________________
1
.
[૧૧૬].
શ્રીઅમોધ- દેશના-સંગ્રહ. (નામ તો પછી પડયું) છે, એટલે એ શેઠ શ્રીમંત હેઈ, ત્યાં અન્ય સ્નેહી, સંબંધી શ્રાવકે આવ્યા છે. એ પ્રસંગ કયે , શેઠની સ્ત્રીને સુવાવડનો પ્રસંગ કે છે બીજું કાંઈ? એ આવનારા કોઈ દેરાસર કે ઉપાશ્રયે નથી આવ્યા, કે ત્યાં સામાયિક પ્રતિક્રમણ કરવા નથી આવ્યા, છતાં આવનારા વાતો કઈ કરે છે? એ જોવા આવનારામાં સામાયિકાદિ કરનારો વર્ગ ઘણો ન હોય, એ પણ દેખીતું છે, છતાં ત્યાં વાતે કઈ ચાલે છે?, સુવાવડી શેઠાણને જોવા ગયા, યાને સંબંધને અંગે શેઠાણીની ખબર પૂછવા ગયા છે, ત્યાં પણ વાતે તે બધા સંબંધીઓ નજીક આવનારા પજુસણને અંગે તપશ્ચર્યાની જ કરી રહ્યા છે. એ કુલમાં કે સંસ્કાર હશે?, કે જેથી સુવાવડ જેવા પ્રસગે પણ નજીક આવનારા પર્યુષણ પર્વ અંગે, તે કુલમાં તપશ્ચર્યાની વાતે ચાલે છે. આ વાત કયા સ્વરૂપે, કયા પ્રમાણે, કઈ ઢબે થયેલ હશે, કે જેથી જન્મેલા બાલકનું ધ્યાન ત્યાંજ દેરાય! કહે કે એક જ એ વાત ચાલતી હોય, બીજી કેઈપણ વાત ચાલતી નજ હોય; તે જ બાલકનું ધ્યાન દોરાય. બાલકના કાનમાં “અદૃમ તપ” ને શબ્દ પડશે, પછી જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વ ભવ ને અને ત્યાને અપૂર્ણ તપ અહિં પૂરો કર્યો.
આપણે મુદો શ્રાવકના કુટુંબના વાતાવરણનો છે. દુનિયામાં કહેવત છે કે “સૂતારનું મન બાવળીએ!” સૂતાર રસ્તે ચાલે તે હેય તે શું વિચારે ?, આ ખેતર નું? આ બાવલનું વૃક્ષ કોનું; આને “પાટડે તથા થાંભલે સારા થાય ' વગેરે. એનું મનજ ત્યાં! એજ રીતે જેના મનમાં ધર્મ રમી રહ્યો હોય તે બીજા પ્રસંગે પણ વિચારે તો ધર્મનાજ કરે ને! છેક ફેર ફૂદડી ફરે, પછી ભલે બેસી જાય, તો પણ તેને ચક્કર તે ચાલુ જ હોય છે. જેના મનમાં ધર્મ ઓતપ્રોત થયો હેય, ધર્મ જેને વર્યો કે કર્યો હોય તે પછી દુનિયાદારીના ગમે તેવા કામમાં રોકાયે હોય, તે પણ સંસ્કારથી ધર્મના જ વિચારે ચાલતા હેય. વિચારે કે કેવા વાતાવરણે પેલા બાળકને અમ કરવાનું મન થયું હશે!
પર્વ આવે ત્યારે આજે શાને વિચાર કરાય છે? તમારે ત્યાં પર્યુષણમાં વસ્ત્રો, અલંકારે માટે ધમાધમ અને ઝઘડા! ઘરના જેઠાણી, નણંદ, ભાભી, સાસુ અને વહુ વચ્ચે પર્વ દિવસમાં ઝઘડા શાના?, “એમણે આ પહેર્યું અને મારે નહિં, અગર મારે માટે આવું?, આજ વાત કે બીજી કોઈ; પર્વ દિવસમાં વસ્ત્રાલંકાર પહેરવાને પ્રતિબંધ નથી, છૂટ છે, પણ ઝઘડા હેય?, આ તે સ્થિતિ એવી કે પર્યુષણ પહેલાં તે દાગીના દાબડામાં પડી રહેતા હોય, પર્યુષણ આવે ત્યારે દાબડ ઉઘડે, દાગીના નીકળે, અને એના માટે હોંસાનેંસી, ઈર્ષા કલેશ વગેરે થાય. શ્રીયાત્રા-પચાશકમાં વસ્ત્રાભૂષણની છૂટ આપી છે, તે શાસન શેભાની દષ્ટિએ સમજવી. વિશેષમાં બીજાને ધર્મનાં ફલનું ભાન થાય, તથા વસ્ત્રાલંકાર ધારણ કરનારના ધર્મ પ્રેમને દેખનારને ખ્યાલ થાય. આ તે ઘરની વ્યક્તિઓમાંજ વિગ્રહ થાય એ શું ગ્ય છે?, કહેવું પડશે કે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com