________________
દેશના-૨૨.
અને ઉદય એજ ત્યાં કારણ છે. ઈતિરે ત્યાં ઈશ્વરને આગળ કરે છે. જે એમ માનીએ તે કર્મ જેવી ચીજ મનાય નહિ. બકરીને કસાઈ મારે છે, મનુષ્યને કઈ ખુની મનુષ્ય મારે છે; એ બકરી અને મનુષ્ય બને પાપનો ઉદયે જ મરે છે. કારણભૂત કર્મ છે તેમાં ઈશ્વરને વચ્ચે લાવવાનું કોઈ કારણ નથી. કર્તા, હર્તા ઇવરને માનીએ તે, તે પછી કસાઈ કે ખુની બિન ગુનેગાર જ ગણશે, કેમકે ત્યાં પ્રેરણ ઈશ્વરની જ ને! જલાદ ફાંસી દે છે તે ન્યાયાધીશના હુકમથી દે છે, એમાં જલ્લાદ પિતે વધ કરનાર નથી. વધના હુકમને અમલ તે કરે છે. પ્રશ્ન આગળ વધી શકે છે. સજા કરનાર ન્યાયાધીશને કર્મ બંધન ખરું કે નહિ? દષ્ટાંત એકદેશી ય ન હોય. ચંદ્ર નાને મોટો થાય છે, તેમ ચંદ્રમુખીમાં થતું નથી, પણ સૌમ્યતાની દષ્ટિએ “ચંદ્રમુખી' કહેવાયેલ છે. ન્યાયાધીશ ન્યાય ચૂકવવાનું કાર્ય પણ દુન્યવીવ્યવહારથી જ કરે છે ને ! શહેનશાહતને વફાદાર રહીને, ન્યાયના દેખાવ પૂર્વક તે કરી કરે છે. ન્યાયાધીશ વફાદારીના સોગન લે છે ખરે, પણ વફાદારી કોની?, શહેનશાહની, અને શહેનશાતની; નહિ કે પ્રજાની. અરે પ્રજાની વફાદારીમાં પણ મુખતા સ્વદેશની, અને પરદેશને અંગે બધી છૂટ. આ તે રાગદ્વેષની બાજી છે. બીજે સ્થાન ન પેસે એની કાળજી શેરીને શ્વાન કાયમ રાખે છે. અર્ધી પણ એવી જ લડાલડી ચાલુ છે. રાજ્યના રક્ષણ માટે બધી ય વ્યવસ્થા છે. જે ઈશ્વરને કર્તા માનીએ તો તેને કર્મ લાગે કે નહિ? જો એમ કર્મ લાગ્યાનું ન માનીએ તે પછી કર્મ વસ્તુ જ ઊડી જશે, કર્મ તે છે જ. પ્રત્યક્ષમાં કઈ વસ્તુ અને પ્રશ્ન નથી, અર્થાત્ પ્રત્યક્ષમાં પ્રશ્ન હેય નહિ. પાણી ઠારનાર શાથી?, અગ્નિ બાળનાર શાથી, એ પ્રશ્ન જ ન હોય, કેમકે પ્રત્યક્ષ છે. જગતમાં સુખ દુઃખ તે પ્રત્યક્ષ જ છે. સુખ દુઃખ કર્મદત્ત કે ઈશ્વરદત્ત એ પ્રશ્ન પછીને છે, પણ સુખ દુઃખ તે પ્રત્યક્ષ છે જ ને ! દુનિયામાં પણ વ્યવહાર છે કે સંતાન બધાં સરખાં ગણવાં જોઈએ એમાં એકને બધું અપાય, એક તરફ આંખમીંચામણ થાય તે ત્યાં તરત ભેદને આરેપ થાય છે. આ વહાલે, આ અળખામણે એમ કહેવાય છે. દુનિયા પર કહે છે કે, તમે એકને વહાલે ગણે છે, એકને અળખામણે ગણે છે. ગરાસિયાને મેટો પુત્ર વહાલું લાગે છે, વાણિયાને નાના પુત્ર વહાલું લાગે છે. ઈશ્વર માટે પણ જે તે એકને સુખ આપે, એકને દુઃખ આપે તે એ પણ એવો ભેદ રાખે છે એમને ? જે કર્માનુસાર' કહીએ તે ય પ્રશ્ન પરંપરા ઊભી જ છે. તેવા તેવા કર્મોની પ્રેરણાને પ્રેરક જે ઈશ્વર, તે ફલ જીવને શા માટે? વળી કર્મ જેવી ચીજનું અસ્તિત્વ થયું તે ઈશ્વરને કર્મ લાગે કે નહિ? વિધવિધ પ્રેરણ કર્યું જાય છતાં કર્મ ન વળગે? દુનિયામાં કઈ સજન ઉપર “તમે પણ મારા તારને ભેદ રાખે છે” એવો આક્ષેપ કરે તે તેણે મરવા જેવું થાય, તે પછી ઈશ્વરને તે વહાલા, અળખામણને ભેદ હોય? સજજને તે અપકારી પર પણ ઉપકારી હોય છે, કારણકે એમને સ્વભાવ જ એ છે. :
એક વખત એક લશ્કરી અધિકારી ચાલ્યા જાય છે. રસ્તામાં કોઈક મનુષ્યને લેતાં એને કાંઈક હેમ ગયો એટલે એ તેને સજા કરા ચાલે છે. પાછલથી કઈ સારા મળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com