________________
[૧૩૪]
શ્રીઅમોઘ દેશના–સંગ્રહ. પહોંચાડવી પડે છે, અને પછી તે પદાર્થ બતાવાય છે, તેમ અનુત્તરવિમાન આગળ સિદ્ધશિલા સિવાય કઈ ચીજ નથી, અને તેથી કરીને તે સિ ને ઓળખાવાય છે.
સિદ્દો કયાં અને શી રીતે રહ્યા છે? અઢીદ્વીપ ૪૫ લાખ જન લાંબે હળે છે, અને તેમાં સિદ્ધ શિલા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ૪૫ લાખ જનની છે. સિદ્ધશિલા ઉપર એક જન આવે ત્યારે લેકને છેડે આવે. આમાં પાંચ ભાગ નીચેના બાદ થાય, અને તે પછી છ ભાગમાં તમામ સિધ્ધો રહેલા છે. લાકડાની કાચલીઓ પાણીમાં ડૂબાડયા પછી પણને જેમ લાકડાને છેડે તથા કાચલીને છેડે સરખા છે, તેમ સિદ્ધ લેકને ઉંચામાં ઉંચે પ્રદેશ અને લેકના છેડાને આકાશ-પ્રદેશ બંને સરખાં છે. શિલા અને જગ્યા સમાન હેવાથી અનાદિ કાલથી જીવ મેક્ષે ગયા તે ત્યાં રહ્યા છે, વર્તમાનમાં જાય છે, તે ત્યાં રહે છે અને ભવિષ્યકાલમાં જશે, તેઓ પણ ત્યાં જ રહેશે.
એમાં બધા સિદ્ધો સમાય?, એવો પ્રશ્ન ન થાય; કારણકે દીવાની તમાં યેત સમાય છે કે નહિ?, જ્યતિ એ સ્થલ રોકનારી વસ્તુ નથી. દીપક જગ્યા રોકે છે, પણ જોતિ જગ્યા રેકેજ નહિ. આથી જ સિદ્ધના જીવ કર્મરહિત હોવાથી જ્યોતિની જેમ સિદ્ધમાં સમાય છે. દેવલોકમાં છેલું સ્થાન હોવાથી તેનું નામ અનુત્તર વિમાન છે. બીજે બધે લાઈન બંધ વિમાને છે. પણ અનુત્તરમાં તે માત્ર પાંચ જ વિમાને છે. એ પાંચ વિમાનનાં નામ ૧ વિજય, ૨ વિજયંત, ૩ જયંત, ૪ અપરાજિત; અને ૫ સર્વાર્થસિદ્ધ. જગતમાં તમામ ઈષ્ટ પદાર્થોનાં નામ, અને તેના તમામ સુખનો સંચય કરીએ, તે તે તમામ સુખે સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલા છનાં સુખ પાસે કંઈ વિસાતમાં નથી. તે સર્વાર્થસિદ્ધ વિમાનના આ બધાં સ્થાને, તે તે એ કરેલાં પુણ્યબંધાનુસાર, તેવા તેવા પુદ્ગલ-પરિણમનને વેગે તેઓને પ્રાપ્ત થાય છે અને તે સંબંધિ વિશેષાધિકાર કથન કરાય છે તે અગ્રે વર્તમાન.
દેશના-૩ર છે
પુગલ-પરિણામ. જ્ઞાનાવરણયની એ તાકાત નથી, કે જ્ઞાનને સદંતર ઢાંકી શકે.
શ્રીગણધર મહારાજાએ, રચેલી શ્રી દ્વાદશાંગીના પાંચમા અંગમાં શ્રીભગવતીજીના આઠમા શતકના પહેલા ઉદ્દેશીને પુદગલ-પરિણામ નામને અધિકાર અત્ર ચાલી રહ્યો છે. સેનાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com