________________
શ્રી અમ દેશના–સંગ્રહ. ખબર પડે, કે “હવે અહીંથી છ માસ પછી નીકળવાનું છે, નવ માસ ગર્ભવાસમાં ગંધાતી ગટરમાં રહેવાનું છે. ત્યારે એની કઈ હાલત થાય? એ તે વૈક્રિય દેહ છે, વજમય છાતી છે. જેથી તેના સેંકડો ટૂકડા થતા નથી. આ હાલતમાં જે દેહ ઔદારિક હોય તે છાતી ફાટી જ જાય. આસ્તિક હોય, સમકિતી હોય તેને આ ઉપરથી જીવની વાસ્તવિક દશાને
ખ્યાલ આવ્યા વિના રહે નહિ. કેટલાકે માત્ર પારકી વાત કરે છે, ડુંગરને બળતે દેખે છે, પણ પગ તળે બળતું જોતા નથી, એ કેવું ખેદજનક! દેવગતિમાં તો સુખ સાહ્યબી છે. વૈભવ છે, છતાં સમાતી તે તે ગતિથી ડરે છે. સમકિતીને ઈચ્છા હોય મોક્ષની અને દેવગતિમાં મેક્ષ માટેનાં દ્વાર તો બંધ છે. દેવગતિ એટલે એટલા લાંબા આયુષ્ય સુધી મેક્ષમાર્ગ નડિ જ. કહોને કે મેક્ષ ગીરવી મૂકાઈ ગયે છે. આથી સમકિતીને દેવગતિ પણ કંટાળા ભરેલી લાગે. એ કંટાળાનું નામ નિર્વેદ. કર્મની આધીનતા વિનાનું ચૌદ રાજલકમાં મેક્ષ સિવાય એ કે સ્થાન જ નથી. જયાં જન્મ નથી, મરણ નથી, જરા-વૃદ્ધાવસ્થા નથી, કેવલ જ્ઞાનાદિ ગુણમાં રમતાછે, કર્મ નું બીજ ભસ્મીભૂત થઈ ગયું છે, આધિ વ્યાધિ ઉપાધિ કશું જ દુઃખ નથી, એવું સ્થાન એક મોક્ષ જ છે. મોક્ષ વિના બીજી ઈચ્છા ન કરવી તે સવેગ. કર્મના કારણેથી ઉદ્વેગ તે નિર્વેદ. શમ એ કે ચાહે તેવા પ્રસંગમાં આત્મા ને ફોધ કષાય ન થાય. નરક ગતિના દુઃખેની વિચારણું તે નિર્વેદનું મુખ્ય સ્થાન આથી પ્રથમ નરક કહી, નારકી કહ્યા. હવે બાકીની ગતિનો ક્રમ અંગે વર્તમાન.
છે દેશના–૧૮ દર
આજ્ઞાસિદ્ધ પદાર્થોમાં યુકિતને આગ્રહ અયુકત છે. नेरइयपंचिदियपभोग• पुच्छा, गोयमा ! सत्तविहा पन्नत्ता, तं जहा-रयणप्पभापुढविनेरइयपयोगपरिणयावि जाव अहेसत्तमपुढविनेरइयपंचिंदियपयोगपरिणयावि,
સ્વરૂપે સર્વ આત્મા સમાન છે. શ્રી તીર્થ કરદેવ સ્થાપિત શાસનની પ્રવૃત્તિ માટે, ભવ્યાત્માઓના કલ્યાણાર્થે શ્રી ગણધર મહારાજાએ શ્રીદ્વાદશાંગી રચી. દ્વાદશાંગીમાં પાંચમા અંગનું નામ શ્રીભગવતીજી સૂત્ર છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તરના સંગ્રહરૂપ આ મહાન ગ્રંથ છે. એ પ્રશ્નના પ્રણેતા શ્રીગૌતમસ્વામીજી ઉત્તરદાતા ભગવાન શ્રી મહાવીરદેવ. અહીં શ્રીભગવતી સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદેશાને અધિકાર ચાલી રહ્યો છે. એમાં પુદ્ગલ પરિણામને વિચાર ચાલે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com