________________
શ્રીઅમેઘ-દેશના-સંગ્રહ.
મરણ સમયે સંસ્કારની હાજરી.
પાપ ઓછું અને પુણ્ય વધારે હોય એવા કારણે મળેલું જીવન તે મનુષ્ય ગતિ, અને પુણ્ય ઓછું પાપ વધારે, એને બદલે ભોગવવા મળેલું જીવન તે તિર્યંચગતિ. તિચ ગતિ નામ કર્મની ગણના પા૫ પ્રકૃતિમાં છે, પણ તિર્યંચનું આયુષ્ય બંધ પુણ્ય પ્રકૃતિમાં ગણે છે. તિર્યંચને ભગવટામાં પણ પાપના પરિણામને ભાગ અધિક છે, પુણ્યના પરિણામને ભાગ જૂજ છે. પુણ્ય અધિક હોય, અને પાપ છાના યેગે મનુષ્યગતિ મેળવાય. ત્યાંય પાપના યેગે નીચગેત્રાદિ મળે પંચેન્દ્રિયના ચાર ભેદોમાં દેવતાના વિધવિધ ભેદેનું, તેના કારણેનું નિરૂપણ ચાલી રહ્યું છે. ધર્મમાર્ગે વળેલા જીવમાંના ભિન્ન ભિન્ન પ્રકાર પડે છે, તે પ્રમાણે ભોગવટાને અંગે વર્ગો પણ ભિન્ન ભિન્ન હેય જ. કાયમ ત્રિકાલ પૂજન કરતાં હોય, અને તીર્થ યાત્રા કરતા હૈય, પણ યાદ રાખવાનું છે, કે આપણે જુગલીયા કે અકર્મભૂમિના મનુષ્ય નથી; કે જેથી બગાસું આવ્યું કે ટપ મૂઆ ! આપણા માટે તે ટાંટી આ ઘસીને મરવાનું છે. આપણે વ્યાધિમય વિષમ હાલતમાં, વેદનાની પરાકાષ્ઠા ભોગવતાં મરવાનું છે. આ વખતે ધર્મની શુભ ધ્યાનની વિચારણું શી રીતે યાદ આવે? અંત વખતે માનસિક-વાચિક-કાયિક-શક્તિ તે બૂઢ થઈ ગઈ હોય, ધર્મ કરણી થાય શી રીતે ? ત્યારે શું આખી જિંદગી ધર્મક્રિયા કરી તે શૂન્ય? ચમકશે નહિં! એજ વસ્તુ વિચારાય છે. એમ થાય ખરૂં કે આખું જીવન તીર્થ-યાત્રા, પૂજા, ધર્મ, સુપાત્ર-દાન, સાધુભક્તિ કરવા છતાં મરણ વખતે નવકાર બોલવાની તાકાતના અભાવે, જિંદગીભરની પવિત્ર આચાર, વિચાર, વાણની શૂન્યતા થાય તે શું કરવું?, આ સ્થળે જરા વિચારણાને લક્ષ્યમાં લેવી પડશે. કુંભાર ઘડે બનાવે છે, તેને અંગે કિયા જાણે છે? કુંભાર ચક્ર શી રીતે કેવા વેગે ફેરવે છે? ઘડો બને છે તે વખતે કુંભારને હાથ કે દાંડે ફરતે નથી. ચેતરફ કુંભાર ચક્કર ઘુમાવતું નથી. ત્યારે ઘડે બને છે શાથી?, ઘડો બને છે વેગથી. વેગ થયે દંડથી અને ઘુમાવટથી. આખી જિંદગી સુધી જીવ કાયાદિ-વાચિક-માનસિક ક્રિયાની જે વાસના સેવે છે, તે જ વાસના અંત અવસ્થાએ આવીને ખડી થાય છે, તે જ ભાવના કામ કરે છે. જિદગીના વ્યવસાયાનુસાર લેશ્યા-ભાવના છેલ્લે હાજર થઈ જાય છે. નવી વહુ કયા વર્ણની કઈ જાતિની છે, તે ઓળખાય શી રીતે ? રંગઢંગથી, રહેણીકરણીથી, કે ભાષાના પ્રયોગથી; અથવા વાણી આદિના વ્યવહારથી “પણ આરામાં કે માટલામાં પાણી કેટલું છે?' એ પ્રશ્ન સાથે “બેડું કે લેટે પાણે છે' એ ઉત્તર મળે તે એ વધુ સારી વાણનાં વ્યવહારથી ટેવાયેલાં ઉંચા વર્ણની વહુ છે, એમ સમજવી, પણ “શીગડાં જેટલું પાણી છે, આર જેટલું પાણી છે એમ જે તે બતાવે, અગર બેલે તે મેચણ વગેરે હલકાવર્ણની વહુ છે એમ સમજી શકાય છે. તે જ રીતિએ આખા જીવનને વ્યવસાય તે સંસ્કાર બને છે. છેલ્લી વખતે સંસ્કાર હાજર થાય છે, કે જેને લીધે જીવને ભાવિ આકાર અને દેહ-ગતિ વિગેરે નકકી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com