________________
શ્રી અમોધ-દેશના-સંગ્રહ.
ભવનપતિના દેવ “કુમાર' શાથી કહેવાય છે? જેમ બાલકો ઘર, હાટ, વેપાર વગેરેની કિંમત સમજતા નથી, એ તે કેવલ મેજમાં મજામાં સમજે, શણગાર સજવામાં આનંદ માને તેમાંય કેટલાક બાલકો ચાલી જતી ગાયને વિના વાંકે પત્થર મારે, છે, કુતરાને કાન ચીમટે છે વગેરે કાર્ય કરે છે. તે રીતે ભવનપતિમાં પણ અસુરકુમારાદિ દેવો બસ શુંગાર સજે, અને નારકી જીવેને મારવા ઝુડવાનું કાર્ય કર્યા કરે છે. તેમને તેમાંજ રસ ઉપજે છે. અહિના અટાલાને સંસ્કાર દેવગતિમાં પણ સાથે જ આવે. રાજાનો શ્વાન કદાચ હલકા પદાર્થ નહિ ખાય, પણ જાત ધાનની એટલે મેજડી તે કરડે છે તે રીતે આ અસુર કુમાર ભલે દેવગતિમાં છે, છતાંય નરકના નિર્બલ નિરાધાર પારાવાર દુઃખી જીવે ઉપર પોતાની સત્તાને સેટે ક્રીડા કુતુહલ તરીકે ચલાવે છે. ભવનપતિના દશે ભેદને “કુમાર” તરીકે ઓળખાવાય છે. બાળકના જેવા સ્વભાવવાળા કેવળ મોજ શેખમાં હાલનારા અટકચાળમાં આનંદ માનનારા માટે “કુમાર” કહેવામાં આવ્યા છે.
વંતરાદિ દે-સંબંધિ બાલક મેટું થાય એટલે નદી તળાવે ભટકતું થાય. જ્યાં સારૂ લાગ્યું કે ત્યાં “મારૂં' કરી બેસી જાય. ભટકતી જાત પણ જ્યાં સારૂં દેખે ત્યાં ટકી જાય. દેવતાની જાતમાં પણ સારું મળે ત્યાં “મા” કરી બેસે તેવા વ્યંતરે છે. તિર્જીકમાં સારા સ્થાન પહાડ, પર્વત, વૃક્ષ બગીચા મકાનમાં તે વ્યંતરે અધિષ્ઠાતા થઈ જાય, કારણ કે તેઓને મનુષ્ય સાથે અંતર ભેદ નથી. મનુષ્યની વસતીમાં, અને જંગલમાં પણ સારું સ્થાન વ્યંતર પકડી લે છે. અધિષ્ઠાયક દેવનું દુર્લક્ષ્ય કરી મારી વસ્તુ મેળવી શકાય નહિ. દેના કાઉસગનું કારણ આથી સમજાશે. રખડતી જાતિના દેવેનું નામ વ્યંતર છે. દુનિયામાં કેટલાકે ધર્મ ન સમજે પણ પરોપકાર કરી છૂટે. દુનિયાના લાભમાં પિતાને લાભ માને તેવા છે. તેમ તિષી દે પણ જગતને હત કરે છે. દેવભક્તિના પ્રસંગે તેઓ મહત્સવને મુખ્ય પાઠ ભજવનારા છે.
શ્રીતીર્થકર દેવોના જન્માભિષેકના મત્સવની જાહેરાત જોતિષિએ નથી કરતા, પણ તેની જાહેરાત સૌધર્મેન્દ્ર કરે છે. આત્માની શુભ કરણીમાં તત્પર રહેવું, અને દેવ પણું ભેગવવું આ અવસ્થા વૈમાનિક દેવેની છે.
'T
F
;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com