________________
[૧૦૮].
શ્રીઅમેઘ-દેશના-સંગ્રહ. બાલક દૂર સુધી ભલે જોઈ શકે, પણ વિચાર કરવાની તેટલી શકિત હેતી નથી. મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનની શક્તિથી અવધિજ્ઞાનની શક્તિ જુદી છે. આજ કારણથી સલાહને, મંત્રણને અવકાશ છે. ઇંદ્રની સમાન અદ્ધિ, સમૃદ્ધિ તથા આયુષ્યવાળા દેવે તે સામાનિકદેવે કહેવાય છે. ઈંદ્ર તથા સામાનિક દેવતા તે મોટા સ્થાને હોય, પરંતુ વિચારક મંડલને અંગે તેત્રીશ દેવતાને એક વર્ગ છે, તેને ત્રાયશ્ચિત વર્ગ કહેવામાં આવે છે. મતમાં ફારફેર થાય ત્યારે મત મળવા જોઈએ. મતને અંગે વિષમ (એકી) સંખ્યા જોઈએ, માટે સંખ્યા તેત્રીશની રખાઈ છે. જે દેશનું રક્ષણ કરનાર વર્ગ ન હોય તે, સબુરીબાઈની સબુરી જેવું થાય. ભરૂચમાં સબુરીબાઈનું રાજય હતું. ચરપુરૂએ ખબર આપ્યા, કે શત્રુનું સૈન્ય સીમાડા પર આવે છે, મધ્યમાં આવ્યું, હદ ભેદી નજીક આવ્યું; વગેરે જણાવ્યું પણ સબુરી બાઈ તે નીરાંતે આનંદ કરે છે, અને કહે છે કે “સબુર કરે, સબુર કરે, એમ કરતાં રહ્યાં ને રાજ્ય ગુમાવ્યું. કિલા ભલેને બહેતર હોય, પણ લશ્કર ન હોય તે રક્ષા થાય શી રીતે ? રક્ષણ કરનાર વર્ગ હોય, તેજ વિચાર સફલ થાય. આ રીતે દેવલેકમાં પણ રક્ષકવર્ગ તરીકે લોકપાલ નામના દેવતાને વર્ગ છે. માલીક, ઉમરા, વિચારકમંડલ છતાં પ્રજા, ચાકર, લશ્કર આ તમામ હોવું જોઈએ. પરચુરણ લશ્કરને સ્થાને પર્ષદાવાળા દેવ ગણાય. હુકમ બજાવનારા દેવે તે આલિયોગિક દેવો. બીજા બધાની હડતાલને સરકાર કે મ્યુનિસિપાલીટી પહોંચી શકે, પરંતુ કચરાપેટીવાળાઓની હડતાલને તેઓ પહોંચી શકે નહિ. કચરાપેટીવાલાના સ્થાને દેવલેકમાં પણ કિલ્બિષિઆ દે છે. આ રીતે દેવતાના ભેદની જયાં વ્યવસ્થા છે, તે કલપન્ન દેવલેક કહેવાય.
અહીં પ્રશ્ન થાય કે ભવનપતિમાં પણ દશ ભેદ છે, છતાં વ્યંતર તિષીમાં વિચારક વર્ગ તથા લેક પાલ નથી, પરંતુ બાકીના આઠ તો છે ને? વૈમાનિકમાં કા૫પન્ન, કલ્પાતીત બે ભેદ છે તો પછી ભવનપતિમાં વ્યંતરમાં તે બે ભેદે કેમ નહિ? વ્યવહારમાં પીળું એનું લાવજે, પેળી ચાંદી લાવજે, એમ કઈ બોલતું નથી, કેમકે સેનામાં એકલો પીળે જ રંગ છે, ચાંદીમાં એકલે ધોળે જ રંગ છે, માટે જ્યાં વિભાગ નથી ત્યાં તેમ ભેદ પાડી બેલવાની જરૂર જ નથી. ભવનપતિ વગેરેમાં વ્યવસ્થા રહિતપણું હેવાથી, ત્યાં ક૯પપન્ન તથા કપાતીત એવા ભેદ પાડવા પડ્યા. તે સંબંધી વિશેષાધિકાર અગ્રે વર્તમાન
પર
+
+
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com