પણ “આપ રજા આપ જ એવું મારું દબાણ નથી. “ઈચ્છા હોય તે રજા આપ' કહેવાનું તાત્પર્ય એ છે કે શરીર પણ સમર્પણ થાય છે. સ્પંડિત જવું વગેરે મોટી ક્રિયામાં તે દરેક વખતે રજા માંગવાનું શક્ય છે, પણ આંખના પલકારા માટે અશકય હેવાથી તેની રજા, બે ધારણીય રીતિએ, પ્રથમથી માંગી રાખવામાં આવે છે. ભાડુતથી ઘરમાં ફેરફાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com