________________
શ્રીઅમોધ-દેશના–સ ગ્રહ.
પૂર્વ ભવમાં કોઠીંબડુ છેલવામાં રાચ્ચા તેનું ફલ ખંધક મુનિના ભવમાં ઉદય આવ્યું. તમે કેરી આરીઓને છોલવામાં રાચતા હે તે સાવચેત રહેજે. પાપની ક્રિયામાં જેટલા રચ્યા માગ્યા તેટલાં ચીકણાં કર્મ બંધાવાનાં. અંધક મુનિ કાંઈ જેવા તેવા નહતા. તે ભવમાં તે મનુષ્ય મુનિ, ઉત્તમ તપસ્વી સુદઢ ક્ષમાશીલ છતાં પેલું રાચવામાચવા પૂર્વક કે ઠીંબડાની છાલ છેલ્યાનું બાંધેલું કર્મ ત્યાં આવીને ભેટયું અર્થાત્ ઉદયમાં આવ્યું. તેના વિપાક-પૂળરૂપે એમની જીવતી ખાલ (ચામડી) ઊતારી. કેવી ભયંકર વેદના છે. ભગવાન શ્રી મહાવીર દેવને કાનમાં ખીલા ઠેકાણું ! એ ભવમાં પિતે સાક્ષાત્ પ્રભુ છે. તે વખતે મુનિપણમાં છે, ધ્યાનસ્થ છે અડગ છે કેવલ ક્ષમામૂર્તિ છે, પરંતુ વાસુદેવના ભવમાં પેલા શય્યાપાલકના કાનમાં ગરમ (તપાવેલું) શીસે રેડયું હતું, તે કર્મને વિપાક ઉદયરૂપે અહીં હાજર થયે. “કર્મ ન છુટેરે પ્રાણીયા” ગાઓ છેને! હવે જે કર્મનું ફલ દશ ગુણું સો ગણું અનેક ગુણ ક્રોડાકોડ ગુણું ભેગવવાનું હોય ત્યાં શરીર એવું હોવું જોઈએ કે જે વેદનાથી છુટી શકે નહિ, મરી શકે નહિ. એવું શરીર નારકીમાં છે.
બીજાને ત્રાસ, દુઃખ, સંતાપ મૃત્યુ આપ્યા કરવાથી તેના ફલરૂપ ભેગવવાનું ભવાંતરરૂપ સ્થાન જેમ માનવું પડે. એ સ્થાન જ નરક, તેમ બીજાને સુખ શાંતિ આરામ આપવાથી ભવાંતરમાં સેકડે, હજારો વર્ષો સુધી શાંતિ આપનાર સ્થાન પણ માનવું જોઈએ જ, અને તે સ્વર્ગ એટલે દેવક. લાખ ગુણ સમય સુધી સાતા ભેગવવામાં અડચણ ન આવે તેવું સ્થાન સ્વર્ગ છે. દેવલોક તથા નારકી ગતિ, બન્ને બુદ્ધિગમ્ય છે જ, માનવાં જ પડે તેમ છે. તીવ્રપાપ પણ મનુષ્ય કરે છે. દેવકને લાયક પુણ્ય પણ મનુષ્ય કરે છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય આચાર જાતિમાંથી એક પણ જાતિ એટલે કે ચારે ય જાતિ દેવલોક કે નરકે જતી નથી, એટલે કે એ જાતિમાં એવાં પાપ-પુણ્ય થઈ શક્તાં નથી, થતાં નથી નરકે કે દેવલેકે પચેન્દ્રિય જ જાય, મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિય જ તેવાં પુણ્ય કે પાપ કરી શકે અને દેવક મેળવી શકે અગર નરકે જવું પડે. દેવ, મનુષ્ય, તિર્યચ, નારકીએ પરિણાવેલા પુદગલમાં પટભેદ છે કે નહિ. તેને અંગે પરિણામની વિચિત્રતા છે કે નહિ. તે સંબંધિ અગ્રે વર્તમાન.
છે દેશના ૧૬
બુદ્ધિશાળી પુરૂષની દૃષ્ટિ ફલ તરફ હોય છે.
જીવ સૂક્ષ્મ પુદગલેને ગ્રહણ કરી શકતું નથી. શાસનની સ્થાપના પ્રસગે, ભવ્યાત્માઓના હિતાર્થે શ્રી ગણધર મહારાજાએ રચેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com