________________
દેશના-૨૬.
[૧૯૫] પણ અનેક, અને તેમાં પણ દરેકમાં તારતમ્યતા અનુસારે એમ માનવું જ પડે છે. નરકના જીવે તે નારકી–બીચારાઓ કેવલ ત્રાસના ભોગવટામાં જ જિંદગી પૂરી કરનારા ! ઉત્કૃષ્ટ પુણ્યનું પરિણામ ભોગવવાનું સ્થાન દેવક છે. દેવકમાં રહે છે તે દેવતા, અને તેઓ પુણ્યના ફક્વના ભોગવટામાં આખી જિંદગી ગુજારે છે. બીચારાઓ નારકીને જીવેને તે દુઃખની પરાકાષ્ટા છે, અને સમય પણ દુઃખ વગરનો નથી. એ દુઃખની કલ્પના પણ હાંજા ગગડાવનારી છે, ભયંકર કંપાવનારી છે, એટલે એ બીચારા વ્રત પચ્ચખાણ પણ કયાંથી કરી શકે? સ્વર્ગમાં પણ વ્રત પચ્ચખાણ નથી, અને નારકીને તે ત્રાસમાં એ સૂઝે નહિ; તેમજ એ શકય પણ નહિ. પરતુ દેવકમાં તે દુઃખ નથીને ?, હા, દુઃખ નથી, પણ માત્ર સુખ જ ભોગવવાનું છે એવી એ ગતિ છે. એમાં સુખના ભોગવટામાં લેશભર કાપ ન પડે. વ્રત પચ્ચખાણ કરે તેણે તે પગલિક સુખમાં અને તેનાં સાધનો ઉપર કાપ મૂકવો જ પડે છે. દેવતાઓ તો આખો ય જન્મ પાંચ ઇન્દ્રિયના ઉત્કૃષ્ટ ભોગોમાં જ રાચી માચી રહેલા હોય છે, તેથી તેને ત્યાં કાપ મેલવાને વિચાર જ કેમ આવે?, આખી જિંદગી ઉત્કૃષ્ટ-પુનાં ફલે ભોગવવાનું જ દેવલોકમાં નિયત છે.
નિયાણુનું પરિણામ. નિયાણ કરીને અદ્ધિ સમૃદ્ધિ રાજ્ય બલ વગેરે મેળવ્યું હોય, તેને પણ આ સુખથી ખસવાને વખત આવે નહિ, એટલે કે એવાઓને મનુષ્યલકમાં કે જ્યાં વ્રત પરખાણ કરવા અશકય છે; ત્યાં પણ સંયોગને લીધે તેઓ કરી શકે નહિ. જેમકે વાસુદેવ નિયાણુના વેગે એમણે મેળવ્યું બધું સુખ, પણ પરિણામ શું?, બલદેવ વાસુદેવ બને ભાઈઓ જ છે ને ?, એક પિતાના પુત્રો ઓરમાન ભાઈએ, માતા જૂદી પણ ભાઈઓ વચ્ચે સ્નેહ ઓરમાન નહિ. ભ્રાતૃસ્નેહમાં તે બલદેવ અને વાસુદેવ વિશ્વમાં દષ્ટાંતરૂપ છે. બલદેવ સદ્ગતિ મેળવે અને વાસુદેવ નરકે જ જાય, એ નિયમ નિયત છે; એનું શું કારણ?, નિયાણું કરીને જ આવેલા છે એ જ કારણ. નિયાણું કરનારા અને આખી જિંદગી ભોગેની આસક્તિ રહેવાની. તેઓ ત્રણ ખંડની સધ્ધિ આસક્તિથી ભોગવે છે, અને સુખને ભોગવટો લૂખાપણુથી કે અનાસક્તિથી નથી. શેઠને ત્યાં તથા ગરીબને ત્યાં નેતરું આવે, અને નાતીલા તરીકે શ્રીમંત તથા ગરીબ બને માટે જમણ છે. ગરીબની ગણત્રી થવાની નથી, એને માનપાન મળવાનું નથી, છતાં આસક્તિ છે. શ્રીમંતને માનપાન મળવાનું, છતાં જવું પડશે માનીને જાય છે, એટલે આસક્તિ નથી. તાત્પર્ય એ છે કે આસક્તિ એજ દોષ. નિયાણાયેગે જેઓએ અદ્ધિ મેળવી છે, તેઓ આખી જિંદગી આસક્ત જ રહેવાના. દેવતાઓએ ત્રાબ્દિ નિયાણાથી મેળવી છે એમ નહિ; પરંતુ ત્યાં સંગથી આસક્તિ છૂટતી નથી. નાટકીઆએ તેવી જિંદગી ભોગવે જ રાખે, તેમાંથી છૂટી શકે નહિ, એ નાચ નાચ્યા જ કરે, લીધેલા વેષ ભજવ્યા જ કરે; તેમ સંસારની રંગભૂમિ ઉપર દરેક જીવો જુદા જુદા નાટક કરે છે. તેમ દેવતા પણ પુણ્યના ભોગવટાના તંત્રથી છૂટી શકતા નથી. ઉત્કૃષ્ટપુણ્યનું પરિણામ ભોગવવાનું સ્થાન દેવલોક છે, અને આ વ્યાખ્યા સ્પષ્ટ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com