________________
-
-
-
-
દેશના–૧૮.
[૭૧]
જે સ્વરૂપથી વિચારવામાં આવે તે નિગોદથી માંડીને સિદ્ધના જીવ જીવથી સમાન છે. અસંખ્યાત પ્રદેશ વિનાને તેમજ કેવળજ્ઞાન, કેવળ દર્શનવાળી રિધતિ વગરનો સ્વરૂપે કઈ પણ જીવ નથી. બધા સ્વરૂપે સરખા છે. આવરણ-વાદળાં ખસે એટલે દિવસે જરૂર સૂર્યને પ્રકાશ પ્રગટ થાય. જયાં કમાડ ઉઘાડવાથી પ્રકાશ પડતું હોય ત્યાં કમાડે દીવાને
કર્યો એમ કહી શકાય. જે આત્માએ ભવ્ય છે, જે આત્માઓ આવરણ તેડીને કઈ પણ કાળે કેવળજ્ઞાન પામવાના છે ત્યાં તે કેવલજ્ઞાન છે. આવરણે કેવળજ્ઞાન કયું છે એ સ્પષ્ટ છે. પણ અભવ્ય માટે પ્રશ્ન થાય કે એને તે કદી કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનું જ નથી. ત્યાં કેવળજ્ઞાન કયા આધારે મનાય ? અને છે, તે રોકાયું કેમ? કેઈ સમુદ્રના તળીએ સોનાની ખાણ છે. હવે એ સેનું બહાર નીકળવાનું નથી, એ સેનાનો ઘાટ કદી ઘડાવાને નથી. છતાં શું એ સોનું સોનું ન કહેવાય? ગમે ત્યાં રહેલા સેનાને સેનું કહેવું તે પડે જ. શાસ્ત્રષ્ટિએ અભવ્યને પણ જ્ઞાનાવરણય કર્મ પાંચેય પ્રકારે છે. કેવલજ્ઞાનાવરણીય કર્મ તે છે જ આત્મસ્થિતિની અપેક્ષાએ. અભવ્ય જીવ પણ કેવળદર્શનમય જ છે. સૂક્ષ્મલબ્ધિ અપર્યાપ્ત અવસ્થાને પ્રથમ સમયને આત્મા તથા સિદ્ધઅવસ્થાને આત્મા બંને સ્વરૂપે સરખે છે.
એકેન્દ્રિયપણું બેઈન્દ્રિયપણું તેઈન્દ્રિપણું ઐરિન્દ્રિયપણું પંચેન્દ્રિપણું તેમાં દેવપણું મનુષ્યપણું, તિર્યચપણું નારકીપણું આ તમામમાં પુગલ પરિણામને અંગે જ ફરક છે.
સંજ્ઞા હોય ત્યાંજ અસર થાય. સૌથી પ્રથમ સ્વાભાવિક પુદગલ પરિણમન છે. અનાજની ઉત્તિમાં સી પ્રયત્ન હોત નથી. પાછળથી લણાય, દળાય, રેટ થાય, પરંતુ ઉત્પત્તિ સ્વાભાવિક. એકેન્દ્રિયથી યાવત્ પંચેન્દ્રિય પર્યત જીવ આહારના મુદ્દગલે ગ્રહણ કરે તે સ્વાભાવિક. દાણુ મનુષ્ય પણ ખાય, પશુ પંખી પણ ખાય, ખવાતા દાણું એક સરખા, પણ પરિણમન ખાનારના શરીર મુજબ થાય. જે જાતિ હોય તે જાતિના દેહને યોગ્ય પરિણમન થાય. એકેન્દ્રિયમાં કાયાની અપેક્ષાએ પાંચ પ્રકારે છે. એકેન્દ્રિમાં જે નામે પાડ્યાં ત્યાં પાછલ “કાય” શબ્દ સૂચવે છે, કે તેના શરીર જ તે રૂપ છે? પૃથ્વીકાય એટલે પૃથ્વીરૂપ જેનું શરીર છે તે. અપકાય એટલે પાણી રૂપ કાયા ધરાવનાર. તેઉકાય એટલે અનિરૂપ જેનું શરીર છે તે. વાઉકાય એટલે જેનું શરીર જ વાયુરૂપ છે. વનસ્પતિકાય એટલે વનસ્પતિ જ જેનું શરીર છે તે.
પંચેન્દ્રિયમાં ચાર ભેદ. એ ચાર સ્થાનમાં બે પ્રકાર. ઉત્કૃષ્ટ પાપવિપાક ભેગવવાનું સ્થાન,ઉત્કૃષ્ટ પુણ્યવિપાક ભેગાવવાનું સ્થાન. જેમ ઉત્કૃષ્ટ તેમ ઉત્કૃષ્ટથી ઓછું પણ અધિક પાપ વિપાક ભેગવવાનું સ્થાન, તથા અધિક પુણ્યવિપાક મેળવવાનું સ્થાન ઉત્કૃષ્ટ પાપવિપાક ભેગવવાનું સ્થાન નરક છે, ઉત્કૃષ્ટ પુણ્યવિપાક ભેગવવાનું સ્થાન સ્વર્ગ છે. અધિક પાપવિપાક ભેગવવાનું સ્થાન તિર્યચપણું છે, અધિક પુણ્યવિપાક ભેગવવાનું સ્થાન મનુષ્યપણું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com