________________
[૨૦]
શ્રીઅમોધ-દેશના-સંગ્રહ.
ઉત્કૃષ્ટ-પુણ્યના પરિણામે દેવલોક.
પુણ્યના પરિણામમાં ભોગવવાનું શું ?, વૈભવ, સાહ્યબી, સત્તા, સંપત્તિ, અદ્ધિ, સમૃદ્ધિ, દીર્ધાયુષ્ય વગેરે. અદ્ધિ સમૃદ્ધિની પરાકાષ્ઠાવાળાં સ્થાને દેવલોક તે પણ એક નથી, અનેક છે. ભવનપતિ આદિ પ્રકારો આપણે વિચારી ગયા છીએ. દેવલોકમાં ય અધમ હોય. આ શાથી?, આવાએ ક્યાંથી આવ્યા? શી રીતે આવ્યા? કર્મની વિચિત્રતા વિચારવા એગ્ય છે. કેટલાક જીવો દેખીતે ધર્મ કરતા હોય પણ વાસ્તવિક રીતિએ હોય અધર્મીના ભાઈ, જાણે માને ખરા પણ પાછા પ્રકૃતિએ તુચ્છ. કેટલાક જીવે મોક્ષને જાણે માને નહિ દેખીતાં કાર્યો ધર્મનાં કરે પણ પ્રકૃતિ (સ્વભાવ) તુચ્છ. કેટલાક તપ કરે પણ તે કેવું?, અજ્ઞાન તપ. જનાવરની હત્યા તરફ દરકાર જ ન હોય એ ત૫ જ્ઞાનમય કે અજ્ઞાનમય ? કમડ પંચાગ્નિ તપ કરતે હતો, અને કાષ્ઠમાં નાગ બળતું હતું. આવાઓ માટે તેવા તપના વેગે, તેવા પુણ્યના ભગવટા માટે દેવતાઓને તે પ્રકાર માનવો જ પડે. નીલ, કાત; કૃષ્ણ આ ત્રણ નરકની લેશ્યા છે, અને નારકીઓને તે માની. ભવનપતિ વ્યંતરમાં થી લડ્યા તેજે લેશ્યા. કેટલાક છોધર્મ કરે ખરા, પણ તેમાં કઈ કહે તે આંખ ચાર થાય, ધર્મના માર્ગે સ્વેચ્છાએ વર્તે. કઈ શીખામણ દેવા આવે તે કરડવા જાય. આવા છો તેવા પુણ્ય મેગે ભવનપતિ વગેરેમાં જાય, કારણ કે ત્યાં તેને વેશ્યા હોય. આ જ કેવા ?, ગાય દૂઝણી પણ હવા જતાં પાટુ લાત મારે તેવા અવળચંડી રાંડ જેવા હેય.
હવે આગળ વધે ધર્મની પ્રવૃત્તિમાં શું કરવું જોઈએ એ સમજે ખરે, ભૂલે ત્યાં મિચ્છામિ દુક્કડ દે, પણ છતાં બીજે દિવસે એના એ આત્માને ધર્મની પરિણતિ ખરી પણ ત્યાં ઉપગની સ્થિતિ અતવ્યસ્ત છે. જેમ પરિણતિમાં ભેદોને પાર નથી, તેમ પૂલ ભોગવવાના સ્થાનોમાં ભેદને પાર નથી. આવા જીને તેમની યોગ્યતાનુસાર દેવલેક મળે છે. જેઓએ ધર્મ તે કર્યો, સંયમ તે લીધું, પણ ગુરૂને ઉપાલંભ સહન ન થવાથી સ્વચ્છ જૂદા થયા. એમને એ મુજબ દેવલેક મળવો જોઈએ. રાજા, મહારાજા; અને શેઠીઆઓના કુલના દીક્ષિતેના મગજમાં પકો હોય કે, “મારે ધરમ સાધનામાં કોઈની રેકટોક ન જોઈએ એટલે તેઓ ગુરૂથી છુટા પડે છે. વાડમાં રહેલી જમીન ખેડાય, પણ બીડમાં રહેલી જમીન ખેડાતી નથી. એ રીતે સ્વદે ફરનારને કણ કહે? ચક આચાર્યાદિની આમ્નાયમાં રહેનારને રેકટોક હોય. હવે આવી રેકટેક સહન ન થવાથી જુદા પડી સંયમ પાલનારાઓ ભવનપતિ વ્યંતર તથા તીષિઓમાં ગયા છે, એમ શ્રીજ્ઞાતા, અને શ્રીનિરયાવલી સૂત્રથી સમજાય છે. તાત્પર્ય કે સાધુપણું તે પાળ્યું પણ સામાન્ય વાતાવરણ જૂદા પડી ગયા, એવા સાધુ-સાધ્વીઓ ભવનપતિ વ્યંતર તથા તિષી નામના દેવલેકે ગયા છે. ઉપકારી ગુરૂ આદિ સાચે માર્ગ બતાવે ત્યાં ઉંચી આંખ થાય, એવા સાધુઓ માટે વૈમાનિક સ્થાન નથી. જે સાધુ સાધ્વી ખપી છે, હિત શિક્ષા ગ્રહણ કરનાર છે, વિનય તથા વૈયાવચ્ચ સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com