________________
F
શ્રીઅમોધ-દેશના-સંગ્રહ. નારદી, તિર્યચ, મનુષ્ય ને દેવ, આ ચાર ભેદ આ રીતિએ છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય ચઉરિન્દ્રિયમાં આ ચાર ભેદ કેમ નહિ? આ શંકાનું સમાધાન એ છે કે સંજ્ઞી પણ વિના ઉત્કૃષ્ટ પુણ્યવિપાક ઉત્કૃષ્ટ પાપવિપાક અધિક પુણ્યવિપાક અધિક પાપવિપાક ભેગવવાના પ્રસંગ આવે નડિ, અને પંચેન્દ્રિય પણ વિના સંજ્ઞીપણું હોય નહિ. સંજ્ઞા વિના સુખદુઃખને અનુભવ થાય નહિ. આ વાત દુન્યવી દષ્ટાંતથી સમજી શકશે. નાનુ બાલક શ્રીમંતનું હોય કે નિર્ધનનું હોય, તે ઉછેરે છે, પણ પિતપોતાની સ્થિતિને તેઓને ખ્યાલ નથી. સાધનની તીવ્રતા મંદતા એના હૃદયને અસર કરતાં નથી. બાપે કરોડ ખેયા કે કરોડની કમાણી કરી હેય, એકે ય ની અસર બાલકના મન પર કે શરીર પર થતી નથી, કેમકે તેને તેનો ખ્યાલ નથી. બાલકને સંગ્રહણી વ્યાધિ થયે હય, વૈધે “સંગ્રહણી થયાનું કહ્યું-જણવ્યું પણ હોય, વ્યાધિના સ્વરૂપનું ભાન તેને ન હોવાથી પિતે બેલે કે મને સંગ્રણી થઈ છે, પણ રેગને અંગે બાળકને ચિંતા હોય નહિ. ચિંતા માબાપને હેય. વ્યાધિની ભયંકરતાનું એ બાલકને ભાન નથી માટે તેને ચિંતાની અસર નથી.
જુલમીને ધિક્કાર છે! ભયંકર પાપીઓનું વિપાકેદ સાંપડેલું કુદરતનું કારગ્રહ નરક છે. કરેલા કર્મોનાં ફળથી ગુનાની સજામાંથી કદાચ દુનિયાદારીમાં છટકી શકાય, પણ કુદરતના સામ્રાજ્યમાં તેવી પોલ નથી. દુન્યવી વ્યવહારમાં તે પોલ શું બખેલ પણ નભે. કેઈ ગુનેગારે કેટલી વખત છૂટી જાય છે. પૂરવાના અભાવે છૂટી જાય, લાંચ રૂશ્વત આપને સ્ટી જાય. બધા ગુનેગારો પકડાય છે એવું પણ નથી. કુદરતના રાજ્યમાં તે ગુને કર્યો કે નેંધ થાય જ, કર્મને બંધ થાય જ, અને જે કર્મને બંધ તે ભેગવટે વિપાક સમયે ભગવો પડે.
નાનાને ન્યાય મેટાઓ કરે, મેટાને ન્યાય અધિકારી કરે, અધિકારીને ન્યાય રાજા કરે, પણ રાજાના અન્યાયને ચુકાદે કોણ આપે? નરકાદિ ગતિનું મન્તવ્ય જ સત્તાની શયતાનીયત ઉપર અંકુશરૂપ છે. જે દુર્ગતિ જેવી ચીજ મનાય જ નહિ, પછી તો સત્તાની શયતાનીયત સાવ નિરંકુશ થાય. સત્તાને દુરૂપયોગ કરતાં વિચાર ન કરે એને માટે દુર્ગતિ તૈયાર જ છે. તમે પચેન્દ્રિય એટલે વધારે સામર્થ્યવાળા, વધારે સત્તાવાળા, એટલે તમે જે એ કેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિયને કચરે છુંદો પીલે દાબો એવું કરો તે તમે પણ સત્તાને દુરૂપયેગ કર્યો કહેવાય. દુરૂપયેગ કરનાર માટે દુર્ગતિ છે જ. થોડા સમયના મળેલા અધિકારમાં ઉપકાર ન કરે તે અધિકારીના અધિકારમાંથી આદ્ય “અ” ને લેપ થાય છે અને એ અધિકારીના લલાટમાં “ધિકાર” રહે છે, અર્થાત તે ધિક્કારને પાત્ર બને છે. રાજા પ્રજાને લૂંટે તેને જુલમી કહીએ તે પછી પંચેન્દ્રિય જીવે પિતાથી ઓછી ઈન્દ્રિયવાળા જી ઉપર જુલમ ગુજારે, સેટે ચલાવે શારીરિક કૌટુંબિક આર્થિક વ્યાવહારિક લાભ માટે તેને કચ્ચર થાણ કાઢે તે કેમ જુલમી નહિ? પિતાથી હલકી પાયરીએ રહેલા છ ઉપર જુલમ વર્તાવનારને ખરેખર ધિકાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com