________________
[૬૪]
શ્રી અમોધ-દેશના-સંગ્રહ. એકેન્દ્રિયથી થાવત્ પંચેન્દ્રિય સુધી, એમ આપણે આજ સુધી વિચારણા થઈ ગઈ છે. છ કોઈ પ્રકાર નથી. ગ્રહણ કરનારા પાંચ પ્રકારના છે. સ્થલ પાંચ પ્રકાર કહ્યા તેમાં એકેન્દ્રિયમાં પણ પાંચ પ્રકારે છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય વનસ્પતિકાય. એકેન્દ્રિયમાં માત્ર સ્પર્શનઈન્દ્રિય છતાં પણ ત્યાં પાંચ પ્રકાર છે. વિકલેન્દ્રિયમાં પણ પરિણમન છે. પંચેન્દ્રિયમાં દેવતા, મનુષ્ય, તિર્યંચ ને નારકી એમ ચાર ભેદે છે. વિદ્યાર્થી વર્ગમાં પહેલું ધારણ, તેનાથી ચઢિયાતું બીજું ધરણ, પછી ત્રીજું, જેથું વગેરે છે, તેમ અહીં પણ એકેન્દ્રિપણું એછી પુણ્યાઈથી મળે, તેથી અધિક પુણ્યાઈથી બેઈન્દ્રિપણું મળે, એમ અધિક અધિક પુણ્યાઈ પંચેન્દ્રિયપણું પર્યત સમજવી જીવહિંસાના પાપમાં પણ આજ કમે અધિક અધિક પાપ માનેલ છે. યદ્યપિ પ્રાણના વિયેગ રૂ૫ હિંસા તે એકેન્દ્રિય તથા પંચેન્દ્રિયની સમાન છે, પણ હિંસામાં પાપ ન્યૂનાધિક એકેન્દ્રિય, બેઈન્દ્રિય, યાવત્ પંચેન્દ્રિયના કમે મનાયેલ છે.
શ્રાવકની દયા સવા વસે આથી જ કહેવામાં આવી. સંસારી જીના મુખ્ય બે ભેદ. ત્રસ, અને સ્થાવર, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, આ છે સ્થાવર. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિદ્રિય, પંચેન્દ્રિય, આ ત્રસ. યદ્યપિ સર્વહિંસામાં દરેક દરેક જીવની હિંસામાં પાપ માને છે, છતાં શ્રાવક કોની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરી શકે? અઢાર પાપ સ્થાનકમાં પહેલે પ્રાણાતિપાત માને છે, કહે છે, પ્રાણજીવ માને છે છતાં પ્રતિજ્ઞા કેટલી? કેટલાકે માત્ર મનુષ્યમાં જ જીવ માને છે, જનાવરમાં તે હાલે ચાલે છે એ પ્રત્યક્ષ છતાં જીવ માનતા નથી. “ગાયમાં આત્મા નથી' એમ પાશ્ચાત્ય શિક્ષણ શીખવે છે. જેઓ આ રીતિએ માત્ર મનુષ્યમાં જ જીવ માને તેઓ બીજાની દયા આગળ કરી ન શકે. વૈષ્ણવે ત્રસમાં છવ માને છે, તેથી જનાવરની હિંસામાં પાપ માને મનાવે છે, પણ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાયમાં જવ માનનાર, એમાં જીવનું પ્રતિપાદન કરનાર તેની હિંસા ટાળનાર કેવલ જેને જ છે.
સમ્યકત્વની વ્યાખ્યામાં છએ કાયમાં જીવનું મન્તવ્ય.
શુદ્ધદેવાદિને માનવા એને આપણે સમ્યકત્વ કહીએ છીએ સમ્યફત્વની વ્યાખ્યા સામાન્યથી આપણી એ છે. પરંતુ શ્રીસિદ્ધસેનજી મહારાજા ફરમાવે છે કે-છએ કાયના જીવને માને તે જ સમ્યકત્વ. એમની વ્યાખ્યા આ છે. સામાન્યતઃ વ્યાખ્યામાં તેઓ આગળ વધીને આ વ્યાખ્યા બાંધે છે-કહે છે. વસ્તુતઃ આ વ્યાખ્યા વાસ્તવિક છે. કેમકે પૃથ્વીકાયાદિ જીવ મનાય કયારે? શ્રી સર્વજ્ઞદેવનાં વચનેમાં ભરૂસો આવે તે જ એ છયે કાયમાં છ મનાય. માટે છ કાયમાં જીવ માને તે સમકિતી. ન માને તે સમકિતી નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com