________________
દચના-૩૦.
[૧૭].
માટે પરમોપકરિશ્રીગણધર-મહારાજા પંચમાંગ-શ્રીભગવતીજી સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાંને યુગલ-પરિણમન અધિકાર કથન કરી રહ્યા છે. સંસારી જી એકેન્દ્રિયાદિ વિગેરે પાંચ પ્રકારના છે, અને એ પ્રકારે પુદ્ગલના પણ પાંચ પ્રકાર થાય છે. પુદ્ગલના મુખ્ય તે ત્રણ પ્રકાર પ્રથમ જણાવવામાં આવ્યા છે, તે આ પ્રમાણે સ્વભાવ-પરિણત, પ્રગ-પણિત, અને મિશ્ર પરિણત. એકેન્દ્રિય વિકસેન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય) સંબંધમાં પુગલ-પરિણમન અંગે વિચારણા કરવામાં આવી ગઈ. નીચી સ્થિતિથી ઉચ્ચસ્થિતિ જણાવનાર ક્રમ હોય, તેમ ઉચ્ચસ્થિતિથી નીચીસ્થિતિ જણાવનારો કમ પણ હોય છે. અને તે કમ લઈએ તો ૧ દેવતા. ૨ મનુષ્ય. ૩ તિર્યંચ, નારકી. જીવો પોતે કરેલાં કર્મોનુસાર દેવગતિમાં મનુષ્યગતિમાં, તિર્યંચગતિમાં કે નારકીગતિમાં ઉપજે છે, અર્થાત્ જીવને તેવાં તેવાં પુદ્ગલના પરિણામો પરિણમે છે, તેથી તે તે જીવને તે તે ગતિમાં જવું પડે છે, અને ત્યાં ત્યાં જે જે રહેલાં સુખ દુઃખ હોય તેને તેણે અનુભવ કરે પડે છે. મનુષ્ય અને તિર્યંચે કરેલાં ચાલુ તીવ્રપાપનાં ફલ ભેગવવાનું સ્થાન નરકગતિ છે. નરકમાં ઉત્પન્ન થવાનું કારણ તીવ્ર પાપ છે. નરકમાં સુધા, તૃષ્ણ. ઠંડી, તાપ વિગેરે અસહ્ય દુખે ચાલુ જ હોય છે. મનુષ્ય જે સુધા, તૃષા, ઠંડી, તાપ, છેદન ભેદનથી મરી જાય, તે તમામ વેદનાઓ નારકીઓને ચાલુ ભગવ્યા જ કરવાની હોય છે. નારકીથી છૂટાય નહિ, ઈ છે તેયે પણ મરાયજનહિં. કરેલાં પાપના ફળ ભેગવવાનું આવી જાતનું એક સ્થાન માનવું જ પડે તેમ છે. જેવી રીતે ઉત્કૃષ્ટપાપનું પરિણામ ભોગવવાનું સ્થાન નરક છે, અને તેમાં પણ તારતમ્યાનુસાર નરકની વેદનાઓમાં પણ તારતમ્ય હેવાથી નરક સાત છે. તેવી રીતે ઉત્કૃષ્ટપુણ્યનું પરિણામ ભોગવવાનું સ્થાન સ્વર્ગ યાને દેવગતિ છે, અને તારતમ્યતાનુસારે ઉત્કૃષ્ટપુણ્યાદિ પણ કાંઈ એક જ પ્રકારના નથી.
જીવદયા (અહિંસા), સત્ય, શાહુકારી, બ્રહ્મચર્ય, સંતેષ, ક્ષમા, સરલતા, નમ્રતા, વિનય, વૈયાવચ્ચ; વિગેરે આ તમામ ગુણે એવાં છે, કે એમાં એક એક ગુણ પણ ઉત્કૃષ્ટપુણ્ય બંધાવે છે. એમાંનો એક ગુણ આવી જાય, અને ભલે બીજા ગુણે ન પણ હોય, તેયે પણ તે ગુણ ઉત્કૃષ્ટપુણ્યબંધનું જરૂર કારણ બને છે. શ્રીજિનેશ્વરદેવની પૂજા, શ્રી ગુરૂવંદન, સાધુસેવાદિ કોઈ પણ ગુણ
ત્યે, અને કોઈ પણ ગુણની આરાધના કરે, તે ઉત્કૃષ્ટપુણ્ય લક્ષમી વર્યા વિના રહેતી નથી. એક જ ગુણને અંગે જેનાં જીવન પુણ્યદયે આગળ વધ્યાં હોય, તેનાં દૃષ્ટાંત અપાય છે, ઘણું ગુણેના આદરથી પ્રાપ્ત થયેલા ઉત્કૃષ્ટપુણ્યમાં (એ ઉત્કૃષ્ટપુણ્ય ઉત્કૃષ્ટપણુમાં પણ અધિક હોય) કયા ગુણનું પૂલ?, એ નિર્ણય ન થાય. એટલે જેનાં દષ્ટાંત હય, તેમાં જેનું વિવરણ હોય, તેણે સેવેલા ગુણનું વર્ણન હોય. જીવદયામાં હરિબલ માછીમારનું દષ્ટાંત છે. બીજાએ શું જીવદયા નથી પાલી, કહેવું પડશે કે કઈ ગુણી અહિંસા કેઈ આત્માઓએ પાલી છે. ત્યારે હરિઅલનું દષ્ટાંત શા માટે ?, હરિબલના જીવનને ઉદ્ધાર માત્ર એક જ જીવ દયાના ગુણથી થયે છે, માટે દષ્ટાંતમાલામાં એના દષ્ટાંતને પ્રથમ સ્થાન મળ્યું. શ્રીજિનેશ્વર દેવના એક જ વચનના પ્રભાવે રહિણીયા ચારને ઉદ્ધાર, થયે, માટે શ્રી દેવાધિદેવનાં વચનના મહિમાને અંગે રોહિણીયાનું દષ્ટાંત રજુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com