________________
ક
[11]
શ્રીઅમોધ-દેશના-સંગ્રહ. ન્વિત હોવાથી ત્યાં “ક૯૫' શબ્દનો પ્રયોગ કરવાની જરૂર નથી, અને એવું વિશેષણ લગાડવું તે ન્યાય દષ્ટિએ પણ અયુક્ત છે.
ઉલાસની તરતમતા મુજબ ફની પણ તરતમતા. વૈમાનિક દેવલોકના બે ભેદ છે. કેટલાક વૈમાનિક દશ પ્રકારની વ્યવસ્થાવાળા છે, જ્યારે કેટલાક વૈમાનિકો તેવી વ્યવસ્થા વગરના છે. કેટલાક વૈમાનિકોમાં બીલકુલ ક્ષેત્ર નથી, અર્થાત્ ત્યાં બધાજ સમાન છે જ્યાં બે ભેદજ નથી પડતા, ત્યાં વિશેષણની જરૂર રહેતી નથી. શુદ્ધ વેશ્યાવાળા જીવ દશ પ્રકારની વ્યવસ્થાવાળા વૈમાનિક દેવે થાય છે. ભલે શુધ્ધલેશ્યાવાળા જી માન્યા, પણ તેમાંય પરિણતિ બધામાં એક સરખી હોય એમ માની શકાય નહિ. અનુભવથી જોઈએ છીએ કે ધર્મ કિયામાં પણ ઉલ્લાસની મંદતા તીવ્રતા દેખાય છે. ધર્મ કાર્યમાં પરિણતી કાયમ સરખી રહેતી નથી. શારીરિક, કૌટુંબિક, વ્યવડારિક કારણોને ધક્કો મારીને પણ ધર્મ કર્તવ્ય ગણે છે, છતાં તે વખતે પરિણામની ધારા કેવી બને છે? એક મનુષ્ય જીવનના ભોગે ધમં ટકાવે યાને ધર્માનુષ્ઠાનમાં અડગ રહે છે. એક મનુષ્ય તે અડગ ન હય, એક મનુષ્ય સાહજિકપણે ધર્મ ટકાવે, એક મનુષ્ય શારીરિક, વ્યવહારિકઅડચણને વેઠીને પણ ધર્મમાં ટકી રહે; અને એક તેમ ન ટકે, એ પ્રમાણે તેઓને મળનારા ફલમાં પણ ફરક પડવાને, અને ઉલાસની તરતમતા મુજબ ફલ પણ તરતમતાવાળાંજ મળવાનાં.
હરિબળ-માછીમારની દઢતા ! નિયમમાં દઢતા માટે, બીજા કોઈનું નહિ, માછી હરિબલનું ઉદાહરણ વિચારીએ. જાળમાં જે માછલું પહેલું આવે તેને છોડી મૂકવું,' આટલે જ નિયમ એણે ગુરૂમહારાજા પાસે લીધે હતે. માછીમાર હતું, કાંઈ ભર્યું ન હતું, પણ નિયમ લીધા પછી નિયમને ભંગ ન થાય, તે માટે એની કાળજી કેટલી?, તેણે પણ એક રસ્તો શેળે. જાળમાં આવનાર પ્રથમ માછલાને નિશાની કરતે, કે જેથી તે મત્સ્ય ફરી બીજી વારની જાળમાં આવે તે ઓળખાય. જે એમ ન કરવામાં આવે તે જે અભયદાન જેને દેવાનું છે, તે બીજીવાર આવવાથી માર્યો જાય તે હેતુ છે. હરિબલની આ યુતિ નિયમપાલનની તીવ્ર મનવૃત્તિને અંગે છે. આજના નિયમ લેનારાઓ છૂટવાનાં બારી બારણું શોધે છે. પહેલેથી શોધે તે તે જૂદી વાત, પરન્તુ નિયમ લીધા પછી પણ છટકબારી શોધે છે. જ્યારે આ માછીમાર તે નિયમ વાસ્તવિક-રીતિએ પાલન કરવા માટે પેલા મત્સ્યને નિશાની કરે છે. માછીમારની દઢતાની પરીક્ષા કરવાનું દેવતાને મન થાય છે. કોઈ મોટા સંત-સાધુ વગેરેને તપાસવાનું તે મન થાય, પણ દેવતાને માછીમારને કસી જેવાનું મન કયારે થાય?, એની દઢતાએ તે દેવતાને પણ કે વિસ્મય કર્યો હશે; દેવતા મત્સ્ય થાય છે, કારણ કે દેવે વૈક્રિયરૂપ કરી શકે છે. હરિબલે તે પિતાના નિયમાનુસાર તે મર્યને ઓળખાણ માટે નિશાની કરી. બીજી વખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com