________________
દેના–૨૮.
[૧૧૭]
તરતના જન્મેલા બાળકને પૃદય ધરણેને આકર્ષે છે.
પિલા ઘડીઆમાં સૂતેલું બાળક જન્મતાંજ અમ કરે છે. બાળકને અદૃમ એટલે સ્તનપાનને ત્યાગ, આજ કાલ તપ વગેરે ન કરવાના બચાવમાં “શરીરમાાં ૪ વર્મસાધનમ્ !” એ સૂત્ર આગળ કરે છે, પણ આ બાળકે તે તપોધમંની સેવનામાં ઝુકાવી દીધું શરીર ધર્મનું સાધન ખરૂં, શરીર સાચવવાનું ખરું, પણ ધ્યેય તે ધર્મનું ને!, પ્રથમ સાચવવાને ધર્મ, પછી સાચવવાનું શરીર. પ્રથમ રક્ષણીય ધર્મ કે ધર્મના સાધન રૂ૫ શરીર, મેક્ષના સાધને સમ્યગદર્શનાદિ છે, તેનું કારણ જણાવતાં થકાં કહે છે કે “સાધન” અને “હેતુ” બે શબ્દો જણાવ્યા છે. સાધુના શરીરને મોક્ષનું સાધન ગણવામાં આવ્યું નથી, પણ મેક્ષના સાધનના હેતુ તરીકે તેને ધારણ કરવાનું રહે છે. જ્ઞાન એ સાધુનું શરીર, દર્શન એ સાધુનું શરીર, ચારિત્ર્ય એ સાધુનું શરીર જડ શરીર જ્ઞાનાદિ સ્વરૂપ બને કેમ?, આ પ્રશ્ન થાય છે, અગર થઈ શકે છે. શ્રી હેમચન્દ્રચાર્યજીને શિષ્ય પ્રશ્ન કરે છે. ભલભલા આત્મામાં જ્ઞાનાદિ આવવા મુશ્કેલ પડે છે, તે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ સાધુનું શરીર શી રીતે ?, સમ્યગજ્ઞાન-દર્શન-ચારિત્ર-સ્વરૂપ આત્મા કયાં રહે છે?, સમાધાન આપવામાં આવે છે, કે જ્ઞાનાદિ સ્વરૂપ-આત્મા શરીરમાં અધિષ્ઠાન કરી રહ્યો છે, માટે જ્ઞાનાદિ ગુણનું કારણ શરીર, તે પણ મેલ સાધનના મુદ્દા એજ છે.
નમો વારિતા એટલે?, શત્રુઓને હણનારાને નમસ્કાર થાઓ, વાઘે શત્રુને હયે, માટે વાઘને નમસ્કાર એમ?, વસ્તુ સ્વરૂપને સમજ્યા વિના જેએ મનઃ કલ્પિત અર્થે લાગુ કરીને અનર્થ કરે તેમને કેવા ગણવા?, કર્મરૂપી શત્રુને હણનારને નમસ્કાર છે, નહિં કે અન્ય મનુષ્યાદિ-દુશમનને એજ રીતે અભણ્યનું ભક્ષણકરવાના અને અપેયનું પાન કરવાના લુપીઓ, લોલુપ્તવશાત્ “શરીરમાવં રજુ ધર્મસાધનમ્” કહેવા તૈયાર થાય છે.
તત્કાલ જન્મેલ બાલક અદૃમ કરે છે. બાળકના શરીરનું સામર્થ્ય કેટલું? શરીર ઢીલું તે પડેજને! શ્રીમંતને એકને એક પુત્ર!, તરત જન્મેલ બાળક સ્તનપાન ન કરે, ત્યાં માબાપ શું ન કરે?, સ્તનપાન તે શું, પણ પાણી કે દવા ગળે ઉતારતે નથી, અને છેવટે મૂછિત થાય છે. તરતના જન્મેલા બાળકને દેહ સહે કેટલું? ખલાસ! કુટુંબીઓએ તે મરેલે ધારી લીધે, શ્મશાને લઈ ગયા, અને દાટ. તપનો અદ્દભુત પ્રભાવ! દેખીને ધરણંદ્ર ત્યાં આવીને હાજર થાય છે. આપણને દેવતા આવ્યાની વાત ગમે છે, એ વાત ઉપર લક્ષ જાય છે, પણ અમ કર્યા ઉપર લક્ષ ગયું, સામાન્ય લકે પ્રભાવ તર૬ જુએ છે, પરિણતિ તરફ નથી જોતા. બાલકની અદૃમ તપમાં અડગતા કેટલી કે જેથી ધરણેન્દ્ર સરખા હાજર થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com