________________
દેરાના-૧૮,
કુદરતના ઈન્સાફમાં સુકા ભેગું લીલું બળતું નથી. કુદરતને ઈન્સાફ શેખે છે. ત્યાં સુક્કા ભેગું લીલું બળતું નથી. નરક એ તીવ્રતમ પાપવિપાક મેળવવાનું સ્થાન છે. એ વિચારી ગયા. નરકો સાત છે. ત્યાં અત્યંત ઠંડી અત્યંત ગરમી છે. એ ઠંડી, એ ગરમી, શરીર ઉપર કેવી અસર કરે તેવી અસર બીજા સ્પર્શથી નથી થતી. હલકાપદાર્થ તથા ભારે પદાર્થની અસર તે અડ્યા પછી થાય, પણ અડ્યા વિના અસર કરનાર ઠંડી તથા ગરમી છે. ટાઢ તથા ગરમીને કઈ લેવા બોલાવવા જતું નથી, એ તે આપોઆપ આવીને અસર કરે છે. ત્યાંનું ક્ષેત્ર જ એનું શીત અને ઉષ્ણુ છે, કે જેથી ત્યાંનાં તાપ તથા ઠંડીને સંતાપ સહન કરે જ પડે, એ વેદના ભોગવવી જ પડે. ત્યાં સુધી તથા તૃષાનું પણ દુઃખ તે છે. ભૂખ તરસ કામે લાગે છે, પરંતુ ટાઢ તથા તાપ તે પ્રતિક્ષણે ભેગવવાં જ પડે છે.
આજ્ઞાસિદ્ધ તથા હેતુ સિદ્ધ પદાર્થો. શાસ્ત્રોમાં બે પ્રકારના પદાર્થો છે, કેટલાક પદાર્થો એવા છે, કે જે માત્ર શ્રધ્ધાથી જ મનાય, આજ્ઞાથી જ માનવા પડે. અભવ્યે કદી ઊચા આવવાના જ નહિ, અને ભવ્ય ઊંચા આવવાના. આ ભેદ અનાદિના છે. જીવની લાયકાત સ્વભાવ ફરતા નથી. નાલાયકપણું હોય તે તે તેવું જ રહે છે. અભામાં મોક્ષે જવાની લાયકાત નથી તે નથી જભવ્ય અભવ્યને વિભાગ જ્ઞાનીના વચનથી જાણી શકાય. જે પદાર્થો આજ્ઞા કે શ્રદ્ધાગ્રાહ્ય છે, તેવા પદાર્થની યુક્તિમાં ઉતરવું નહિ. યુક્તિમાં ઉતરતાં યુક્તિ રકાય, ખલિત થાય, તે સામાના હૃદયમાં અશ્રદ્ધા ઉન્ન થાય. પૃથ્વીકાય અપૂકાય તેઉકાય વાયુકાય સુધીમાં નિગદ ન માની, પણ વનસ્પતિકાયમાં માની. અહી યુક્તિ કામ લાગે નહિ. પાણી પરિણામાન્તર પામે. પાણીનાં પુદ્ગલેએ લાકડું બનાવ્યું, પણ પાણી સ્વતંત્ર લાંબી મુદત ન ટકે. પરિણામાન્તર થાય તે તે ટકે. આમ યુક્તિ લગાડતાં પૃથ્વીકાયમાં વાંધ આવે. કેમકે પૃથ્વી સ્વાભાવિક લાંબી મુદત ટક્નારી છે. ભવ્ય અભવ્ય છના ભેદ આજ્ઞાએ સિદ્ધ છે, એમ સમજાવાય. બધું આજ્ઞાસિદ્ધ પણ નથી. જે પદાર્થો હેતુ તથા દષ્ટાંતથી સાબિત થાય છે તે રીતિએ સમજાવવા.
સાત નરપૃથ્વીનાં રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, મહાતમપ્રભા, વગેરે નામો તે પૃથ્વીના પુદગલેને અનુલક્ષીને છે. તેને અંગે આગલનું વર્ણન અગ્રે વર્તમાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com