________________
દેશના-૨૩.
[૧] ખેર બને છે. એટલું જ નહિ પણ ધન હજમ કરીને પણ પેલા બળદની સંભાળ લેતું નથી. માર્ગથી ચારે લઈ જનારામાંથી કોઈ ચારો પણ આપતું નથી, પાણી ભરીને જતી નારીઓમાંથી કોઈ પાણી પણ પાતી નથી, કોઈ દયા સરખી કરતું નથી, અને બળદ ભૂખ અને તરસે મરે છે, છતાં તે મરનારે બળદ મરીને દેવતા થાય છે. કહે એણે કયું સારું કાર્ય કર્યું ?, છતાં વગર ઈચ્છાએ ભૂખ તરસની વેદના સહન કરી તે રૂ૫ અકામ નિર્જરાના ગે તે મરીને દેવ થયે. જ્ઞાનીએ કહેલા માર્ગે ચાલતાં જે કષ્ટ સમભાવે સહન કરાય, ઉપસર્ગ પરિષહ વેઠાય, તે સકામ નિર્જરાના પરિણામમાં તથા અકામ નિર્જરાના પરિણામમાં અંતર જરૂર પડશે. આ રીતે જ દેવતાની ગતિમાં મુખ્ય ચાર પ્રકારો ભવનપતિ વગેરેના છે.
નટને નિષેધ કે નટીને? એક માણસ સામાયિક કરે છે. સામાયિક છે તે કેવળ અપ્રતિમ-સકામ-નિર્જરાનું કારણ, ઉચ્ચ પુણ્ય પણ બંધાય, પણ કરણની તીવ્ર-શુદ્ધિના કે મંદ શુદ્ધિના આધારે ફળ થાય. સામાયિકમાં પણ પ્રમાદ કરે, અને ઝોકાં ખાય તે શું થાય ?, સાધુઓ સકામનિર્જરાના માર્ગે ચઢેલા છે, તેમાં પણ તીવ્રતા મંદતા તે હેય જ. શ્રી ઋષભદેવજી ભગવાનના સાધુઓ સ્થડિલ જઈને વળતાં માર્ગમાં નાટકીઓ જેવા ઉભા રહ્યા. મોડું થવાના કારણુમાં તેઓએ રાજુપણે સરળતાથી સત્ય કહ્યું. નાટક ન જવાય એમ તેમને કહેવામાં આવ્યું. ફરી વળી વાર લાગી ત્યારે કારણમાં તેમણે જણાવ્યું કે “નાટકડિ જેવા ઉભા રહ્યા. આ આપણે તેમણે સાચે સાચું કહ્યું. નાટકના નિષેધમાં નાટકડીને નિષેધ આવી ગયે, તેમ જણાવવામાં આવ્યું તે તેમણે સ્વીકાર્યું. તાત્પર્ય કે રાજુ સ્વભાવનું આવા સાધુપણાના ફલમાં અને વિકસવભાવના સાધુ પશુના ફલમાં ફરક પડે જ. આ દષ્ટાંત તે પર્યુષણમાં કાયમ સાંભળે છે ને? ભગવાન શ્રીષભદેવજીના સાધુએ અજુ અને જડ હતા, જ્યારે ભગવાન શ્રી મહાવીરદેવના સાધુઓ જડ તથા વક હેવાથી એ જ દષ્ટાંતમાં તેમણે એ જ જવાબ પણ વક્રપણે આપ્યા. પેલા સાધુઓ નટના નિષેધમાં નટી નહેતા સમજ્યા, જ્યારે મહાવીરદેવના સાધુએ તે સમજ્યા હતા. શ્રી મહાવીરદેવના સાધુઓ એકવાર નટ જેવા ઉભા રહ્યા, તેમને નિષેધ કરવામાં આવ્યું. ફરી તેઓ નાટકડી જેવા ઉભા રહ્યા, અને મોડું થવાનું કારણ પૂછતાં પ્રથમ તે આડી અવળી વાત કરી, અને જ્યારે નટીનું કહેવું પડ્યું ત્યારે ઉલટું બોલ્યા કે “નટીને નિષેધ કેમ નહેતે કર્યો?, તાત્પર્ય કે બન્નેના સાધુપણાના પાલનમાં આ રીતિએ જે ફરક હોય તે પ્રમાણે તેના પૂલમાં ફરક પડે જ એ સ્પષ્ટ છે.
આપણે જોઈ ગયા કે અકામ નિર્જરાથી પણ દેવપણું મળે છે. પંચાગ્નિ તપ, સ્નાનાદિ ત્યાગ, બ્રહ્મચર્યપાલન, દેહદમન વગેરેથી દેવપણું મળે છે. પુણ્યમાં અધિક, અધિક્ટર, અધિકતમ ભેદ પડે. પરિણામમાં પણ તેવા ભેદ પડે છે, અને અધિક-અધિક્તરઅધિકતમમાં પણ તરતમતા તે હોય જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com