________________
દેશના–ર૯.
गेवेज कप्पातीततगा नवविहा पण्णत्ता, तं जहा-हेट्टिमरगेवेजकप्पातीतग वेमाणिया
ઝાવ ૩યરિમર ઝાવાતીય વેપાળયા નવવેચક તથા પાંચ અનુત્તર વિમાનમાં વ્યવસ્થા શા માટે નથી?
શ્રી શાસન-સ્થાપના માટે શ્રી તીર્થકર દેવે સમલી ત્રિપદી માત્રથી શ્રી દ્વાદશાંગીની રચના કરતાં પંચમાંગ શ્રી ભગવતીજીના અષ્ટમ શતકના પ્રથમ ઉદ્દેશામાં જે પુદ્ગલ–પરિણમને વિષય છે તેને અધિકાર ચાલી રહ્યું છે. પુદગલના પરિણામના પ્રકારથી માંડીને, જાતિ, ગતિ વગેરે સંબંધમાં, પુદગલ-પરિણમનની દષ્ટિએ વિચાર કરી ગયા. દેવતાઓના ભેદને વિચાર ચાલી રહ્યો છે. સત્તામાં રહેલા શુભાશુભ કર્મનું ફલ જીવને મળે જ છે. દેવલેક એ ઉત્કૃષ્ટ પુણ્યનું પરિણામ ભોગવવાનું સ્થાન છે, અને પુણ્યકાર્યોમાં, પૂર્વે પરિણતિમાં ઉલાસમાં જેવું તારતમ્ય હોય તે જ પ્રમાણે દેવકના સ્થાન વૈભવાદિની પ્રાપ્તિમાં તારતમ્યતા હાથજ એ સ્પષ્ટ છે.
- હવે વૈમાનિક દેવલોકના બે ભેદ છે, તે ૧ કપ પન્ન, અને ૨ કલ્પાતીત. કપન્ન દેવલોકમાં દશ પ્રકારની વ્યવસ્થા રહેલી હોય છે, અને કલ્પાતીત દેવલેકમાં તે નથી. વૈમાનિકદેવકમાં વ્યવસ્થાવાળા દેવ અને વ્યવસ્થા વિનાના દેવ હેવાથી જ કલ્પ શબ્દના પ્રયોગ વડે બે ભેદ કહેવા પડયા. જે તમામ તે દેવે એક સરખા, કાં તે વ્યવસ્થાવાળા, કાં તે વ્યવસ્થા વગરના હેત તે કાંઈ કહેવાની કે ભેદ સ્પષ્ટ કરવાની જરૂર હતી. ત્યાં દેવને એક પ્રકાર એ છે, એક સ્થાન એવું છે કે જ્યાંના તમામ દેવે સમાન છે. સડ િયત્ર નેતા: વ્યવસ્થાની અહિં જરૂર જ નથી. જ્યાં પરસ્પર સંઘર્ષણદિની સંભાવના હોય ત્યાં વ્યવસ્થાની જરૂરી છે, પરંતુ જ્યાં તેવું કશું છે જ નહિ ત્યાં વ્યવસ્થાની આવશ્ય
તા જ નથી. સમાગમ, સંબંધ, સંઘર્ષણ આવું કશું જ જ્યાં નથી, ત્યાં વ્યવસ્થાની જરૂર નથી. જે દેવકમાં પરસ્પર જવા આવવાનું છે, પરસ્પર સમાગમ છે, ત્યાં સંઘર્ષણની સંભાવના છે, અને સંઘર્ષણને અંગે વ્યવસ્થા જોઈએ.
નવગ્રેવેયક દેવની સ્થિતિ. નવવેયક દેવકના દેવતાએ પોતાના વિમાનમાંજ સમસ્ત જીવન વ્યતીત કરે છે. વિમાનમાંથી બહાર નીકળતાજ નથી. પિતાના વિમાનમાંથી બહાર ન નીકળે, એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com