________________
[૬]
શ્રીઅમેધ-દેશના–સંગ્રહ.
સજાના મારથી ઘવાયેલ પિલા મનુષ્યને સાજે કર્યો. ફરી એ પ્રસંગ બન્યું કે પેલા લશ્કરી અમલદાર તે ઘોડેસ્વારીમાં છે તે વખતે તેને પગ પેંગડામાં કઢંગો ભરાઈ ગયે છે. ઘેડ થાભ નથી, દેડયે જ જાય છે. એની તાકાત નથી કે પગ કાઢી શકે. જેને સા કરી હતી એ જ મનુષ્ય અનાયાસે આવી પહોંચે છે, અને જેણે સજા કરી હતી, જેણે અપકાર કર્યો હતો, તેને પગ તે સજજન પેંગડામાંથી કાઢે છે. પેલા લશ્કરી અમલદારને તે પિતાને સ્વભાવ મુજબ ઊલટું માઠું લાગ્યું કે જેના પ્રત્યે પોતે અપકાર કર્યો છે, તેનાથી બચાયું તેના કરતાં મૃત્યુ સારૂં! સજજને અપકારીને ઉપકારને માર મારે છે. ઈશ્વરમાં તે આ ગુણ, અપકારી ઉપર પણ ઉપકાર કરવાનો ગુણ ઉત્કૃષ્ટ હોવો જોઇએ. જંગલી રાજે પણ ધાવણું કે નાનાં બાળકોને ફાંસીની સજા કરતા નથી, ત્યારે ઈશ્વર તો ધાવણા બાળકોને તે શું, પણ ગર્ભમાં રહેલાને ય મારી નાંખે છે, આ કઈ હાલત! તાત્પર્ય કે ઈશ્વર બનાવનાર નથી પણ બતાવનાર જરૂર છે. જીવાદિ ત, પાપ પુણ્ય મેક્ષ, મોક્ષના ઉપાયે બતાવનાર ઈશ્વર જ છે. ઈશ્વર તે નિરંજન, નિરાકાર છે; પણ દેરાસર, પૂજા પ્રતિષ્ઠા આદિનું સ્થાને ત્યારે જ છે કે જે ઈશ્વરને બતાવનાર માનવામાં આવે છે.
કર્મ ઉદયાનુસાર જીવ તે તે ગતિમાં ગમન કરે છે. ધાણાપંથીઓ (બ્રાહ્મણે) પિતાનું પેટ ભરવા માટે ઇશ્વરને આગળ કરે છે. તેઓ કુદરતમાં જ્યાં ત્યાં પોતાના લાગા ઈશ્વરને નામે લાગુ કરે છે, ત્યાં ત્યાં સીમંત, જન્મ, લગ્ન, મરણના તમામ સમયે, અને મરણ પછી પણ કાયમ શ્રદ્ધાના નામે તેઓ પ્રજાને ચૂસે છે. આ કયારે બને? જે ઈશ્વરને આગળ ન કરે તે તેમને કોણ આપે. મનુષ્ય દારૂ પીએ, અને મગજ ગાંડું થાય એ દેષ ઈવરને?, સાકર ખાવાથી ઠંડક થાય; મરચું ખાવાથી બળતરા થાય એમાં ઈશ્વરને શું લાગે વળગે? વારૂ! જગતને કયે ઈશ્વર? કૃષ્ણ, રામ, ઈસુ, અલ્લા કે જરથોસ્ત? ચિઠ્ઠી કોણ નથી લખતું? પિપ પણ ચિઠ્ઠી હુંડી લખે છે ઈશ્વરના નામે ધૂતવાના ધંધા બધાને ત્યાં ચાલુ છે.
ઇશ્વરના નામે ધાગાપંથીઓના ધંધા. વડોદરામાં એક દક્ષિણી મરાઠા જ્ઞાતિને હતે. તેને બાપ મરી ગયે. પ્રથમ પોતે શ્રીમંત હતું, પણ આ વખતે સ્થિતિ ઘસાયેલી હતી. હવે બાપની સેજ (શમ્યા) પૂરવા જાય તે ખરેખરા બે હજાર રૂપીઆ જોઇએ. જ્યારે શા પૂરવાની વિધિ કરે તે પિતાની પ્રતિષ્ઠા પ્રમાણે કરવું જ પડે. ગોર લાગે છેડે તેમ નહોતું, અને તે પારાવાર ચિંતા થઈ; પણ તે વખતે એક મિત્ર મળે. તેણે યુક્તિ બતાવી, અને કહ્યું કે કામ થવા સાથે આબરૂ પણ રહેશે; તેવી યુક્તિ-ચાવી બતાવી દીધી. એ દક્ષિણી તે ગેરને ત્યાં ગયો અને તેણે કહ્યું ગોર મહારાજ! મારે બાપ પકકો અફીણી હતે, માટે આ ચાર તેલા અફીણ તરત ખાઈ જાએ, જેથી જલદી મારા બાપને પોંચે. તે સ્વર્ગમાં અફીણ વિના ટાંટીઆ ઘસતે હશે. ગોરે કહ્યું “એમ કાંઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com