________________
દેશના-૨૪.
ગ્રંથભેદ મનાય કયારે? હિંસા, જૂઠ, ચૌર્યાદિના ત્યાગ, સાથે સ્ત્રી સમાગમનો પણ ત્યાગ; આ શા માટે ?, તાપ વેઠ, સંતાપ સહે, ટાઢ, ગરમી સહેવા; આ તમામને નિજર ગણવામાં આવે છે. ઈસ્ટ વિષયે સાવનાર છે, માટે પચ્ચખાણ તેનાં છે. ઉપવાસ એટલે છત્રીસ કલાક ન ખાવું એવું પચ્ચખાણું. ખા ખા એટલે ખાધા જ કરવું એ નિયમ લે તે શું વ્રત નહિ ?, ના. કારણ કે વિષયેની પ્રવૃત્તિ ધર્મ માર્ગમાં નથી, પણ ધર્મ માર્ગમાં વિષયેની નિવૃત્તિ છે. ભોગ એ દુઃખનું કારણ મનાય, અને તેની નિવૃત્તિ ત્યાગ એ સુખનું કારણ મનાય; ત્યારે ગ્રંથભેદ થયે ગણાય. કર્મ, આશ્રવ, સંવર; જીવ વગેરેની શ્રદ્ધા વિના ઉપવાસ કરાય તેથી અકામનિર્જરા થાય, અને આથી પણ આત્મા ઉચે આવે છે. આથી યથાપ્રવૃત્તિ-કરણમાં ઉપગપૂર્વકનો પ્રયત્ન નથી.
સીધે મુ એ છે કે સમ્યકત્વ વિના સકામનિર્જરા મનાતી નથી. કેટલાક સકામનિર્જરને સમ્યકત્વની પહેલાં માને છે, પણ કહે છે કે તેની અલ્પવક્તવ્યના કારણે ગણના ગણાતી નથી. કેટલાકે વળી મિથ્યાત્વને સકામનિર્જરામાં લાગુ કરે છે, છતાં સમ્યકત્વના પહેલા યથાપ્રવૃત્તિ કરણમાં કર્મક્ષયની બુદ્ધિ હેય નહિ એમ માને છે. આપણે મૂળ મુદ્દામાં આવીએ. આ જીવને અનાદિથી ભેગમાં સુખ અને ત્યાગમાં દુઃખ લાગે છે. ડુંગર ઉતરતાં જેમ હસતાં હસતાં ઉતરીએ એવું ભેગમાં લાગે છે, અને એજ ડુંગર ચડતાં ફે ફે થાય છે તેવું ત્યાગમાં દુઃખ લાગે છે. આ જીવને ઈષ્ટ વિષ તરફ ધસવું એ ઢાળ ઉતરવા જેવું લાગે છે, અને અનિષ્ટ વિષયે તરફ જવું એ ડુંગર ચઢવા જેવા વિષમતાવાળા દેખાય છે.
સમ્યકત્વ, દેશવિરતિ આદિને ઉત્પત્તિકમ. ગુરૂમહારાજ બાધા આપે છે ત્યારે કઈ લે છે, પણ મનમાં થાય છે કે “મહારાજે અને બાંધ્યો.” આ શાથી?, સંવરની ઉપાદેયતા હજી મગજમાં ઉતરી નથી; માટે એ ભાવના થાય છે. સંવરની ઉપાદેયતા જેના હૃદયમાં ઠસી હોય તેને તે આગારની છૂટી રાખવામાં પણ કમનશીબી લાગે. ઉપગની ખામી હોવાના કારણે અનામોને આદિ આગારે રાખવા પડે છે. ઈષ્ટ વિષને બંધન ફાંસો મનાય, અને અનિષ્ટ વિષને નિર્જરાનું સાધન મનાય; ત્યારે માને કે ગ્રંથભેદ! આ ગ્રંથભેદ થાય તો જ સમતિ પમાય. આ પલટો સમક્તિ પમાયાથી થાય. તેવી રીતે ગાંઠને ભેદે ત્યારે સમકિત ગ્રંથી ભેદ પહેલાં પારાવાર સંકટ વેઠવાથી જે નિર્જરી થાય, સાતમી નરકના દુઃખ વેઠવાથી જે નિર્જરા થાય તેના કરતાં સમકિતી અસંખ્યાત ગુણ નિર્ભર કરે છે. એક કડાકડીની મહનીયની સ્થિતિ ખપે ત્યારે આ પલટો થાય. નવપલ્યોપમ
એટલે આગળ વધે ત્યારે તે કૌટુંબિક, આર્થિક, શારીરિક સિવાયના પાપના સાધનના પચ્ચખાણ કરનારે જ થાય. તેથી પણ સખ્યાતા સાગરોપમ તેડી આગળ વધે. ત્યારે તેને એવું થાય કે શારીરિક સંગે ગમે તેવા હોય, કુટુંબ વ્યવહારનું જે થવાનું હોય તે થાય, તે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com