________________
દેશના-૨૮.
[૧૯]. અમ હજુ કર્યો નથી, પણ અમ કરે છે એ ભાવનામાં બળી મુએ, અને શેઠને ત્યાં નાગકેતુ રૂપે જન્મે. પૂર્વ જન્મમાં નથી થયે મહાત્માને સંસર્ગ, નથી કર્યા કેઈ સંતના દર્શન, નથી સાંભળે કે વ્યાખ્યાતા–મહર્ષિને ઉપદેશ, એ કઈ જગ જ એને બાલ્ય-કાલ-જીવનમાં મળ્યું જ નથી. ફક્ત મિત્રની સલાહ અનુસાર ધર્મ કૃત્ય (અમ–તપ)ને વિચાર માત્ર કર્યો છે, તેનું આ ફલ!, બીજા જ ભાવે કેવળજ્ઞાન અપાવી મોક્ષ મેળવાવે છે. એવું ઉત્કૃષ્ટ ફલ, માત્ર જે વિચારથી થાય તે વિચારની તીવ્રતા જ ખ્યાલમાં લેવા જેવી છે. નાને સરખે ધર્મ પણ પરિણામની તીવ્રતાએ મહાન ફૂલ આપે છે. કેટલીક વખત ધર્મના મહાન કાર્યોમાં, અ૫ પળ મળે એવું દેખાય છે, ત્યાં કારણે પરિણામની મંદતાનું છે. નાગકેતને દેવતા બહાર કાઢે છે, મહિમા તેને વધારે છે, એજ ભવમાં તે કેવળજ્ઞાન પામીને મેક્ષે જાય છે એ પ્રસિદ્ધ છે. આપણે તે મુદ્દા પુરતું દષ્ટાંત વિચાર્યું છે.
આ બધું ધ્યાનમાં લેશે ત્યારે જ દેવલેકમાં પણ ભુવનપતિ, વ્યંતર, જોતિષી, વૈમાનિક, તેમાં પણ, કલ્પપપન્ન, કલ્પાતીત એવા ભેદે શાથી છે, તે સમજશે. ધર્મની પરિગતિમાં, પ્રવૃત્તિમાં રસની ઉલ્લાસની વિચિત્રતાને અંગેજ આ ભેદો છે.
ત્યાગમય જેનશાસન એજ અર્થ, પરમાર્થ અને એના વિનાના તમામ પદાર્થો અનર્થરૂપ (જુલમગાર) છે.” આવું મન્તવ્ય તે જ સમ્યકત્વ, સમકિતીની ધારણ શ્રીજિનેશ્વરદેવના પ્રવચન અંગે આવી હાય.
સમકિતી અવશ્ય વૈમાનિક થાય. “આર્થિક, કૌટુંબિક, વ્યવહારિક, સાંગિક કારણે વિના પાપ ન કરૂં, અને તે કારણેમાં પણ બને તેટલું પાપ ઓછું કરૂં' આવી ભાવનાથી ત્યાગની દિશાએ વળનારા દેશવિરતિ છે બારમા દેવલેક સુધી જઈ શકે છે. નવરૈવેયક તથા પાંચ અનુત્તર એ ચૌદ સ્થલ કોના માટે નિયત છે? શારીરિક સંગથી નિરપેક્ષ થઈ પ્રવ્રજ્યા સ્વીકારનાર માટે એ ચૌદ સ્થાને નિયત છે. કાયદે સીવીલ ડેથ એટલે લેણદેણની બાબતમાં મરેલે ગણે, પણ આ પિતે તે પિતાને તમામથી અલગ ગણે છે, યાને પોતે તમામને સિરાવે છે. આવા જ કલ્પાતીત દેવકના આ ચૌદ સ્થાનને લાયક ગણાય છે. સંયતપણમાં પણ પ્રમત્ત અપ્રમત્ત એવા બે ભાગ છે. એથી ફલમાં પણ ફરક પડવાને. હવે નવગ્રેવેયક તથા અનુત્તર વિમાનને અંગે ભેદ કેવી રીતે પડે તે અગ્રે વર્તમાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com