________________
દેશના-૨૭.
[૧૩] પહેલા દેવવેકનું નામ “સુધર્મ દેવક છે. દેવતાઓની સુધર્મ નામની સભા છે, તેથી તેને સુધર્મ દેવલોક કહે છે. “સુધર્મ” નામ શાશ્વતું છે. અહિં ગુણ-ક્રિયાને ઉદ્દેશીને સ્થાનનું નામ છે. સુધર્મ નામની સભાથી ઉપલક્ષિત આખે દેવક છે. તે નામનો સુધર્મ દેવલોક એકરજ લાંબે પહોળો છે. તેને ઈંદ્ર સુધર્મ છે, એ દેવલેક સૌધર્મ દેવકને કહેવાય છે, અને સુધર્મ-ઇંદ્રનું સૌધર્મ–દેવલોક પર આધિપત્ય છે.
પાડા ન લડે, એ ઝાડનું નશીબ સમજવું. “પાડે પાડા લડે અને ઝાડોનો ખેડો નીકળે' એ કહેવત પ્રચલિત છે. પાડા લડે એટલે ઝાડો પડે, અને ઝાડનું નશીબ વાંકું હોય ત્યારે જ
ત્યાં પાડાઓ લડે છે. પ્રજાનું પણ નશીબ પાતળું હોય ત્યારેજ અધિકારીઓ અને રાજાએ પરસ્પર લડે છે. સામાન્ય દેવતાઓના કલેશને ઇંદ્રો દાબી દે છે, પણ ઇંદ્રોના પરસ્પરના ઝઘડાનું શું ?, વાઘે માણસ માર્યો તેની ફરિયાદ કયાં કરાય ?, સત્તાના લેભ ખાતર સત્તાધીશ લાખ કરોડો મનુષ્યને કચ્ચરઘાણ કાઢે છે, તેને ઈન્સાફ કયાં?; ખરેખર સત્તાને પ્રભાવ દેખાડવા જે સેનાપતિ વધારે સંખ્યામાં મારે તેને સત્તાધીશે શાબાશી આપે છે.
ઈચ્છાને છેડે ક્યાં?
પણ દેવકના સત્તાધીશજ છે ને!, ઇંદ્ર એટલે તે તે સ્વર્ગના સ્વામી. રાજાઓ વચ્ચે સરહદની તકરાર હોય છે, અગર નવી તકરાર થાય છે, તેવી રીતે સૌધર્મેન્દ્ર દક્ષિણના અદ્ધ વિભાગનો માલીક છે, ઈશાનેન્દ્ર પશ્ચિમના અદ્ધ વિભાગનો માલીક છે. ઇદ્રોને લેભને થોભ નથી. સરહદ પરના વિમાને પચાવવાની, અને પોતાની સત્તાની સરહદમાં લેવાની લેભવૃત્તિ થાય છે, એટલે એ કલેશ શરૂ થાય છે. ઈચ્છા-તૃષ્ણાને છેડો છે કયાં ?, છ ખંડનો માલીક દેવપણે ઈચ્છ, અને દેવ દેવતાનું સ્વામીત્વ-ઈદ્રપણું ઈચ્છે છે. ઈંદ્રને ગામનું, નગરનું અને દેશનું ખંડનું નહિ. પણ અધ દેવકનું રાજ્ય મળ્યા છતાં, એટલા વિભાગનું સામ્રાજ્ય સંપાદન થયા છતાં, ઇંદ્રપણું મળ્યા છતાંય, તેઓની ઈછા રોકાતી જ નથી, અને લોભને લાત મરાતી જ નથી. ઈચ્છા એ વૃદ્ધિ પામનારી વરતુ છે. નાનાં બાલકે તલાવમાં કાંકરી નાખે, ત્યારે તરત કું ડાળું થાય. એ પ્રથમ સંપૂર્ણ કુંડાળું નાનું હોય, તેની પાછળ મેટું લગોલગ બીજું કુંડાળું ઉભુ જ હોય છે. તે મોટું થવા જાય ત્યાં ત્રીજુ ઉભું જ હોય, એ કુંડાળાઓને છેડે છેક જળાશયને છેડે-કાઠે આવે છે. દરિદ્રીને સો મળે એટલે “ગંગા નાહ્યા માને. રસ મળ્યા પછી હજાર છે, હજાર ન મળે ત્યાં સુધી ઈછા હજારની, પણ હજાર મળ્યા એટલે ઈચ્છા લાખની થાય છે. લાખ ન મળે ત્યાં સુધી એમ બોલાય છે કે “લાખ તે ઘણા છે, ખાધાય ન ખૂટે, લખેસરી થઈએ એ શેઠું છે!” પણ લાખ મળ્યા એટલે ઈરછા કરોડને વળગે છે. કરોડ ઉપરના કેન્દ્રને ઈચ્છા કયાં સુધી વળગે છે?, કરોડ નથી મળ્યા ત્યાં સુધી. હજારનું ઠેકાણું નથી, અને લાખને નિયમ કરે, તે જે બરાબર પળાય તે જ ભાગ્યશાળી. હજાર નથી મળ્યાં ત્યાં સુધી ભલે સતેષ રહે, પણ હજાર મળ્યા એટલે વધ્યા, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com