________________
[૬૮]
શ્રીઅમોધ-દેશના–સ ગ્રહ. ઉંચકીને અહીં લાવે, અને ભર ઉનાળામાં ઈંટના સળગતા નીભાડામાં સુવાડે, તે તેને છ માસની ઊંઘ આવી જાય. ત્યાંનાં પુદ્ગલો એટલાં ગરમ કે ત્યાંથી આવેલા નારકીને અહીં સળગતા નીભાડામાં તે ઘસઘસાટ લાંબી ઊંઘ આવી જાય. દેવતા જેને સ્પર્શ ન કરી શકે એવો એક હજાર ભારને ગળે નારકીમાં નાંખે, તે એ ગેળે કયાં વીખરાઈ ગયે એનો પત્તો નહિ. નરકનું શીત પણું એવું કે ત્યાને નારકી જીવ અહીં હિમ પડતું હોય, ત્યારે પણ હિમાલય જેવા સ્થાનમાં ઘેનથી અને ચેનથી સૂઈ જાય. આટલી શીતતા, આટલી ઉષ્ણતા, આવી ભૂખ અને તૃષા અલેકમાં નારકીમાં છે. આ વેદનાઓ પહેલી નરક કરતાં બીજીમાં વધારે, તેનાથી ત્રીજીમાં વધારે, તેનાથી ચોથીમાં વધારે, તેનાથી પાંચમીમાં વધારે, તેનાથી છઠ્ઠીમાં વધારે, તેનાથી સાતમીમાં વધારે સમજવી. નરકમાં વેદનાના પ્રકારોમાં ક્ષેત્રકૃતવેદના અને કૃતવેદના, પરમાધામકૃત વેદના છે, તેમાં પરમાધામકૃત વેદના ત્રીજ નરક સુધી છે. પરમાઘામીએ કરેલી પીડા તેનાથી આગળની નરકની ક્ષેત્રવેદના આગળ કશા હિસાબમાં નથી. જેમ નીચે તેમ પુદગલે ખરાબ. અલક નામ જ એટલા માટે છે. અહીં તે વાયુથી તમને શાતા ઉપજે છે. ત્યાં તે વાયરો પણ અશાતા ઉપજાવે. અહીં પણ સામાન્ય અશાતા ઉપજાવનાર વાયુને “લૂ' કહે છે. નરકમાં ભયંકર ‘’ વાય. લાહ્ય લાહ્ય કરી મૂકે. નારકીને નજીકનો વર્ગ તિર્યંચ પંચેન્દ્રિયને છે. પાતાલકલશ નજીક તિર્યંચ પંચેન્દ્રિયે બહાર નારકી. તિર્યંચની નજીકને વર્ગ મનુષ્યને. પુણ્યમાં સૌથી ચડિયાત વર્ગ દેવતાનો છે. પ્રયોગ પરિણતના પુદ્ગલે આ રીતે ચાર પ્રકારના જણાવ્યા. પુણ્યના અધિકપણાની દષ્ટિએ ક્ષેત્રનું ઉત્તમપણે જણાવ્યું.
मूलं नास्ति कुतः शाखा ?
સર્વજ્ઞ ભગવાનનાં વચનથી કલ્યાણ જ થાય, પણ કેને? સૂર્ય અજવાળું આપે છે, પ્રકાશ ઉદ્યોત જ કરે છે, પણ નેત્ર જ બંધ રાખે એને એને શું ઉપગ? આંખે મીંચી રાખનારને સૂર્ય પણ અજવાળું આપી શકતું નથી. શ્રીજિનેશ્વરદેવ તારક જરૂર, પણ જેની દષ્ટિ જ કરવાની ન હોય, તેને તેઓ એકાંતે તારક છતાં ય તારક બને શી રીતે ? જેનેતર દર્શનવાળાઓએ જગતને જગતરૂપે માન્યું નથી. પૃથ્વીકાય અકાય તેઉકાય, વાઉકાય વનસ્પતિકાયને તેઓએ જી જ માન્યા નથી. હવે જ્યાં જીવ હોવાનું જ્ઞાન જ નથી, મન્તવ્ય જ તેવું નથી, દષ્ટિક્ષેત્રમાં જીવના મન્તવ્યને જ સ્થાન નથી, ત્યાં જીવ-રક્ષાના વિચારની-કલ્પનાની કલ્પના યે કયાં છે? માલ હોય તે તેના બચાવની બુદ્ધિ થાય, પણ માલ વિના બચાવ કોને? જીવ માન્યા હેય, પૃથ્વીકાયાદિમાં જીવની બુદ્ધિ હોય તે તે રક્ષાના વિચારને ઉદ્ભવ થાય, પરંતુ જીવજ માન્યા વિના રક્ષાની બુદ્ધિ થઈ શકે નહિ. ઇતરે પિતાના પરમેશ્વરને માત્ર ત્રણ જ પૂરતા ઉઘાતક માને છે. જગતમાં તે ત્રસ અને સ્થાવર ઉભય પ્રકારના જીવે છે. સંપૂર્ણ જ્ઞાની તે જ કહેવાય, સર્વજ્ઞ તે જ કહેવાય કે જે ઉભયના ઉદ્યોતક-પ્રકાશક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com