________________
[૧૩૦]
શ્રીઅમોધ-દેશના-સંગ્રહ. જ ચારિત્રવાન ગણાય. દશવિધ ચક્રવાલ સમાચારી, અને પડિલેહણાદિરૂ૫ એઇ સમાચારીવાળે જ ચારિત્રી ગણાય. ઘરના વેચાણને દસ્તાવેજ થયે, પિસા અપાયા, લેવાયા, પરંતુ સરકાર તો તે વેચાણખત રજીસ્ટ્રેશન થયા પછી જ માને છે. દુનિયાદારીમાં લેવડદેવડના પ્રસંગે સરકારી છાપથી જ વ્યવસ્થિત ગણાય છે. તેજ રીતિએ પાપથી દૂર રહેનારમાં પણ સાધુવેષની છાપ ન હોય, તે તે નવેયકમાં કે અનુત્તરમાં જઈ શકે નહિ. જેઓએ આશ્રનો ત્યાગ કર્યો હોય, જેઓ જીન-કથિત સમાચારમાં પ્રવર્તતા હોય, તેઓ જ નવગ્રેવેયકના અધિકારી છે.
મોક્ષનું સાધન લિંગજ! માતાપિતાના સ્વર્ગવાસ પછી, ભગવાન શ્રી મહાવીરદેવ પિતાને ઘેર બે વર્ષ સુધી કેવલ ભાવસાધુપણે રહ્યા છે. બ્રહ્મચર્ય પાલન, સચિત્ત પરિડાર, પિતાના નિમિત્તે થયેલું ભેજન પણ ન લેવું, અને સ્નાનાદિને ત્યાગ, આ રીતિએ રહ્યા છતાં શાસ્ત્રકારે એ બે વર્ષને ગૃહસ્થપણાને જ ગયા છે, પરંતુ સાધુપણાના ગણ્યા નથી. સ્વલિંગે સિધ્ધ, અન્યલિંગે સિધ્ધ, ગૃહિલિંગે સિધ્ધ વગેરે પન્નર પ્રકારે સિધ્ધના ભેદ માન્યા છે. સ્વલિંગ એ જ સિમ્બનું લિંગ છે. અન્યલિંગને મોક્ષના ભેદમાં ગયું છે, પણ અન્યલિંગ એ મોક્ષનું સાધન નથી. તે લિંગે ભવની રખડપટ્ટીના જ છે, છતાં કઈ જીવને એ લિંગમાં આત્માની તથાવિધ પરિણતિના વેગે, કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, તે પણ જે આયુષ્યની સ્થિતિ બે ઘડીથી વધારે હોય, તે તે આત્મા સ્વલિંગ (સાધુવેષ) ગ્રહણ કરી જ લે છે. અહિં કઈ પ્રશ્ન કરે છે કે કેવલજ્ઞાનને, અને મોક્ષને લિગ રાગે નિયમિત સંબંધ નથી, વળી અન્ય લિંગે કેવળજ્ઞાન પામે છે, અને મોક્ષે તો જાય છે, તે પછી નવયક માટે “પંચમહાવ્રતધારી જ ત્યાં જાય” એવો નિયમ શા માટે?, સિદ્ધપદને અંગે એટલે કે મોક્ષ પ્રાપ્તિને અંગે આત્માને અધ્યવસાયથી કામ છે. મોક્ષને સંબંધ અવસાયથી છે, એટલે પરિણતિથી છે. જ્યારે અનુત્તર તથા નવયકને સંબંધ અધ્યવસાયથી નથી, પણ ચાસ્ત્રિથી છે, અર્થાત્ તેવા ઉચ્ચ પ્રકારના પુણ્ય બંધથી છે. સ્વલિંગમાં રહેનારજ પાંચ અનુત્તરમાં તથા નવરૈવેયકમાં જઈ શકે છે.
નવગ્રેવેયકમાં અભવ્ય પણ જઈ શકે છે.
નવગ્રેવેયકમાં તે દેવેને માથે કે ઈ સ્વામી નહિ, કેઈ નાયકની પરાધીનતા નહિ, આવા સ્થાનમાં કેણ જઈ શકે?, પહેલાના ભવમાં તેવી સ્થિતિ જેએએ કેળવી હેય, તેઓ જ આ સ્થાન મેળવી શકે છે. સ્વેચ્છાએ સાધુઓ પાપને પરિહાર કરે છે, સમાચારીનું પાલન કરે છે, ઉગ્ર તપશ્ચર્યા કરે છે, શ્રી જિનેશ્વરદેવના વચનથી મર્યાદાને સમજીને તે મુજબ પોતે માર્ગમાં ટકે છે, અને પોતે માર્ગને ટકાવે છે. તેઓ બીજા ભવમાં એક સરખી સ્થિતિએ રહે તેમાં આશ્ચર્ય શું?, તેવા આત્માઓજ કપાતીત થઈ શકે છે. કપાતીત–દેવકમાં પણ બે પ્રકાર છે. ઈચ્છામિચ્છાદિક-સમાચારયુક્ત-આવેલા ને એટલે બધે પ્રભાવ છે, કે એના પાલનથી શ્રીજિનેશ્વરના વચનને માનનાર, ન માનનાર તથા ઉલટું માનનારા એ તમામ નવગ્રેવેયકમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com