________________
[૨૦]
શ્રીઅમોધ-દેશના સંગ્રહ. આ બધું વિચારય છે. એક માણસ દર્શન, પૂજા કરે ખરે, પણ કર્યા વિના છૂટકો નથી, કેઈક ઉપાલંભ આપે માટે કરવું જોઈએ એમ ધારીને કરે અને એક માણસ આવશ્યક ધારીને હદયે લાસથી કરે તેના ફલમાં મહાન ફરક હોય જ. જેને હદયમાં એવી ભાવના હોય “ધન્ય ભાગ્ય હું કે આવા સંયેગો મળ્યા ! ત્રણ લેકના શૃંગારરૂપ શ્રીજિનેશ્વર દેવનાં દર્શન થાય એવાં ઉત્કૃષ્ટ ભાગ્ય કયાંથી?'; એને એવું ઉંચું પુણ્ય થાય એ સહ જ છે. કેઈ વળી દેરાસરમાં જવા ઘેરથી નીકળે પણ માર્ગમાં મિત્રો મળે, કઈ મજમજાહ મળે કે માંડી વાળે ! એ ધર્મ કૃત્યને માંડી વાળે એટલે લલાટમાં પુણ્ય પણ પિતાનું આગમન માંડી જ વાળ ને ! આપણે મુદ્દે પુણ્યફલના તારતમ્યને અગે ફલનું તારતમ્ય છે. પૂજા કરવા જતાં, અને આખા દિવસ દરમ્યાન એક માણસ આંખ મીંચીને ચાલે, કીડી મકોડી પણ ન જુએ; અને એક માણસ લીલ ફૂલની પણ જયણા સાચવીને ચાલે છે. હવે ચાલે તે બેય છે, પણ ચાલવા ચાલવામાં ય ફેર એટલે સામાન્ય ક્રિયા દ્વારા પુણ્ય પાપના બંધમાંય ફરક પડે છે. બંધાતા પુણ્યમાં પણ તીવ્ર ભાવ મંદ ભાવના હિસાબે પરિણામ પણ તેવું માનવું પડે.
અકામ-નિર્જરા. દેવક-સ્વર્ગ પુણ્યથી મળે છે, પણ પુન્યાઈમાં તારતમ્ય છે. બંધાતા ઉત્કૃષ્ટ પુણ્યમાં પણ તેવી તામ્યતા છે. બંધાતાં ઉત્કૃષ્ટ પુષ્યમાં પણ જેવી તરતમતા તેવું પૂલ સમજી લેવું. દેવકમાંના જણવેલા ભેદે માંથી કયે ભેદ પ્રાપ્ત થાય, તેને આધાર પુણ્યના તારતમ્ય ઉપર છે. દેવકના મુખ્ય ચાર ભેદ-૧ ભવનપતિ, ૨ વ્યંતર, ૩ જ્યોતિષી; અને ૪ વૈમાનિક સકામ નિર્જરને દા સમકિતી રાખી શકે, પણ અકામ નિર્જરને દાવો કે ઈજા કોઈથી રખાય તેમ નથી. જીવાદિ તત્ત્વોની શ્રદ્ધા ધરાવનાર સમકિતીના જાણવા માનવામાં આવના જ્ઞાનાદિ ગુણે છે, અને તે ગુણે કર્મથી અવરાયેલા છે, એમ તે સમકિતી સારી રીતે જાણે છે. આ સમકિતી જે તપ કરે, જે ધર્મ ક્રિયા કરે તે કર્મના આવરણના ક્ષયની દૃષ્ટિએ, આત્માના ગુણત્પત્તિની દષ્ટિએ કરે. જેને આવું જ્ઞાન ભાન નથી તે જીવ પણ દુખે ભગવે તેનાથી જે કર્મનું તૂટવું થાય તે અકામ નિર્જરા કહેવાય. ગમે તે રીતે જેલ ભેગવનારના જેટલા દિવસે જાય તેટલા દિવસે તેની સજામાંથી ઓછા તે થાય જ છે. કર્મ ક્ષયની બુદ્ધિ વિના ઉદય આવેલાં પાપની વેદના ભેગવવાથી કર્મનું તૂટવું તે અકામ નિર્જરા.
ભૂખ્યો-તરસ્ય-મરેલે બળદ દેવ થાય છે. પાંચસેં ગાડાં ઉતારનારા બળદની વાત તે જાણે છે ને? આખા માગે તેણે કાદવમાં પાંચ ગાડાં ખેંચ્યા, કાંઠે લાગે, પણ પછી નસના સાંધે સાંધા તૂટી ગયા. ચાલવા સમર્થ રહ્યો નહિ, એટલે તેને માલીક તે ગામના મુખીને તે બળદ સોંપી જાય છે, અને તેની સારવાર માટે ધન પણ આપે છે. એ માલીક તે પિતાના પંથે વળે છે, અને અહિં પેલે મુખીહરામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com