________________
દેશના–૧૯
સમૂછમ તથા ગર્ભજ ક્યાં કયાં છે?
પુણ્યાઈ વધે તેમ આગળ વધાય. શાસનની સ્થાપના પ્રસંગે, શ્રી ગણધર મહારાજાએ, ભવ્યાત્માઓના ભદ્રા, શાસન પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે જે દ્વાદશાંગી રચી, તેમાંના પાંચમા અંગના અષ્ટમ શતકના પહેલા ઉદ્દેશાને અધિકાર ચાલુ છે. તેમાં પુદગલ પરિણામને વિષય ચાલુ છે. પ્રોગપરિણામે પરિણત થયેલા ભેદોને અગે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યત મુખ્ય તયા પાંચ પ્રકાર જણાવ્યા. એકેન્દ્રિય જાતિમાં પણ પૃથ્વીકાયાદિ પાંચ પ્રકારની વિચારણા કરવામાં આવી. વિકલેન્દ્રિય એટલે બેઈન્દ્રિય,તેઈન્દ્રિય ચૌરિન્દ્રિય તે સંબંધી કહેવાયું. એકેન્દ્રિયમાં જેમ સૂક્ષ્મ તથા બાદર એ ભેદ છે, તે ભેદ વિકલેન્દ્રિયમાં કેમ નહિ? જીજ બેઈન્દ્રિયમાં આવે કયારે ! એ પ્રશ્ન જ પ્રથમ પ્રશ્નને ઉત્તર છે. પુણ્યની અધિકતા થાય, ત્યારે જ બાદર એકેન્દ્રિયમાંથી જીવ બેઈન્દ્રિયમાં આવી શકે. એકેન્દ્રિયમાં સ્પર્શમાત્રનું જ જ્ઞાન હતું. હવે બેઈન્દ્રિયમાં સ્પર્શ તથા રસનું એમ બે ઈન્દ્રિયનું જ્ઞાન થયું. એટલી આત્મશુદ્ધિ અધિક થઈ. અનંતગુણ ઉપશમને અંગે જ એ કેન્દ્રિપણામાંથી બેઈન્દ્રિયપણામાં અવાય. એ રીતિએ આગળ આગળ સમજી લેવું. આકાર દષ્ટિએ બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને ઐરિદ્રયના અનેક પ્રકારે છે. પંચેન્દ્રિયના ચાર પ્રકાર, નારકી, તિર્યંચ, મનુષ્ય ને દેવતા. નારકી. જીને દુઃખ ભેગવવાનાં સ્થાને જુદા જુદા હેવાથી ત્યાંના સાત ભેદ જણાવ્યા. નરક સાત છે. નારકી પછી તિર્યંચના ભેદ જણાવ્યા.
પંચેન્દ્રિયમાં તિર્યંચને એક ભેદ છે. . तिरिक्खजोणीयपंचिदियपओगपरिणयाणं. पुच्छा, गोयमा ! तिविहा पन्नत्ता, तं जहाजलचरपंचिंदियतिरिक्खजोणिय० थलचरतिरिक्ख० पंचिंदिय० खहचरतिरिक्खपंचिंदिय० .......વં વહયરાત્રિા
મધ્યમસર પુણ્ય પાપનાં પૂલ ભોગવવાની ગતિ તિર્યંચગતિ છે. એકેન્દ્રિયથી ચોરેન્દ્રિય પર્વતની ગતિ પણ તિર્યંચગતિ કહેવાય, પરંતુ અહીં પંચેન્દ્રિય તિર્યંચની વાત છે. જેવી પાંચ ઈન્દ્રિયે મનુષ્યને છે, તેવી જ પંચેન્દ્રિય તિર્યંચને છે. તિર્યંચના અનેક ભેદે પ્રત્યક્ષ છે. સિવિદ પન્ના” એમ કહ્યું છે.
તિયના મુખ્ય ત્રણ પ્રકાર. ૧ જલચર ૨ સ્થલચર ૩ અને બેચર. જલમાંજ ઉપજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com