________________
દેશના ૨૮. હું
कप्पातीत०, गोयमा ! दुविहा पण्णत्ता, तंजहा-गेवेन्ज कप्पातीत
वेमाणिया, अणुत्तरोववाइयकप्पातीतवेमाणिया,
દેવતાઓના ભેદોમાં પરિણતિની અસર કારણરૂપ છે.
નાને સરખે ધર્મ પણ તીવ્રતાથી મહાન ફલને, ચાવત્ મોક્ષને તત્કાલ આપે છે.
શ્રી ગણધર મહારાજ, શ્રી શાસનની સ્થાપના પ્રસંગે, ભવ્યના મંગલાથે, મંગલમયશાસનની મર્યાદા ચાલુ રાખવા માટે, શ્રી દ્વાદશાંગીની રચના કરે છે. એ દ્વાદશાંગીમાં પાંચમું શ્રી ભગવતીજી સૂત્ર છે, અને તેના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ-પરિણામ અધિકાર ચાલુ છે.
જેના મુખ્ય ભેદ બે છે. કર્મ-પુદગલના સંસર્ગવાળા છ સંસારી, અને કમ રહિત છ મુક્તિના સંસારી જીના પાંચ પ્રકાર. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરિન્દ્રિય તથા પંચેન્દ્રિય. પંચેન્દ્રિયના ચાર ભેદ–નારકી, તિર્યંચ મનુષ્ય અને દેવતા. બાંધેલાં ઉત્કૃષ્ટ-પાપનું પરિણામ ભોગવવાનું સ્થાન નરક છે. બાંધેલાં ઉત્કૃષ્ટ પૂણ્યનું પરિણામ ભેગવવાનું સ્થાન સ્વર્ગ છે. ધર્માનુષ્ઠાન કરનારાઓ, અને પુણ્યોપાર્જન-ક્રિયા કરનારાઓ સમાન પરિણામના ન હોય, એ સમજી શકાય તેમ છે; અને તે વાત વિચારી ગયા છીએ. આચાર પ્રવૃત્તિ વ્યવહારથી સમાન દેખાય, પણ પરિણામ ભિન્ન હોઈ શકે છે, એટલે પરિણામમાં તારતમ્ય હોઈ શકે છે.
શ્રાવક-કુંટુંબમાં વાતે કઈ હોય? નાગકેતુએ જન્મતાંજ અટ્રમ કર્યો એ શી રીતે બન્યું?, પર્યુષણ પર્વ આવે એટલે તમે તે સેની દરજી બેબીને યાદ કરે છે, પણ નાગકેતુએ અદૃમ કર્યો એ શી રીતે બન્યું, તે વિચાર! પૂર્વ ભવના સંબંધને અહિં મુદો નથી. ભલે એ બાળકે પૂર્વ જન્મના સંસ્કારથી-જ્ઞાનથી અઠ્ઠમ કર્યો, પણ એ બધું બનવામાં નિમિત્ત રૂપ વાતાવરણનો અહિં મુદ્દો છે. પ્રથમના વખતમાં પર્યુષણ આવે, ત્યારે શ્રાવકના કુટુંબમાં તપશ્ચર્યા કેટલી કરવી એ વિચારતું હતું, અને પૂછપરછ પણ એની થતી હતી. તે નગરમાં શ્રીકાન્ત નામનો શેઠ છે, તેને ત્યાં નાગકેતુ નામને બાળક જન્મે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com